________________
કચ્છની મોટી તથા નાની પંચતીથી કચ્છની ધરતીમાં જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ કેટલો વ્યાપક હતા, તેની સાક્ષી જેમ એ ધરતીને ધર્મભાવનાથી સુરભિત બનાવી જનાર પ્રભાવક આચાર્યો,મુનિવરો અને શ્રીપૂજ્યોતિઓની સિકાઓ જૂની કાર્યવાહી તેમ જ વગદાર, ઉદાર અને લોકકલ્યાણ તથા જીવદયાના હામી જૈન મહાજનની પરંપરા પૂરે છે, તેમ એ ભૂમિના શણગાર અને ગૌરવ સમાં સંખ્યાબંધ (દેઢ ઉપરાંત) જિનમંદિરે પણ પૂરે છે.
આ જિનમંદિરમાં કેટલાંક તે વિશાળ માંડણી અને ઝીણવટભરી સજીવ કેરણના લીધે એવાં ભવ્ય અને નયનરમ્ય છે કે જેથી એની ગણતરી કચ્છની બહુમૂલી સંસ્કારસમૃદ્ધિમાં થાય છે. કચ્છના આવા આલીશાન અને શિલ્પકળાના ઉત્તમ નમૂના સમાં જિનપ્રાસાદમાં સુવિખ્યાત ભદ્રેશ્વરતીર્થના જિનાલય ઉપરાંત, કચ્છની મોટી પંચતીથી, નાની પંચતીથી તથા અન્ય કેટલાંક શહેરો અને ગામનાં જિનમંદિરને સમાવેશ થાય છે.
એટલે અહીં મોટી પંચતીર્થીનાં તથા નાની પંચતીથીનાં જિનમંદિરના સંક્ષિપ્ત પરિચય તેમ જ અન્ય સ્થાનનાં કેટલાક જિનમંદિરની યાદી આપવામાં આવે છે. ખરી રીતે તે, આ જિનાલયે એવાં સુંદર અને શાનદાર છે, અને એની સ્થાપનાની પ્રેરણા આપનાર તથા પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય મહારાજે વગેરે શ્રમણ સમુદાયને તેમ જ એ પ્રેરણાને ઝીલીને જે તે જિનમંદિરની સ્થાપના કરનાર શ્રાવકસમુદાયનો ઈતિહાસ એ આકર્ષક છે કે જેથી આવા એક એક જિનમંદિરનો યથાર્થ અને સવિસ્તાર પરિચય આપવા માટે એક એક નાનું મોટું સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. પણ આ પુસ્તકમાં આ બધી વિગતોને સમાવવાનો અવકાશ નથી, એટલે એનું સંક્ષિપ્ત વર્ણન કે એની ચાદી આપીને જ સંતોષ માનવાનો રહે છે. આમાં સૌથી પહેલાં મેટી પંચતીર્થીનાં દર્શન કરીશું.
મોટી પંચતીર્થી કચ્છની મોટી પંચતીર્થનાં જિનચૈત્ય (૧) સુથરી, (૨) કોઠારા, (૩) જખૌ, (૪) નલીઆ અને (૫) તેરા – એ પાંચ ગામોમાં આવેલાં છે અને આ પાંચે ગામ અબડાસા તાલુકામાં વસેલાં છે, એ બીના જેમ આ પંચતીર્થીની વિશેષતા છે, તેમ આ તાલુકાની પણ ગૌરવગાથા છે. અને માંડવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org