________________
બશ્વરનાં વાલાયક સ્થળે
ખંડિત દેવી-પંજરા પીરની જગ્યાથી આગળ જઈએ એટલે નાના સરખા મંદિર જેવી એક મોટી દેરી આવે છે. આ દેરી બિલકુલ ખંડિત હાલતમાં ઊભી છે અને એની અંદર મૂર્તિ કે લિંગ કશું જ નથી. દેરીને દેખાવ એની પ્રાચીનતાની સાક્ષી પૂરત હોવાથી પુરાતત્તવના અભ્યાસીઓને માટે આ સ્થાન રસ ઉત્પન્ન કરે અને અભ્યાસની સામગ્રી પૂરી પાડે એવું છે.
તળાવ અને એની આસપાસ–શ્રી જગડૂચરિતમાંના (સર્ગ ૬, શ્લોક ૪૭) ઉલ્લેખ પ્રમાણે ભદ્રેશ્વરના તળાવ સાથે મહારાજા કુમારપાળ અને મહારાજા મૂળરાજ-એ બને સેલંકી ગૂર્જરપતિઓનાં નામ જોડાયેલાં છે. આ તળાવનું ખેદકામ જગડુશાએ કરાવ્યું હતું. અત્યારનું ભદ્રેસર ગામનું ફેલસર તળાવ એ જ આ તળાવ હતું એમ માનીએ તે એ આઠસો વર્ષ જેટલું જૂનું ગણાય. તળાવની વચ્ચે “લાખોટ ” નામનું એક ફરવાનું સ્થાન છે. તળાવની મધ્યમાં ત્રણ કઠાની વાવ છે. તળાવની પાળ ઉપર સતીઓ અને શૂરાઓના ઘણું પાળિયા છે. આ પાળિયાઓમાં કેટલાક ઉપર સંવત ૧૩૧૯ અંક જોવામાં આવે છે. તળાવના એક કિનારાની બાજુમાં જાગેલરનું મંદિર છે, અને બીજા કિનારાની પાળથી જરા આગળ, એક ઓટલા ઉપર, તળાવ બંધાવનાર ખેજા ધરમશીભાઈનું મોટા કદનું બાવલું છે. ઉપર ધેલી વાતના આધારે એમ માનવું જોઈએ કે, કદાચ શ્રી ધરમશીભાઈએ આ તળાવ નવેસરથી બંધાવ્યું નહીં હોય, પણ જૂના તળાવને નવે અવતાર મ હોય, એ રીતે એને ઉદ્ધાર કરાવ્યો હશે.
ગામની અંદરનાં કેટલાંક સ્થાને–ગામની અંદર, દરબારી નિશાળની પાસે આવેલી, આશાબ પીરની કબર, એની અસાધારણ લંબાઈને કારણે, આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, અને મનમાં કુતૂહલ પણ જગાવે છે. આ કબરની લંબાઈ આશરે પચાસ ફૂટ જેટલી છે. આ કબર આટલી લાંબી શા કારણે બનાવી હશે, એની કથા જાણવા માટે અમે કેટલીક પૂછપરછ કરી હતી, પણ કશી વાત જાણવા ન મળી. વળી, અહીંની આટલી લાંબી કબરને જોઈને બીજા કોઈ ગામમાં આવી લાંબી કબર હશે કે કેમ એ જાણુવાની પણ ઈચ્છા સહજ પણે થઈ આવે છે.
ગામની અંદર શ્રીમતી પુરબાઈ કાનજી રાજગોરના નામની હાઈસ્કૂલ, દરિયાથાન નામનું લુવાણા કોમનું ધર્મસ્થાન, રણછોડજીનું મંદિર, ગામના આથમણા નાકે લુવાણ કેમનું મેરલી મંદિર અને એની નજીકમાં આશાબ પીરની દરગાહ છે.
તળાવના કિનારા ઉપર આશાપુરી માતાનું મંદિર છે. આ મંદિર ખંડિત અવશેષ જેવું અને પુરાતત્વના અભ્યાસીઓનું વિશેષ ધ્યાન દોરે એવું છે. આના એક થાંભલા ઉપર કોતરવામાં આવેલ વિ. સં. ૧૧૫૮ ની સાલ ઉપરથી લાગે છે કે, આ મંદિર પિણા નવસે વર્ષ જેટલું પુરાતને તે છે જ, આ મંદિરની કથા એવી છે કે, પહેલાં આ મંદિરમાં ભદ્રકાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org