________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
મુસલમાન. જુદી જુદી નાત-જાત અને જુદા જુદા ધર્મના આ ચારે ભાઈઓની હત–પ્રીતની વાર્તાઓ-કથાઓ સાંભળતાં તે જાણે એમ જ લાગે કે ચ ૨-ચાર ળિયાંમાં એક જ જીવ વસી ગયો હતો ! બધાય એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થતા, અને એકબીજાને માટે પ્રાણ આપવા તૈયાર રહેતા. ૧
જગડૂશાએ પિતાની ભાઈબંધીને અને પિતાના ભાઈબ ધોનાં નામને અમર બનાવવા, લોકો ધર્મ કરીને સુખી થાય એવાં, ત્રણ દેવસ્થાને પિતાના ખરચે બનાવ્યા હતાં, અને લેકે સદાય શીતળ અને મીઠું જળ પીને પિતાના ચેથા દસ્તને પણ યાદ કરે, એ માટે એક મોટી વાવ બંધાવી હતી. એમણે બ્રાહ્મણ મિત્ર ચે ખંડાની યાદમાં દરિયા કિનારે
ખંડા મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. ખીમલી પીંજારાના સ્મરણ નિમિત્તે એક મસ્જિદ ચણાવી હતી. પોતાની સ્મૃતિ માટે ભદ્રેશ્વર-વસઈ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને મેઘવાળ કોમના મિત્ર દુદાની સ્મૃતિ માટે જબરી વાવ બંધાવી હતી. અને, લોકજીભે રમતી કથા તે એમ પણ કહી જાય છે કે, જગડુશાએ પિતાના ભલા માટે જિનમંદિરમાં જેટલું ધન વાપર્યું હતું, એના કરતાં પિતાના હરિજન દસ્ત દુદાના કલ્યાણ માટે બંધાવેલ વાવમાં, ભલે નામ પૂરતું પણ કંઈક વધારે નાણું ખરચ્યું હતું !
આ તે એક દંતકથા જ છે, એટલે એના સાચા-ખેટાપણાની પરીક્ષામાં ઊતરવાનું ન હોય. પણ આ ચારે સ્મારકો અત્યારે પણ મોજૂદ છે. અને એ સ્મારકોની આસપાસ રચાચેલી, વહેતી થયેલી અને અત્યાર સુધી લોકજીભે સચવાઈ રહેલી દંતકથા જગડુશાના ઉદાત્ત, ઉદાર અને ઉમદા વ્યક્તિત્વનું આફ્લાદકારી દર્શન કરાવી જાય છે, એમાં શક નથી. - જિનમંદિર સિવાયનાં બાકીનાં ત્રણે સ્થાપત્યોનો પરિચય આગળ ઉપર આપવામાં આવ્યો છે.
જગડુશાની ત્રણ મહેલાતે-ભદ્રેશ્વર નગરની જાહોજલાલીમાં, વિક્રમની તેમ ચૌદમી સદીમાં, જગડુશાનો ફાળો ઘણો મોટો હતો અને એમની સંપત્તિની, સાહ્યબીની, લેકોપકારની, શૂરાતનની તથા ધર્મકરણીની અનેક વાતે ગ્રંથોમાં તેમ જ લકકથાઓમાં સારા પ્રમાણમાં સચવાઈ રહી છે. એટલે જગતપિતાનું બિરુદ મેળવનાર એ નરરત્નની એ નગરમાં કેવી કેવી હવેલીઓ અને વેપાર માટેની ઈમારતો બની હશે, એની હવે તે કલ્પના જ કરવાની રહે છે. આ બધી ઈમારતમાંથી અત્યારે ભદ્રેશ્વરમાં જગડુશાન મહેલ, જગડુશાન ભંડાર અને જગડુશાની
૧. આ ચારે ભાઈબંધની કલ્પનારણ્ય કથા ખૂબ આકર્ષક શૈલીમાં “જગતશાહ” નામે નવલકથામાં આપવામાં આવી છે. આ નવલકથા જગડશાના જીવનને કેન્દ્રમાં રાખીને રચવામાં આવી છે. એના લેખક છે. ગુજરાતના લોકપ્રિય અને સિદ્ધહરત નવલ-લેખક સ્વ. શ્રી ગુણવંતરાય આચાર્ય. આ પુસ્તક અમદાવાદના શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org