SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એમના ભાઈ ગોવિંદજીએ અહીં વિ. સં. ૧૯૩૪માં અનુક્રમે મહાવીરસ્વામીનું તથા પદ્મપ્રભુનું દેરાસર બંધાવ્યું હતું. આ તીર્થ સ્થાનના વિકાસમાં સ્વનામધન્ય દાનવીર શ્રેષ્ઠી શ્રી નરશી માથાને પણ ફાળે હતો. (અંચળગ૭ દિગ્દર્શન, ફકરા નં૦ ૨૩૩૭, ૨૩૪૫, ૨૪૪૭, ૨૫૧૬) ક્રમે ક્રમે નવાં નવાં દેરાસરોનો ઉમેરો થવાના કારણે સાંધામાં એક જ સ્થાનમાં નવ જિનમંદિરોનાં દર્શન કરવાનો લહાવે મળે છે. અને તેથી, જાણે ગિરિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ કરાવવા માટે ન હોય એમઆ તીર્થને “નવ ક” ના નામથી ઓળખવામાં આવે છે. ઉપરાંત એને “તિલક ટ્રક” પણ કહે છે. આ તીર્થનું આ નામ પડવાનું કારણ પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજીને પુછાવતાં તેઓએ જણાવ્યું કે, “શેઠ માણેકચંદ માડણ તરફથી આ દેરાસર બંધાતું હતું, અને માણેકચંદશેઠ મોટું તિલક કાઢતા હતા, તેથી લોકોએ એ વખતે બંધાતા દેરાસરજીનું નામ “તિલક ટૂક” પાડી દીધું. મુંબઈમાં તે વખતે માણેકચંદ માડણની કંપની ચાલતી હતી.” આ ખુલાસા ઉપરથી એમ લાગે છે કે, શ્રી માણેકચંદ શેઠ, શેઠ શ્રી માડણ તેજશીને પુત્ર થતા હોવા જોઈએ. શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” (પૃ ૧૪૧)માં આ તીર્થનું ટૂંકું વર્ણન આ પ્રમાણે આપ્યું છે— “ડુમરાથી સુથરી પાંચ ગાઉ થાય, વચ્ચે સાંધાણ નામનું એક ગામ આવે છે. આ ગામનું દેરાસર ઘણું મેટું છે. મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુજી છે. કુલ ૫ પાણતી પ્રતિમાજીઓ ૧૧૨ છે. જૈનોનાં ૪૦ ઘર છે. સંઘનું સન્માન અહીં સારું થયું હતું, અને દાળભાતનું જમણ આપ્યું હતું. અહીના સામૈયામાં અહીંના દરબારશ્રીએ પણ ભાગ લીધો હતો.” સાંધામાં અંચળગચ્છના શ્રીપૂજજીની ગાદી છે. ઉપરાંત અહીં એક પુસ્તકભંડાર પણ છે. (જેન તીર્થ સર્વ સંગ્રહ, કોઠા નં. ૧૯૧૧) જેમ શેઠશ્રી પરબત લધાભાઈએ શ્રી કેસરિયાજી તીર્થને સંઘ કાઢવ્યો હતો, તેમ સાંધાણુનાં કેટલાંક ધર્માનુરાગી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકાબહેનએ જિનબિંબ પણું ભરાવ્યાં હતાં, જે ગિરિરાજ શત્રુંજય ઉપરનાં તથા અન્ય સ્થાનેનાં જિનાલમાં પધરાવેલ છે. (શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લે, લેખ નં. ૯૧૪, ૯૨૦, ૯૨૯, ૯૩૪, ૯૪૧, ૯૪ર, ૧૦૧૭, ૧૦૫૯) આમાંની લેખ નં. ૨૦, ૯૨૯તથા ૯૩૪ની ત્રણ પ્રતિમાઓ તે આ તીર્થના સ્થાપક શ્રેણી માડણ તેજશીના કુટુંબની વ્યક્તિઓએ જ ભરાવેલી છે. આ હકીકત ઉપરથી જાણી શકાય છે કે, સાંધાણ ગામ એક તીર્થભૂમિ જે મહિમા ધરાવે છે. ત્યાંથી છ માઈલની દૂરી પર કચ્છની મેટી પંચતીર્થીનું પહેલું તીર્થ સુથરી આવે છે. સુથરી આ તીર્થ વૃતકલ્લોલ પાર્શ્વનાથના તીર્થ તરીકે નામાંકિત થયેલું છે, અને એની પ્રતિષ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy