________________
Rimida છે, જે શ્રી દલપતરામ ખખરની નેંધનું સમર્થન કરે છે, અને ડૉ. બજેસની નોંધથી જુદું પડે છે.
ભદ્રેશ્વર તીર્થમાં એકાદ સિકા પહેલાં જે જે સાલના શિલાલેખો વિદ્યમાન હતા તેની ઉપલબ્ધ થતી માહિતી ઉપર પ્રમાણે છે. પણ અત્યારે તે આમાંને એક પણ શિલાલેખ મોજૂદ નથી; બધા જ ચિરુડીના પ્લાસ્ટર નીચે એવા ઢંકાઈ ગયા છે કે આજે એને નામમાત્ર જેટલો પણ અણસાર મળતો નથી. તેથી એ કાળે એ વિદ્યામાન હોવાની આટલી નોંધ ઉપરથી જ સંતોષ માનવાને રહે છે.
(૪) ડે. ભાંડારકરે ભદ્રેશ્વરના દેરાસરના એક થાંભલા ઉપરના જે લેખની નોંધ નથી લીધી, તે લેખ છે. બજેસે આર્કિઓલોજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા” (No. ૨)માં એપેડિકસ ૫ માં નં. ૪૩ના લેખ તરીકે છાપ્યો છે, પણ તે અશુદ્ધ છે. તેની નકલ જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ કરેલ પ્રેસકેપીઓના સંગ્રહમાં છે. આ આખે સંગ્રહ તેઓએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને ભેટ આપે છે. તેની ૩૩૦ નંબરની પ્રેસકોપીના પૃ. ૪૧માં એ લેખની નકલ કરેલી છે, જે આ પ્રમાણે છે –
[1] સંવત ૧૨૩૦ ઘરે આNr[2]ઢ સુકાવાદ શ્રીમ3]ળઢિ માર પાન [4] શ્રીમનું વેચાવિનાયક
નોંધ પ્રમાણે આ લેખ નવ લીટીને છે, અને એમને આટલો જ ભાગ વાંચી શકાય એવો તે વખતે હતે; અને પછી તે, ઉપર ધેલ બીજા લેખની જેમ, એ પણ સાવ લુપ્ત થઈ ગયો! આ શિલાલેખ કેતરવાનો હેતુ પછીની પંક્તિઓમાં સેંધેલો હશે, અને એ લીંટીઓ તો એ વખતે જ ભૂંસાઈ ગઈ હતી, તેથી એ જાણી શકાય એવી સ્થિતિ રહી ન હતી.
(૨) ભદ્રેશ્વરના ઉલ્લેખવાળો શિલાલેખ ભદ્રેશ્વરના જિનમંદિર સિવાયના બીજા સ્થાનના શિલાલેખમાં ભદ્રેશ્વરનું નામ મળતું હોય એ અત્યાર સુધીમાં એક જ શિલાલેખ મારા જેવામાં આવ્યો છે. અત્યારે ભદ્રેશ્વર ગામથી દરિયા તરફ દેટેક માઈલની દૂરી પર આવેલ ચોખંડા મહાદેવ નામે જાણીતા દેવમંદિરના એક ઓટલા ઉપર ચડવામાં આવેલ આ શિલાલેખ બિલકુલ અરક્ષિત સ્થિતિમાં છે. ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહ દેવના ઉલ્લેખવાળો આ શિલાલેખ વિ. સં. ૧૧લ્પ અષાડ સુદિ ૧૦ ને રવિવાર છે. છ લીટીના આ અપૂણ શિલાલેખની ચોથી લીટીમાં “શ્રીમદ્દેશ્યા ” (સાગળ કિનારે ધરાવતું ભદ્રેશ્વર) અને “મશ્યાછે” (ભદ્રેશ્વર નામના સ્થાનમાં)-એમ બે વાર ભદ્રેશ્વરનું નામ આવે છે. આ શિલાલેખ ઘણું જાણીતું છે, અને એ ડૉ. બજેસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org