SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ લાંબી લાંબી છ લીટીઓને આ શિલાલેખ કંઈક અધુર હોય એમ એને ઉકેલતાં લાગે છે. લેખ વાંચી શકાય એ એ છે (જુઓ ચિત્ર નં. ૫૩). આ લેખ સંબંધી કેટલીક વિચારણા આ પુસ્તકના “શિલાલેખે” નામે આઠમા પ્રકરણમાં કરવામાં આવી છે (જુએ, પૃ. ૧૫૯). એક કુંડને ઉલ્લેખ–શ્રી મણિલાલ ન્યાલચંદ શાહે “જગડૂશાહ અથવા જગતને પાલનહાર” નામે એક નવલકથા લખી છે. આ નવલકથા ૫૧ વર્ષ પહેલાં, વિસં. ૧૯૮૨ની સાલમાં, ભાવનગરની જૈન સસ્તી વાચનમાળા તરફથી, પ્રગટ થઈ હતી. એમાં ભદ્રેશ્વરના વર્ણનમાં (પૃ. ૩૮) લખ્યું છે કે “ગામની પશ્ચિમે સાકરી નદી છે. એક જૂને કુંડ ત્યાં હતે તે લગભગ સે વર્ષ ઉપર વપરાતું હતું, પણ પાછળથી નદીમાં દટાઈ ગયો હોય એમ લાગે છે.” આ પુસ્તકમાં સચવાયેલ આ કુંડ સંબંધી ઉલેખ ઉપરથી વિ. સં. ૧૬૮૮ની એક ઘટનાનું સ્મરણ થઈ આવે છે, જે આ પ્રમાણે છે– શ્રી અમરસાગરસૂરિવિરચિત “વર્ધમાનપરિટિવર” (પૃ. ૧૨૯, સર્ગ ૯, લોક ૫)માં ઉલ્લેખ મળે છે કે – त्रिलक्षमुदाव्ययतस्ततोऽसौ तदग्मिसंस्कारसुभूमिकायाम् । चकार पापी वरवारिरम्यां सुशिल्एरम्यां निकटे पुरोऽस्याः॥ (પછી તે પવસિંહ શાહે, તે વર્ધમાન શાહના અગ્નિસંકારની જમીન ઉપર ત્રણ લાખ મુદ્રાના ખર્ચથી, ઉત્તમ કારીગરીવાળી અને સુંદર (મીઠા) જળથી શોભતી એક વાવ આ શહેરની (ભદ્રાવતીની) નજીકમાં બંધાવી.) આ ઉલેખમાં જણાવ્યા મુજબ, વર્ધમાન શાહના અગ્નિસંસ્કારના સ્થાન ઉપર એમના નાના ભાઈ પદ્ધસિંહ શાહે, ત્રણ લાખના ખર્ચે, ઉત્તમ કારીગરીવાળી વાવ બંધાવી હતી. એ વાવ અત્યારે ક્યાંય જોવામાં આવતી નથી. તે ઉપરના પુસ્તકમાં દોઢસે એક વર્ષ પહેલાં સાકરી નદીની પાસે એક કુંડ હોવાને ઉલ્લેખ જોઈને, સહજપણે સવાલ થાય છે કે, શું આ કુંડના સ્થાને આ વાવ તે નહીં હોય? કુંડ અને વાવ વચ્ચે તફાવત તે જાણીતા છે, છતાં આ વાત વિચારવા જેવી અને ક્યારેક શોધ કરવા જેવી લાગવાથી અહીં એને આટલે નિર્દેશ કર્યો છે. મહેલ કે મજિદ?-માંડવી-ગાંધીધામના ઘોરી માર્ગથી ભદ્રેશ્વરના અંદરના માર્ગે વળીએ એટલે ડાબી બાજુ કોઈ આલીશાન ભવન ઈમારતના અવશેષ નજરે પડે છે. આ ઈમારતના મોટા મોટા શિલાપટ્ટો અને સંખ્યાબંધ જાડા અને લાંબા થાંભલા આપણું ધ્યાન અનાયાસે જ ખેંચે છે. પ્રથમ દષ્ટિએ જ એમ લાગે છે કે, ભૂતકાળની કઈ ભવ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy