________________
૧૯૦
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મજિદ કરાવી હતી, એ વાતને પુરા ખુદ શ્રી જગડૂચરિત”ના એક લેક ઉપરથી જ મળી રહે છે, એટલે પછી આ ઈમારતની ચિતિહાસિકતા અંગે લેશ પણ શંકાને અવકાશ રહેતું નથી. આ પ્લેક આ પ્રમાણે છે
मसातिं कारयामास पीमलीसंहितामसौ ।
અary -૪મીકાત્તા રાહુ (સર્ગ ૬, શ્લોક ૬૪) (પોતે મ્યુચ્છ લોકો પાસેથી (પણ) લમી ઉપાર્જન કરેલી હોવાથી એણે (જગડૂશાએ) ભદ્રેશ્વર નગરમાં પી(ખી)મલી નામની મસીદ કરાવી.) [ ચિત્ર નં ૬૨]
આ મસીદનું નામ ખીમલી મસીદ શા માટે રાખ્યું હશે, એ સવાલનો જવાબ ચાર ભાઈબંધની દંતકથામાંથી મળી રહે છે કે, જગડૂશના એક ભાઈબંધનું નામ ખીમલી હતું, તેથી જગડુશાએ આ મસીની સાથે એનું નામ જોડ્યું હતું.
લાલશા બાઝ પીરને કુબે-આ મજિદથી થોડે દૂર એક પીરની દરગાહ છે, જે લાલશા બાઝ પીરના કૂબા તરીકે ઓળખાય છે [ ચિત્ર નં ૬૩]. આ પીરની કથા માંડવીની પ્રતમાં (પૃ. ૧, ૨) નેંધાયેલી છે, જે આ પ્રમાણે છે –
તેહને (કનક ચાવડાને) દીકરે અકડ ચાવડે શિવધરમી થયો. તેણે શિવનાં મંદિર ઘણાં કીધા. નિત મસલમાન ૧ મારતે. તે ઉપરે પાતશાહી લકર ઘણાં આવ્યાં તે લશ્કરમાં સૈદ લાલશા ઈલમી હતા, તે રાજાને મારવાનું બીડું ગ્રહી અકાશ મારગેથી આવતું હતું. રાજ પોતે પણ ઈલમી. તેણે આગળથી ખાડ ખણવી ઉપર જાજમ બીછાણુ બનાવી રાખ્યાં હતાં. હજાર માણસને ધૂડની ફટૂ ભરી ઊભા રાખ્યા, કહી રાખ્યું છે તેને જે, ઘોડેથી ખાડામાં પડશે, તે જ વખતે ધૂડથી દાટી મૂકજે તેમ જ કીધું. તિહાં હમણાં તે ઠેકાણે લાલશાને ફૂબો કહેવાય છે, પૂજાય છે.”
લાલશા બાઝ પીરના કૂબાની ઉત્પત્તિની આ પ્રમાણે કથા લખ્યા પછી માંડવીની પ્રતમાં (પૃ. ૨) વિશેષમાં કહેવામાં આવ્યું છે કે
તિયાર પછી એક ફકીર બેન-ભાઈ સાદરી ઉપર બેસી આકાશ માર્ગો ઉડી આવ્યા. તેહન એ રાજાને છ. તરકાણે ભવતિ. તેણે ઘણી મરત કરાવી, તેને પાર નહીં. ઘોરવાડા છે.”
લાલશા બાઝ પીરની દરગાહની ઉત્પત્તિની કથા માંડવીની પ્રત સિવાય બીજે ક્યાંયથી મળી શકે એમ હોય તે એની તપાસ કરવી જોઈએ.
પંજરા પીર–આ દરગાહથી થોડે દૂર જઈએ, એટલે એક વંડી વાળેલી કંઈક વિશાળ જગ્યા આવે છે. એમાં પાંચ પીરની દરગાહ છે. આ દરગાહ પાંચ ભાઈઓની છે, અને લોકોમાં એની માનતા ઘણી છે. આ પાંચ ભાઈઓની એક બહેન હતી, એ હાજીઆણી માના નામે પ્રખ્યાત છે. આ હાજીઆણી માનું મંદિર ભદ્રેસર ગામના લસર તળાવની વચ્ચે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org