SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની માટી તથા નાની પંચતીર્થ ૨૦૩ વિ. સં. ૧૮૯૬ના વિશાખ શુદિ ૮ના રોજ કરવામાં આવી હતી. આ તીર્થની ઉત્પત્તિ સંબંધી એક દંતકથા પ્રચલિત છે. પૂ. સાધ્વીજી શ્રી કમલશ્રીએ સંપાદિત કરેલ અને વિ. સં. ૨૦૨૪માં પ્રકાશિત થયેલ “શ્રી દાન-મ-કલ્યાણમાળા” નામે પુસ્તકમાં આ કથા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે અબડાસાની પંચતીથીમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ધૃતકલોલ પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલું. હાલારમાં આવેલ છીકારી ગામમાં એ પ્રતિમાજીને અચળગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠિત કરેલાં. છીમારીથી સુથરીમાં થયેલ સ્થાનપરિવર્તન અંગે નીચે મુજબની વિશ્વસનીય આખ્યાયિકા પ્રચલિત છે– “ વિક્રમના સોળમા સૈકામાં સૂથરીમાં અચળગચ્છના ગોરજી ધરમચંદ શેખરશાખાવાળાએ પિતાની પશાળમાં શ્રી અજીતનાથજી ભગવાનની પ્રતિમાજીને સ્થાપી હતી. દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારી હાઈ શુભ પ્રસંગોએ શ્રી અજીતનાથ ભગવાનની એ પ્રતિમાજીને ઉપયોગ થતો. એ અરસામાં ક, દ. એ. જ્ઞાતિના શ્રી મેઘજી ઉડી આ ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરવા છતાં કરજ માથે હેવાથી કંટાળીને આત્મહત્યા કરવા વાવમાં પડવા જતાં દેવવાણી સંભળાઈ, “ના, ના.” તરફ નજર કરતાં કોઈ દેખાયું નહીં એટલે સમજ્યા કે દેવ ના પાડે છે માટે આજે આપધાત ન કરો, એમ વિચારી એ ઘેર જઈને સૂઈ ગયા. તે જ રાતે તેમને સ્વપ્ન આવ્યું તેમાં સૂચવાયું કે, “ આપઘાત કરીશ નહી', હિંમત રાખ, બધા સારા વાના થરો. સવારના ઊડીને અમક વેપારી પાસે જજે. તેની પાસેથી કેરી ૨૦૦ મળશે. કારી ૧૦૦ લેણદારને આપી દેવું પતાવજે અને બાકીની સે કેરી લઈને ગોધરા૪ ગામે જજે. તે ગામના ઊગમણે પાદરે હાલારના છીકારી ગામના દેવરાજ વણિક મળશે. તેમની સાથેના બળદના પિડીઆ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા હશે, તે કેરી સે લઈને તને આપશે, તે લઈ લેજે.' “આ રીતે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શ્રી મેઘજી ખૂબ આનંદથી જાગ્યા. જાગીને ૩. “અંચળગછ દિગ્દર્શન "માં સુથરીમાં શ્રી અજિતનાથ ભગવાનનું જિનમંદિર બન્યા સંબંધી આ પ્રમાણે બે ઉલ્લેખ મળે છે: (૧) ફકરા ૨૩૫૭માં લખ્યું છે કે, “તેરાના ગોરજી હીરાચંદ તારાચંદે ત્યાં (સુથરીમાં) શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અને (૨) ફકરા ૨૫૬૮માં સૂચવ્યું છે કે, “ એ વર્ષે (વિ. સં. ૧૯૮૪માં) સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદી ૧૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી.” આ બે મંદિરો એક જ હશે કે જુદાં જુદાં, એ જાણવાનું બાકી રહે છે. પણ શ્રી અજિતનાથ ભગવાનની જે પ્રતિમા ગેરછ ધરમચંદ પાસે, એમની પિસાળ માં, હેવાનું સૂચવવામાં આવ્યું છે, તે આ બન્ને કરતાં પ્રાચીન હેવી જોઈએ. આ પ્રતિમા પાસાળમાં રહેતી હોવાનું લખ્યું છે, એને અર્થ એ થયો કે, આ દંતકથાને પ્રસંગ બને તે વખતે, ત્યાં અજિતનાથ ભગવાનની મૂર્તિ દેરાસરમાં નહીં પણ પોસાળમાં રાખવામાં આવતી હતી. આ ઉપરથી એવી કલ્પના કે એવું અનુમાન કરી શકાય કે, ઉપર સૂયેલ અજિતનાથ ભગવાનના મંદિરમાં આ પ્રાચીન મૂર્તિને પધરાવવામાં આવી હશે. આમાં વસ્તુસ્થિતિ શું હશે, તે નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી. પણ મેં કરેલ નેધ પ્રમાણે અત્યારે સુથરીમાં અજિતનાથ ભગવાનનું એક જિનાલય છે, અને તે મુખ્ય દેરાસરથી જુદું અને નાનું છે. ૪. આ ગોધરા તે પંચમહાલ જિલ્લાનું નહીં પણ કચ્છ જિલ્લાનું ગેધરા ગામ સમજવું. એને ગોધરે પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy