________________
આપત્તિઓ અને જીર્ણોદ્ધા પણ છેવટે એમણે જ સંભાળી હતી, એટલું જ નહીં, શ્રી શંત્રુજય તીર્થની અને એની યાત્રાએ જતા યાત્રાળુઓની રખેવાળી કરવાનો સૌથી પહેલ કરાર પાલીતાણા રાજયે (તે વખતે એની રાજધાની ગારિયાધારમાં હતી), વિ. સં. ૧૭૦૭માં, જૈન સંઘની વતી, શ્રેષ્ઠી શાંતિદાસ તથા શ્રેણી રત્ના સુર સાથે જ કર્યો હતે. ૩૧
ખરતર ગચ્છના મહાન પ્રભાવક યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી તથા એમના પટ્ટધર શ્રી જિનસિંહસૂરિજી વગેરેએ પણ સમ્રાટ અકબર ઉપર ઘણે પ્રભાવ પાડ્યો હતો અને અમારિ પળાવી હતી, તેમ જ ખંભાતના દરિયામાં એક વર્ષ સુધી કઈ હિંસા ન કરે (જાળ ન નાખે) એવી રાજઆજ્ઞા પણ મેળવી હતી. બિકાનેરના મંત્રી કર્મચંદ બછાવત અને જેસલમેરના પીરશાહ જેવાં પ્રભાવશાળી શ્રાદ્ધરત્નો પણ આ સદીમાં જ થયાં હતાં.
એ જ રીતે અંચળગચ્છનો પણ વિક્રમની સત્તરમી સદીમાં ઘણે ઉદ્યોત થયો હતો. ખાસ કરીને આ સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને તે અઢારમી સદીના બીજા દસકા (વિ. સં. ૧૭૧૮) સુધી–લગભગ છ દાયકા કરતાં પણ વધુ સમય સુધી-આ ગચ્છના મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રેરણાથી સંઘયાત્રાએ, પ્રતિષ્ઠાઓ અને બીજાં અનેક ધર્મકાર્યો એટલા મોટા પ્રમાણમાં થયાં હતાં કે જેથી એ સમયને શ્રી કલ્યાણસાગરસૂરિજીના યુગ તરીકે પણ ઓળખાવી શકાય. કચ્છની ધરતીમાં જન્મેલ આ આચાયે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતથી આગળ વધીને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને છેક બિહારમાં આવેલ મહાતીર્થ શ્રી સમેતશિખરજી વગેરે કલ્યાણક-ભૂમિઓ સુધી પાદવિહાર કરીને યાત્રાઓ કરી હતી. અન્ય પ્રભાવક આચાર્યોની જેમ આ આચાર્યશ્રીના જીવનની સાથે પણ અનેક ચમત્કારિક ઘટનાઓની જે વાતે મળે છે તે એટલું તે સૂચિત કરે જ છે કે તેઓને પ્રભાવ જૈન સંઘ ઉપરાંત અન્ય વર્ગ ઉપર પણ ઘણે વ્યાપક હતો અને રાજા તથા પ્રજા બન્નેમાં તેઓનું માન હતું.
આ આચાર્યશ્રીના હાથે જૈન શાસનની પ્રભાવનાનાં જે અનેક કાર્યો થયાં હતાં, એમાં અનેક ધર્મપરાયણ અને દાનવીર શ્રાવક શ્રેષ્ઠીઓને સાથ હતો; અને એમાં બે બાંધવા બેલડીઓનાં નામ અને કામ મોખરે તરી આવે એવાં છે. આ બે બાંધવ-બેલડીઓમાંની એક તે આગરાના ઓસવાલ જ્ઞાતિના, લોઢા ગોત્રના, શ્રેષ્ઠી ઋષભદાસના બે સુપુત્ર કુંવરપાલ (જેઓ કુરપાલના નામથી વિશેષ જાણતા છે) અને સેનપાલ; અને બીજા બે ભાઈઓની જેડી તે ભદ્રેશ્વર-ભદ્રાવતી નગરીના ઓસવાલ જ્ઞાતિના, લાલન ગાત્રના, અમરસિંહના બે સુપુત્ર વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ. આ બે શ્રેષ્ઠીઓ વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહે પણ શ્રી ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ બન્ને શ્રેષ્ઠીઓનું મૂળ વતન કચ્છમાં આરીખાણા નામે ગામ હતું; પણ પોતાના
૩૧. આ કરારને અસલ દસ્તાવેજ અત્યારે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સચવાઈ રહ્યો છે. અને એ આખો કરાર પેઢી તરફથી પ્રગટ થયેલ “શ્રી પાલીતાણું જૈન પ્રકરણ” નામે પુસ્તકમાં છપાયો પણ છે,
- ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org