________________
२००
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ જૈન સંઘની દષ્ટિએ આ તાલુકાની બીજી વિશિષ્ટતા સૌકાઈનું વિશેષ ધ્યાન ખેંચે એવી છે, તે એ કે, જૈન સંઘના શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એ ચારે ફિરકામાંથી આ તાલુકામાં ફક્ત તાંબર મૂર્તિપૂજક સંઘના અનુયાયીઓ છે. ઉપરાંત શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ વગેરે જુદા જુદા ગચ્છમાંથી અબડાસા તાલુકાનો સમસ્ત અથવા ઘણા મોટા ભાગને જૈન સંઘ ફક્ત અંચળગરને જ અનુસરે છે અને એ ગચ્છની જ સામાચારીનું પાલન કરે છે. આથી આગળ વધીને, કચ્છના આ પરગણામાં વસનારા જેને ઓસવાળ, પોરવાડ, શ્રીમાળ, વિસા, દસા વગેરે જન જ્ઞાતિમાંથી ફક્ત દસા ઓસવાળ જ્ઞાતિના જ છે. વળી, અહીં એ પણ જાણવા મળ્યું કે, જેમ કચ્છના વીસા ઓસવાળ જ્ઞાતિના કેટલાક ભાઈઓ ખેતીનું કામ કરે છે તેમ, આ તાલુકામાં વસતા દસા ઓસવાળ જ્ઞાતિના કેટલાક ભાઈઓ ખેતીનું કામ કરવા ઉપરાંત, કુશળ શિલ્પી તરીકે સલાટનું કામ પણ કરે છે. અબડાસા તાલુકાની આ વિશિષ્ટતા જૈન સંઘની દષ્ટિએ વિરલ અને અને ખી છે. આ ઉપરથી કંઈક એમ લાગે છે કે, અંચળગ૭ની માન્યતા, થોડા કે વધુ પ્રમાણમાં, આખા કચ્છમાં પ્રસરેલી હોવા છતાં, અબડાસા તાલુકામાં તે જાણે એનું એકછત્રી વર્ચસ્વ પ્રવર્તે છે. બીજા કોઈ ગછે ક્યાંય આવું એકરાગી વર્ચસ્વ કાયમ કર્યાનો દાખલો જાણવા મળતું નથી. મુંબઈ જેવી પચરંગી નગરીમાં દસા ઓસવાળ જ્ઞાતિ અને અચંળગચ્છનો તેમ જ એના વગદાર શ્રીમાનેને અત્યારે પણ જે પ્રભાવ છે અને મુંબઈના વિકાસની શરૂઆતના સમયથી એમાં એમણે જે હિસે
૨. અબડાસા તાલુકાની જે વ્યક્તિઓ અંચળગછ સિવાયના અન્ય ગ૭ની સામાચારીનું પાલન કરે છે, તેમાંની મોટા ભાગની વ્યક્તિઓ બહાર જઈને વસેલી છે; અને કેટલીક વ્યક્તિઓએ અન્ય ગ૭માં દીક્ષા પણ લીધી છે. એક જ કુટુંબની બે વ્યક્તિઓએ જુદા જુદા ગ૭માં દીક્ષા લીધી હોવાનો પણ કોઈ કોઈ પ્રસંગ જોવા મળે છે; દા. ત. સુથરીના વતની આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજ તપગચ્છમાં અને એમનાં કટુંબી સંસારી બહેન સાધ્વીજી શ્રી વિઘુત્રભાશ્રીજી અંચળગ૭માં દીક્ષિત થયાં છે.
આ તાલુકાનું મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ એમના “મારી યાત્રા” નામે પુસ્તકમાં (પૃ. ૧૩૧-૧૩૨) આ પ્રમાણે વર્ણન કર્યું” છે
અબડાસામાં જેનોમાં મોટે ભાગે, બકે આખા અબડાસામાં કહીએ તો ચાલે, “કચ્છી દશા ઓશવાળા'ની જ વસ્તી છે. પછી કદાચ કોઈ ગામમાં વીસાઓ હશે. હા, દશામાંથી વિખૂટે કરેલા પાંય પણ કઈ કઈ ગામમાં છે. અબડાસામાં બધા જૈનો એક જ ધર્મ ને એક જ ગ૭ના લેકે છે. કઠીમાં મંદિરમાગી અને સ્થાનકવાસી બને છે, જ્યારે અબડાસામાં કેવળ મંદિરમાગી જ છે. કંડીમાં ખરતરગચ્છ, તપાગચ્છ, પાયજંદગછ અને અંચળગર –એમ જી જ ગયો છે, જ્યારે અબડાસામાં એક જ ગ૭-અંચળગ૭ છે. આખા કરછમાં એક ભશ્વરને છોડીને જૈન મંદિરોની જેવી વિશાળતા ને સુંદરતા અબડાસામાં છે, તેવી કયાંય નથી. કચ્છની જૈન પંચતીર્થી પણ આ અબડાસામાં છે. પંચતીર્થી શા માટે ? અબડાસાના એક એક ગામનું મંદિર ખરે ખર દર્શનીય છે અને દરેક ગામનાં મંદિરે લાખોની મિલકતો છે. બીજા પ્રાંતો કરતાં અબડાસામાં અતિથિસકાર પણ સારો થાય છે. કોઈ પણ ગામમાં ગમે તેટલાં યાત્રાળુ ખો આવે, તેનું આદર-સન્માન થાય છે, અને તમામ પ્રકારની વ્યવસ્થા જળવાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org