________________
શ્રી ભોજર વસઈ મહાવીe “આકિએલેજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા”( No. 2), એપેન્ડિકસ XIIમાં નં. ૫પના લેખ તરીકે છપાયેલ છે. [ ચિત્ર નં. ૫૩]
(૩) ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતા અન્ય લેખો ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતે સૌથી જૂનો શિલાલેખ, જેને ડૉ. બજેસે જાતે જોયો હતો, તે ભદ્રેશ્વરના દેરાસરમાંનો વિસં. ૧૧૩૪નો લેખ જ હતું, પણ આગળ સૂચવ્યું તેમ, એ અત્યારે વિદ્યમાન નથી.
અત્યારે વિદ્યમાન આવા શિલાલેખમાં સૌથી પ્રાચીન શિલાલેખ આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપરને વિ. સં. ૧૧૫૮નો છે. પણ એ એટલે બધા ઘસાઈ ગયો છે કે એમાં સંવત સિવાય બીજું કંઈ ઉકેલી શકાતું નથી. ભદ્રેશ્વરના તળાવના કિનારે અત્યારે પણ સંખ્યાબંધ પાળિયા મેજૂદ છે. આ અંગે “કચ્છનું સંસ્કૃતિદર્શનમાં (પૃ. ૯૦) લખ્યું છે કે –“આ પાળિયામાંના કેટલાકમાં “સં૦ ૧૩૧૯ મહા વદિ ૫ને સામે લખેલું વાંચી શકાય છે. ગુજરાતના ભીમદેવને ચણાવેલ કિલો પાર દેશના પીઠદેવે તોડ્યો (જગડુચરિત, સર્ગ ૫, શ્લોક ૪) તે સમયને આ સંવત હોય એમ લાગે છે. જગડૂશાએ વિશળદેવની મદદથી આ કિલ્લાનો પુનરોદ્ધાર કરેલો.” આ ઉલેખ પ્રમાણે આ પાળિયા જગશીના સમયના છે, એટલું જ નહીં, એ એમના જીવનની ભદ્રશ્વરને કિલે ફરી બંધાવવા જેવી ઐતિહાસિક ઘટનાની સાક્ષી પણ પૂરે છે.
- ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતા શિલાલેખે આથી વિશેષ ઉપલબ્ધ થતા હોય તો તેની માહિતી હું મેળવી શક્યો નથી.
પ્રતિમાલેખે–ભદ્રેશ્વરના દેરાસરમાંની પ્રતિમાઓ ઉપરના લેખે ઉકેલવાન અમે કેટલાક પ્રયત્ન કર્યો હતો; પણ એ લેખે બે કારણે સર આ પુસ્તકમાં આપી શકાયા નથી : (૧) પહેલું કારણ એ કે આવા લેખેને શુદ્ધ રીતે ઉકેલવાની મને ફાવટ નથી; અને (૨) બીજું કારણ એ કે ભદ્રેશ્વરમાંની પ્રતિમાઓ ઉપરના લેખેને ઉપલક દષ્ટિએ તપાસતાં કોઈ પણ પ્રતિમાલેખમાં ભદ્રેશ્વરનું નામ જોવા મળ્યું નથી.
એક લેખ અંગે મહત્વને ખુલાસે–“કચ્છનું સંસ્કૃતિદર્શન” માં (પૃ. ૨૬૭) લખ્યું છે કે
“ભદ્રેશ્વરમાં વસતિના દેરાસરમાં વિ.સં. ૧૮૭રને એક લેખ છે તેમાં ત્યાંના ઘસાઈ ગએલા પ્રાચીન શિલાલેખેને પણ ઉલ્લેખ કરી વીર સંવત ૪૫થી પછી કપ્તાન મૅકડેએ એ મંદિરને સમું કરાવવાને તથા અસલ દસ્તુર
૩. આ શિલાલેખ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી સંપાદિત “હિસ્ટોરિકલ ઈસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત” પાર્ટ ૩ ના પરચૂરણ વિભાગમાં (પૃ ૧૬૦) તથા શ્રી રામસિંહજી રાઠોડ કચ્છનું સંસ્કૃતિદર્શનમાં (૫૦ ૨૭૬) પણ છપાયેલ છે. આ લેખને ફરી ઉકેલવાની જરૂર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org