________________
ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળો વર્તમાન ભદ્રેશ્વર ગામ નજીકના ભૂતકાળમાં આ જ નામથી અને દૂરના ભૂતકાળમાં ભદ્રાવતી નગરીના નામથી કેટલું બધું સમૃદ્ધ, વૈભવશાળી અને વિખ્યાત શહેર હતું, એના સંખ્યાબંધ પુરાવા મળે છે. અને એનું અવલોકન આ પુસ્તકના “ભદ્રાવતી નગરી” નામે પાંચમા પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
આ નગરીને પ્રાચીનપણું તથા ગૌરવનું સૂચન કરતા જે પુરાવાઓ મળે છે, એમાં જેમ ગ્રંથસ્થ ઉલે અને દંતકથાઓ કે અનુશ્રુતિએને સમાવેશ થાય છે, તેમ પ્રાચીન શિલ્પ-સ્થાપત્યરૂપે સચવાયેલ પુરાતત્ત્વીય અવશેષોનો પણ સમાવેશ થાય છે. પહેલાં (પૃ. ૮૮ માં) સૂચવવામાં આવ્યું છે તેમ, ભદ્રેશ્વર-વસઈના જિનમંદિરની આસપાસની ઊંચાણ-નીચાણવાળી ધરતી, જાણે પટ્ટણ સે દટ્ટણ” ની ઉક્તિ પ્રમાણે, આ નગરીના પુરાતન અવશેષને પોતાના પેટાળમાં સમાવીને બેઠી હોય એમ, પુરાતત્વ સંબંધી ખોદકામ તથા શેપળ માટે ઘણું ફળદાયક ભૂમિ બની રહે એવી છે.
પણ આ ધરતીના ખોદકામથી, તેમ જ એની વિશેષ શોધખોળને પરિણામે, જે કંઈ પ્રાચીન એતિહાસિક સામગ્રી મળી આવવાની સંભાવના છે, એ વાતને બાજુએ રાખીએ તેપણ વર્તમાન ભદ્રેશ્વર ગામની અંદર તેમ જ એની આસપાસ તથા ભદ્રેશ્વર વસઈ તીર્થના જિનમંદિરની ચારે તરફ જે પ્રાચીન-અર્વાચીન, નાની મોટી, સંખ્યાબંધ ઈમારતે ભગ્નાવશેષરૂપે કે સારી હાલતમાં અત્યારે ઊભી છે, એ પણ આ નગરીની કથા ઉકેલવામાં સહાયરૂપ થઈ શકે એવી છે. આ ઈમારતે તથા પુરાતન અવશેષ જૈન, બ્રાહ્મણ તથા ઈસ્લામ ધર્મને લગતાં તથા કચ્છના રાજકીય ઇતિહાસને લગતાં પણ છે.
ત્યારે હવે એ અવશેષમાં ડુંક પરિભ્રમણ કરીએ.
ચાર ભાઈબંધેનાં સ્મારક – જગદ્ગશ જેમ મોટા શાહદાગર અને સાહસી દરિયાખેડૂ હતા, તેમ પોતાની ટેક અને ભાઈબંધી જાળવવામાં પણ શૂરાપૂરા હતા. તેથી એમના સાહસી, હેતાળ અને સેવાપ્રેમી જીવનને રસ ચખાડતી કંઈ કંઈ અણુલાખી દંતકથાઓમાં, જગડૂશાના બચપણથી જ શરૂ થતી અને છેક સુધી નભી રહેતી, ચાર ભાઈબંધની કથા જાણે અંતરને વશ કરી લે એવી સરસ અને આકર્ષક છે.
આ ચાર ભાઈબંધ તે જગડૂ પિતે, એક વણિકપુત્ર. બીજે બ્રાહ્મણ, નામે ખંડે. ત્રીજે હતો હરિજન–મેઘવાળ, એનું નામ દુદે. અને ચોથે ખીમલી પીંજાર, જાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org