SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે વિશાળ ઇમારતના આ ભગ્ન અવશેષ છે—જાણે કે એ અવશે એના ઉજજવળ અતીતની ગવાહી પૂરે છે. આ ઈમારતને મોટા ભાગના લકે “જગડૂશાના મહેલ”ના નામે ઓળખાવે છે, તે કેટલાક પુરાતત્ત્વોએ એને “સેળથી મસિજદ” તરીકે ઓળખાવી છે. આમાં સાચું શું હોઈ શકે, એ નિશ્ચિત રૂપે ભલે કહી ન શકીએ, છતાં આ વિસ્ત ઈમારતને આકાર-પ્રકાર જોતાં અમને એને મસિજદ કરતાં મહેલ માનવાનું વધારે મુનાસિક લાગે છે. અને, જે એને મહેલ માનીએ અને જગડૂશાના પ્રાસાદ-મહેલના નામે ઓળખાવીએ તે, એથી ભદ્રેશ્વરમાં જગડૂશાના મહેલના અવશે હેવાની લેકમાન્યતાનું પણ સમર્થન થાય છે. [ચિત્ર નં ૬૧] જે પુરાતત્ત્વોએ આ ઈમારતને “સેળથંભી મરિજદ” તરીકે ઓળખાવી છે, તેઓએ એને “સેળ થાંભલાની મસ્જિદ” તરીકે શા માટે ઉલ્લેખ કર્યો હશે. એ સહજ સવાલ થાય છે; કારણ કે અત્યારે પણ આ ઈમારતના સેળ નહીં પણ એના કરતાં ત્રણ-ચારગણા થાંભલા તે મેજૂદ છે–અમે પિતે જ પ૬ જેટલા થાંભલા તે ગયા હતા. આ ઈમારતને ત્યાંના લેકે “સેથંભી ” ઈમારત તરીકે પણ ઓળખાવે છે. આ ઈમારતના અત્યારે પણ ટકી રહેલા થાંભલાઓની સંખ્યા જોતાં એની “સથંભી” તરીકેની પિછાન સાચી લાગે છે–ક્યારેક એને એકસો જેટલા થાંભલા હેવાની શક્યતા અત્યારે પણ દેખાય છે. વળી, આ ઈમારતમાં મસિજદના આકાર જેવું પણ કંઈ દેખાતું નથી. આ ઈમારતની પાસે અરબી (ફૂફી) અક્ષરવાળા કબર ઉપરના પથ્થર જેવા બે પથ્થરો પડયા છે, પણ તે આ ઈમારતના નહીં પણ બીજી કોઈ ઈમારતના છે એમ ચોખ્ખું દેખાય છે. એટલે, એકંદર જતાં, આ વિશાળ ઈમારતને જગડુશાને મહેલ માનવી જ ઠીક લાગે છે. ખીમલી મજિદ–જગડૂશાના મહેલથી ભદ્રેશ્વર ગામની દિશામાં જરાક જ આગળ વધીએ એટલે જગડુશા વગેરે ચાર ભાઈબંધમાંના એક ભાઈબંધ, ખીમલી પીંજારાની યાદ આપતી ખીમલી મસ્જિદ આવે છે—જાણે કે જગડૂશાએ પિતાના આ દિલેજાન દોસ્તની યાદને પિતાના મહેલની નજીકમાં જ કાયમ કરી ન હોય! જગડુશાએ પોતે જ આ ખીમલી ૪. શ્રી ભદ્રેશ્વર તીર્થની પેઢીમાં પટાવાળા તરીકે કામ કરતા, ભદ્દી શાખાના રજપૂત દરબાર, શ્રી વાલજીભાઈ જખુભાઈ ઉફે શ્રી બાબુભાઈએ અમને કહ્યું હતું કે, અમે જ્યારે નિશાળમાં ભાણુતા હતા ત્યારે અમે આ મકાનને “ થાળથંભી ”ના નામે ઓળખતા હતા. ઠીક ઠીક પૂછપરછ કરવા છતાં “ થાળ” શબ્દનો અર્થ અમે જાણી શકયા નથી. “ થાળ” કે “ઘર” શબ્દનો અર્થ “ઘણું” થતું હોય તે, “થેળથંભી” પ્રયોગને અર્થ “ ધણ થાંભલાવાળું મકાન ” એ થઈ શકે; પણ આ શબ્દને આવે કે ઈ અર્થ થતો હોવાનું મારી જાણમાં આવ્યું નથી. “ સાથંભી ”-સે થાંભલાવાળી-ઇમારત સમય જતાં “સોળથંભી”ના નામે અને તે પછી એ નામ લોકજીભે અપભ્રષ્ટ થઈને “થળથંભી ”ના નામે તે નહીં' એળખાવા લાગી હાય, એવી શંકા કે કલ્પના આ મકાનને જોતાં સ્વાભાવિક રીતે જ થઈ આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy