SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ રતિલાલભાઈમાં મૂર્તિમંત થતે જોઈ શકીએ છીએ. એ વડીલોના આ ઉચ્ચ સંસ્કાર ભદ્રાવતીના ઇતિહાસનાં પ્રેરક બળ બની રહ્યાં છે. હિંદી સાહિત્યના કવિસમ્રાટ સ્વ. શ્રી મૈથિલીશરણ ગુપ્ત “ સાકેત” નામે એક અમૂક પુસ્તકની રચના કરી છે. સાકેત એટલે અયોધ્યા, આ અયોધ્યાનું વર્ણન કરતાં પહેલાં કવિશ્રી દેવી સરસ્વતીને વિનંતિ કરે છે– अयि दयामयी देवी सुखदे सारदे, इधर भी तव वरद पाणि पसार दे! दास की यह देह-तंत्री सार दे, रोम तारों में नयी झंकार दे! અર્થાત એ દયાવંતી દેવી, સુખદાત્રી શારદા માતા, અહીં આ મારી તરફ પણ તારો વરદાન દેનારો હાથ પસારી દે! તારા દાસની દેહસિતારીના તાર સુમેળમાં મિલાવી દે અને એના રામ રોમરૂપી તારોમાં નવો ઝંકાર ભરી દે ! માતા શારદાને આટલી અરજ કરીને કવિશ્રી પિતાની કલમ ચાલુ કરતા નથી, પણ બીજી અરજ કરે છે– चल अयोध्या के लिये सजा साज तू, माँ मुझे कृतकृत्य कर दे आज तू . – એ માતા ! તું તારા સાજ સજીને મારી સાથે અયોધ્યા ચાલ! અને તું મને આજે કૃતકૃત્ય કરી દે! - કવિ ગુપ્તજીએ “સાકેત ને પ્રારંભ કરતાં જે લાગણીઓ અનુભવી હતી, એવી જ લાગણીઓ આ ભદ્રાવતીની શરૂઆત કરતાં પહેલાં મારા મિત્ર રતિલાલજીએ પણ અનુભવી હોય એ તદ્દન શકય છે. “સાકેત ”ના નાયક રામ છે, ભદ્રાવતીના જગડૂશા છે. જગડૂશનું નામ પણ સમસ્ત ભારતમાં સવિખ્યાત છે. એ દૃષ્ટિએ પણ આ ભદ્રાવતીનો ઈતિહાસ એક અગત્યનું સ્થાન ધરાવે છે. આ ઈતિહાસ માત્ર જૈન સમાજનો જ નહિ, એકલા કચ્છ, સૌરાષ્ટ્ર કે ગુજરાતને જ નહિ, પણ ભારતના જ એક અંગ સમાન બની જાય છે. એના આલેખન પાછળ રતિલાલભાઈ એ જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તેનું તે મૂલ્ય જ થઈ શકે તેમ નથી. હદયના રંગ વગર આવી રચના થઈ શકતી નથી. આ પુસ્તક ધાર્મિક દષ્ટિએ, ઐતિહાસિક દષ્ટિએ અને સ્થાનિક દૃષ્ટિએ પણ એક વિશિષ્ટ કૃતિ બની જાય છે. • કચ્છના રાઓશ્રી રાયધણજી બીજાના વખતમાં કચ્છની ખંડણી વસૂલ કરવા અમદાવાદના નવાબે, વિક્રમની અઢારમી સદીની અધવચ્ચે, પઠાણ અઝીમ બેગને મેટા લશ્કર સાથે કર પર ચડાઈ કરવા મોકો હતો. તેને મુન્દ્રાવાળા પીર શાહ મુરાદ બુખારીએ સમજાવીને પાછો વળે હતો, આ વાતને અનુમોદન આપતા અને એના વિષે વિશેષ હકીકત રજુ કરતા કચ્છના જૈન ભંડારના લેખે કહે છે કે, સંવત ૧૭૯૪માં આઝીમ બેગે વસહીનાં દેરાં પર હુમલો કરીને મૂતિઓ ભાંગી નાખી હતી. આ એતિહાસિક શોધ પણ રતિલાલભાઈના સંશોધનનું જ પરિણામ છે. જૈન શાસ્ત્રોને સંરક્ષણ માટે તેમને દેરાસરોનાં ઊડાં ભેચરાંમાં ભંડારી રાખવામાં આવતાં. આ મુક્તિને લીધે જ વિદેશીઓના આક્રમણમાંથી જૈન શાસ્ત્રો બચી જવા પામ્યાં છે, જે આજે ભારતની અમૂલ્ય મૂડી સમાન બની ગયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy