SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મેટી ખાખર (કચ્છ)ને “શત્રજયાવતાર' નામના જૈન મંદિરમાંથી વિ. સં. ૧૯૫૬ના સમયને સંસ્કૃત શિલાલેખ મલ્યો છે, તે પરથી જણાય છે કે, વિ. સં. ૧૬૫૬માં વિજયસેનસૂરિની આજ્ઞાથી વિવેકહર્ષ ગણિએ કચ્છમાં વિહાર કરી એક ચાતુમસ ભુજમાં અને બીજે ચાતુર્માસ રાયપુરમાં કર્યો હતા. તે દરમિયાન કચછના રાવ ભારમલજીએ ભુજ નગરમાં “રાયવિહાર ” નામે એક સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું, ત્યાર પછી વિવેકહર્ષ ગણિ કચછના જેસલા નામે પ્રાંતમાં ગયા; ત્યાં ખાખરના લેકને શ્રદ્ધાવાન કરી ગુજરાતમાંથી સલાટો બોલાવી સં૧૬૫૭માં કેટલીક જન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ગામના બીજા શ્રાવકેએ સં. ૧૬૫૯માં “ શત્રુ જયાવતાર ' નામનું બીજું ભવ્ય મંદિર બંધાવ્યું. - ભદ્રાવતીના ઉદ્ધારમાં, માંડવીના યતિ ખાંતિવિજયજીની પ્રેરણાથી, મહારાઓશ્રી દેશળજી બીજાએ પણ મોટો ફાળો આપ્યો હતો. આવી ઘણી વાતો, જે કચછના જૈન ભંડારોમાં જ છુપાયેલી હતી. તેને શ્રી રતિલાલજીએ જાહેર જનતા સમક્ષ રજૂ કરી દીધી છે. : દેશળ દરબારનાં ચૌદ રત્ન ગણતાં, તેમાં પ્રથમનાં ત્રણ રત્ન તરીકે “મોતી, મેર, અરુ ખત' એ ત્રણ જૈન યતિઓને સમાવેશ થતો. ખંત એટલે માંડવીના યતિ ખાંતિવિજયજી. આ ખાંતિવિજયજી “બેડા ગોર” એટલે “બહેરા ગોરજીના નામે ઓળખાતા. એ ધનવંતરી વૈદ જેવા મોટા નાહીદ હતા. બાળકો માટે એમની બાળાગોળીઓ આખા કચ્છમાં પ્રખ્યાત હતી. એમની નાડી પરીક્ષાનો એક કિસ્સો છે. એક વખત આ બોડા ગોરજી એક ચારણ કવિની નાડી જોઈ રહ્યા હતા. નાડી પરીક્ષા વખતે દરદીનો હાથ બેલત હોય છે અને દિને હાથ તેને સાંભળતો હોય છે. આ પરિસ્થિતિ જોઈને ચારણ કવિના અંતરમાંથી એક કચ્છી દેહારો બહાર આવી પડયો હથ બોલે ને હથ સુણે, કન તાં સુણે ન કીં; કાં બડે ગુરુજી સુણે, ખ્યો કે સુણે ન તીં. હાથ બોલે છે અને હાથ સાંભળે છે. અને તે બીજે કઈ ન સાંભળે એવી રીતે સાંભળે છે. કચ્છ રાજ્યને સહાયભૂત થવામાં જેન તિઓનો મોટો હિસ્સો છે. સૌથી પ્રથમ કચ્છના બાલ રાજકમાર પહેલા ખેંગારજીના નિરાધાર જેવા હાથને પોતાના હાથમાં લઈને તેના ભગ્ન હૃદયમાં નવો ઉત્સાહ ભરનાર ચરાડવાના યતિ માણેકબેરજી હતા. ' ખેંગારજી બાવા કચછની ગાદીએ આવ્યા ત્યારે માણેકમેરને બાર ગામ આપેલાં અને જેને પર લાગે કરી આપેલો. કચ્છ-ભુજની વ્રજભાષાની પાઠશાળાના પહેલા અધ્યક્ષ રાજસ્થાનના યતિ કનકકુશળજી હતા. એમને ભટ્ટાર્કને ખિતાબ અને રેહા ગામ લખપતજીએ આપેલ. કચછ રાજ્ય પર જૈનધર્મને એટલો પ્રભાવ હતો કે, પર્વાધિરાજ પર્યુષણના સમયે, પુરા પંદર દિવસ સુધી, કચ્છમાં પૂરેપુરી અહિંસા પાળવામાં આવતી. પંદર દિવસ લગી ઘેટાં-બકરાં સલામત રહેતાં, દરિયાની માછલીઓ પણ સલામત રહેતી. કંદોઈને મીઠાઈને ચૂલે પણ સળગતો ન હતો. કાળીઆન (ચણાનો) તાવ અને લુહારની ભઠ્ઠી પણ બંધ રહેતાં. કચ્છનાં ચારે શહેરોમાં અને ગામડે ગામડે પર્યુષણને સાદ ફેરવવામાં આવતે અને માતા અહિંસાનું પાલન કરવામાં આવતું. આ નિયમને ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરતે. કચ્છ રાજ્ય પરના જૈનધર્મના ઉપકારોને યાદ રાખવા અને તેને યત્કિંચિત્ બદલે વાળવા અહિંસાના આ નિયમને સખત રીતે અમલ કરવામાં આવતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy