________________
૨૦
આ પુસ્તકના પ્રકાશનથી શ્રી રતિલાલભાઈએ કચછ પર અને કચછના ઈતિહાસ પર મેટે ઉપકાર કર્યો છે. કરછ વિષે એમના અંતરમાં કેટલો આદર છે, તે એમના આરંભના શબ્દોથી જ સમજી શકાય છે. “કચ્છ પછાત છે” એમ કહેનારની આંખે લેખક ખેલી નાખી છે. કચ્છ પછાત પ્રદેશ નથી, પણ આગળ વધતા જગતની પ્રગતિ સાથે કદમ મિલાવનાર પ્રગતિમાન પ્રદેશ છે. એ વાત એમણે પોતાના જાતઅનુભવથી સાબિત કરી બતાવી છે. ભારતની જનતા જ્યારે સુષુપ્તિમાં હતી ત્યારે કછ-માંડવીના પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જાગી ઊઠડ્યા હતા અને બ્રિટિશ સલતનત સામે એમણે કાતિને ઝંડે ફરકાવી દીધો હતો. ગુજરાતના સાહિત્યકારો અને કલાકારોને ચમકાવનાર “વીસમી સદી'ના તંત્રી કચ્છના હાજીમહમદ અલારખ્યા શિવજી હતા. કચ્છ-ભુજમાં કવિઓ ઘડવાની ભારતની એકની એક પાઠશાળા સ્થાપનાર કચછના મહારાઓશ્રી કવિ લખપતજી હતા. આવા અનેક દ્રષ્ટાંતે રજૂ કરીને કચ્છના સાચા સ્વરૂપથી લેખકમિત્રે ગુજરાતની જનતાને વાકેફ કરી છે.
કચ્છની અસ્મિતા અને સંસ્કારિતાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે: “કચ્છની ધરતીને ઈતિહાસ અને તેના અસ્તિત્વની કથા છેક પુરાણકાળ સુધી વિસ્તરેલાં છે. અને અનેક સંત-મહાત્માઓ, સતીએ સન્નારીઓ, શુરવીરો અને સાહસિકે, સાગરખેડૂઓ તથા શાહદાગરેએ કરછની ધરતીને શીલ અને સમર્પણની ભાવના, ઠંડી તાકાત અને સંપત્તિથી તેજસ્વી અને ગૌરવવંતી બનાવી છે, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ એક જ વાક્યમાં સમસ્ત કચ્છનો સમાવેશ થઈ જાય છે અને ક૭ શું છે તે સમજી શકાય છે.
સત્તરમી સદીની શરૂઆતમાં ક૭અબડાસાના આરીખાણું ગામના વર્ધમાન અને પદ્મસિંહ નામના બે જૈન ભાઈએ આરીખાણાથી ભદ્રાવતીમાં આવીને વસ્યા હતા અને દરિયામાગે વેપાર ખેઠીને એમણે અઢળક ધનની કમાણી કરી હતી. નાનો ભાઈ પદ્મસિંહ તે છેક ચીન સુધી પહોંચી ગયો હતો. કચ૭ જેને માટે ગૌરવ લઈ શકે એવી આ કથા રતિભાઈએ કચછના નાનભંડારનાં જૈન શાસ્ત્રોમાંથી શોધી કાઢી છે.
ઈતિહાસ અને ભૂગોળની નવી વ્યાખ્યા આપતાં તેઓ જણાવે છે કે, “ધરતીની કથા તે ભૂગોળ અને માનવીની કથા તે ઇતિહાસ.” એટલે “ભદ્રેશ્વર-વસહી મહાતીર્થ” માં ઈતિહાસ અને ભૂગોળ ઉભયને સમાવેશ થઈ જાય છે.
જેમ્સ બર્જેસ અને લેફટનન્ટ પિસ્ટોન્સ જેવા મહાન અંગ્રેજ ઈતિહાસકારોએ પણ આ મહાતીર્થના સંશોધન પાછળ કેટલો પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પણ આ પુસ્તક દ્વારા જાણી શકાય છે.
આ પુસ્તકના પ્રકાશનથી કરછની ત્રિપુટી અને અમદાવાદની ત્રિપુટીના આતમા આજે પ્રસન્નતા અનુભવતા હશે.
શ્રી રતિલાલજીએ અવિશ્રાંત શ્રમ ઉઠાવીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને ભદ્રાવતી મહાતીર્થના ઇતિહાસની મહાન ભેટ આપી છે. મહાગુજરાતની જનતા એની કદર કરીને આ અમૂલ્ય ભેટને સહર્ષ વધાવી લેશે એ આશા અસ્થાને નથી. સુષુ કિ બહુના? ૯, દીનદયાલ સોસાયટી, અમદાવાદ-૯;
-દુલેરાય કારાણી વસંત પંચમી. વિ. સં૨૦૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org