SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની માટી તથા નાની પચતીથી તાલુકામાંથી અબડાસા તાલુકામાં પ્રવેશ કરતાં, શરૂઆતમાં, આવતું સાંધાણ ગામ પણ એના મેટા, સુંદર અને કંઈક વિશિષ્ટ પ્રકારની બાંધણીવાળા જિનમંદિરને લીધે, પંચતીથીનાં યાત્રાધામોની જેમ, જૈન સંઘને માટે યાત્રાનું રથાન બની રહે છે. એમ કહેવું જોઈએ કે, અબડાસા તાલુકામાં આવેલ આ મોટી પંચતીર્થીનાં મન ભરીને નીરખ્યા જ કરીએ એવાં આલીશાન, ભવ્ય અને નયનમનહર જે જિનપ્રાસાદેનાં દર્શનનો લાભ યાત્રિકને મળવાનો છે, તેને નમૂને સાંધાણના જિનમંદિરમાં જોવા મળે છે અને આ પંચતીથીની યાત્રા આ દેરાસરથી શરૂ થાય છે, એટલે એ પંચતીથીની યાત્રાનું જાણે કે પ્રવેશદ્વાર જ હોય એમ લાગે છે ! વળી, આ બધાંય જિનમંદિરની બાંધણી, અન્ય સ્થાનોનાં જિનમંદિરની બાંધણીથી જુદી તરી આવે એવી વિશિષ્ટ પ્રકારની તેમ જ વિવિધ પ્રકારની છે, એમ એના દર્શકને લાગ્યા વગર નથી રહેતું. અબડાસા તાલુકાની વિશિષ્ટતા–કચ્છ જિલ્લાના પશ્ચિમ દક્ષિણ વિભાગમાં આવેલ અને ૨૪૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવતે આ તાલુકો એના બહુ ઓછા વરસાદ, સૂકી જમીન અને નપાણિયા મુલક તરીકે જાણીતો છે. સને ૧૯૭૧ની વસ્તી ગણતરી પ્રમાણે એમાં ૧ શહેર, ૧૪૮ વસવાટવાળાં ગામડાં અને ૧૪ વેરાન ગામડાં છે, અને ૭૪૧૬૫ માણસોની વસ્તી છે. પણ આ તાલુકાની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે, આ તાલુકામાં વરસાદ ઓછો થાય છે, પણ સંપત્તિમાં-આર્થિક સમૃદ્ધિમાં-એ ઘણે આગળ વધેલ અને નામાંકિત છે. એના સાહસી જૈન શાહસેદાગરોએ કચ્છ બહારની ધરતીમાં વસવાટ કરીને અઢળક સંપત્તિ ભેગી કર્યાના અને એ સંપ ત્તિનો અનેક ધર્મકાર્યોમાં તેમ જ લકકલ્યાણનાં કામમાં ઉદારતાથી સદુપયોગ કર્યાના સંખ્યાબંધ દાખલાઓ મળી શકે છે. અને આવા સખીદિલ શ્રેષ્ઠીઓની સખાવતેનાં કીર્તિમંદિરની ધજાએ તે ગિરિરાજ શ્રી શત્રુંજય, ગિરનાર અને બીજા મહાતીર્થો ઉપર પણ લહેરાઈ રહી છે. ૧. આ તાલુકાનું “અબડાસા” નામ પડયું એની પાછળ એક શૌર્ય અને સમર્પણની કથા રહેલી હોવાનું માનવામાં આવે છે. ઈસ્વી સનની ચૌદમી સદીની શરૂઆતમાં ખિલજી વંશના બાદશાહ અલ્લાઉદીને હિંદતાન ઉપર આક્રમણ કરીને “ખૂની” તરીકે બદનામી મેળવી હતી. સિંધ-ઉંમરકેટના સૂમરા વંશને એક રાજકુમાર ચનેસર, દેશદ્રોહી બનીને, સૂમરા રાજ્યવંશની સુંદરીઓ અપાવવાની લાલચ આપીને, અલ્લાઉદ્દીન ખીલજીને સિંધ ઉપર ચડાઈ કરવા એના ઝનૂની અને વિશાળ લશ્કર સાથે, તેડી લાવ્યા. ઉંમરકેટને રાજ ધા સુમરા (ચનેસરને ઓરમાન ના ભાઈ) સમજી ગયો કે, આ ખૂની બાદશાહના લશ્કર સામે ટક્કર લઈને સૂમરા વંશની સુંદરીઓના શિયળની રક્ષા થઈ શકવાની નથી, એટલે એણે ૧૪૦ સુમરા સ્ત્રીઓને કરછ તરફ રવાના કરી દીધી અને એમનું રક્ષણ કરવાનું વડસરના રાજવી જામ જખરા ઉફે અબડા અબડાણીને કહેણ મોકલ્યુંઆ રાજવી એના શૌર્ય અને સાહસને કારણે “ અબડા અડભંગ” નામે પંકાતે હતા. ધોધે ખીલજીના લશ્કર સાથે લડીને છેવટે વીરગતિને પામ્યો. જ્યારે અલ્લાઉદ્દીને બધી સુંદરીઓ કચ્છમાં ગયાનું જાણ્યું ત્યારે એ કરછમાં ગયે. વડસર પાસે અબડાએ સુમરા સુંદરીઓના શિયળનું રક્ષણ કરવા એનો સામનો કર્યો અને છેવટે એ પણ વીરગતિને પામ્યસુમરા સુંદરીઓ પોતાના સતીત્વને અખંડિત રાખવા ધરતીમાં સમાઈ ગઈ અને આ સુંદરીઓને મેળવવાની અલાઉદીનની કામના મનની મનમાં જ રહી ગઈ ! આ વીર કથાની યાદમાં આ પ્રદેશ અબડાસા ”ના નામે પ્રસિદ્ધ થયો. ( કરછ કલાધર, ભાગ ૧, પૃ૦ ૧૨૨-૧૪૬; મારી સિંધયાત્રા, પૃ૦ ૧૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy