________________
ભસરના દેરાસરમાં આજે ભોંયરાવાળી દેરી કહેવાય છે, ત્યાં એક મોટું ભંયરું હતું કેઈને ખબર ન પડે તેમ તેનું મેટું બંધ કરવામાં આવ્યું હતું. કચ્છી લેકે કહેતા કે, આ ભાંયરું છેક જામનગર સુધી જાય છે.
ભદ્રાવતી પર કેટકેટલાં કાળચક્ર ફરી વળ્યાં છે, કેટલા રાજાઓ એના પર રાજ કરી ગયા છે, કેટલાં યુદ્ધો લડાય છે, તેને શંખલાબદ્ધ ઇતિહાસ ઊંડા સંશોધનથી લેખકે અહીં રજૂ કર્યો છે.
વસહી મહાતીર્થ ભદ્રાવતીના ઇતિહાસ માટે એમણે તો જાણે ભેખ જ ધારણ કરી લીધે હતો. જૈન શાસ્ત્ર, પુરાણ, પ્રાચીન અને અર્વાચીન હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ઐતિહાસિક ગ્રંથ તથા કચ્છના ઈતિહાસનો હાથ ચડથી તેટલાં તમામ પુસ્તકોને ખડલે પોતાની આસપાસ ખડકીને એસી ગયા, જ્યાં જ્યાં ભદ્રાવતી નજરે ચડે ત્યાં ત્યાં ઊડી નજરે તેનું નિરીક્ષણ કરવા લાગ્યા અને હંસદૃષ્ટિથી તારતમ્ય ખેંચવા લાગ્યા.
એમને વિચાર આવ્યો કે, માત્ર ગ્રંથ દ્વારા ભદ્રાવતીનાં સાયાં દર્શન થઈ શકે તેમ નથી; ભદ્રાવતીનું સાચું સ્વરૂપ નિહારવા માટે તે, કવિ ગુપ્તજી કહે છે તેમ, તેના ખોળામાં જઈને બેસવું જોઈએ. એટલે કચ્છની ધરતીનું અવલોકન કરવા અને કચછના જૈન ભંડારોમાં પડી રહેલા ગ્રંથને ઉકેલવા માટે રતિલાલભાઈ કચ્છમાં ઊતરી પડવા, ઘણું દિવસે કચ્છમાં રોકાયા, કચ્છની પંચતીર્થીનાં ઐતિહાસિક દષ્ટિએ દર્શન કર્યા અને ભદ્રાવતી સંબંધી એક એક તત્વને ઝીણી નજરે જોઈને તેને સાર તારવી લીધો. પછી તે ભદ્રાવતી દેવી ખુદ એમના કાઠામાં આવી વસ્યાં અને એમના અંતરનાં દ્વાર ઉઘાડી દીધાં. ભદ્રાવતીનું સાચું સ્વરૂપ એમની કલમે ઝીલી લીધું, પરિણામે ભદ્રાવતીના ઈતિહાસને આ અમૂલ્ય ગ્રંથનાં આપણને દર્શન થઈ શક્ય.
એમની કલમે ભદ્રાવતીના સંશોધન સાથે કચ્છના ઇતિહાસની કેટલીક હકીકત ૫ર ૫ણું ન પ્રકાશ પાથર્યો છે. જેન ભંડારોમાં દબાઈ રહેલી કચ્છના ઇતિહાસની અને કચ્છના રાજવીઓની કેટલીક વાત એમના સંશોધને બહાર આણી છે. કચ્છના રાજવીઓ આજથી ૪૦૦ વરસ પહેલાં પણ જૈનધર્મ પ્રત્યે કેટલી આસ્થા ધરાવતા હતા, તેનું આપણને ભાન થાય છે.
રાઓશ્રી પહેલા ખેંગારજી તે એમ જ માનતા હતા કે, એમને કચછનું રાજ્ય અપાવનાર ગોરજી માણેકબેરજી છે; ભુજમાં માણેકમેરજીની પિશાળ આજે પણ એ વાતની યાદ આપે છે. પિશાળમાં અંબાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. માણેકમેરજીએ ખેંગારજીને આપેલી સાંજે સાંગ વડે ખેંગારજીએ અમદાવાદમાં સિંહને માર્યો હતો તે–આજે પણ ત્યાં મોજૂદ છે. વિજયાદશમીના દિવસે આ સાંગનું પૂજન કરવામાં આવે છે. કચ્છને પાટવીકુંવર પહેલે એકડો ઘૂંટવા માણેકમેરજીની પિશાળમાં જતો અને પિશાળને ગરજ એના કાનમાં “ઓમ નમઃ સિદ્ધાય” એ યંત્ર દૂકતે, એ વાત તે પ્રખ્યાત છે.
ખેંગારજી બાવાના કુંવર ભારમલજી ગાદીએ આવ્યા ત્યારે ભદ્રાવતીના તીર્થધામ અને દેરાસરની જમીનને કબજે ભારમલજીના ભાયાત અને મસિયાઈ ભાઈ હાલા ડુંગરજીએ લઈ લીધા હતા. પણ, મુનિ શ્રી વિવેકહર્ષ ગણિના પ્રયાસથી, રાઓશ્રી ભારમલજીએ ડુંગરજીને સમજાવીને દેરાસરનું જેન તીર્થ અને તીર્થની જમીન શ્રાવકને સોંપી દીધાં, એટલું જ નહિ પણ પિતા તરફથી મુન્દ્રા તાલુકાનું કુંદરોડી ગામ પણ દેરાસર નીચે આપી દીધું હતું. આ હકીકત રતિલાલભાઈના સંશોધનમાંથી જ બહાર આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org