________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એવું કહે છે કે જામ રાવળનું થાણું જૂના ભદ્રેશ્વરમાં હતું તેને ગુંદીયાળીવાળા રાયધણજીના ભાઈ મહેરામણ જીએ ઉઠાડીને સર કર્યું. તેના દીકરા ડુંગરજીએ તેને તેડીને નવું ભદ્રેસર વસાવ્યું. એ વાતને આશરે ત્રણસો વર્ષ થયાં લાગે છે."૩૦
ઉપર આપવામાં આવેલી બધી વિગતો ઉપરથી એટલું તો નક્કી થઈ શકે છે કે ડુંગરજીના કારણે ભદ્રેવરના જૈન તીર્થ ઉપર આપત્તિ આવી પડે એવા સંજોગો ઊભા થયા હતા અને પં. વિવેકહર્ષ ગણિ અને મહારાઓ શ્રી ભારમલજીના પ્રયાસથી એ તીર્થ એ આપત્તિમાંથી ઊગરી જવા પામ્યું હતું. એટલે મહારાઓ શ્રી ભારમલજીનું આ કાર્ય, આ તીર્થની રક્ષાની દૃષ્ટિએ, જીર્ણોદ્ધાર જેટલું જ મહત્તવનું ગણાય. અને તેથી ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં આ બનાવને આઠમા ઉતાર તરીકે ઓળખાવતાં સાચું જ કહેવામાં આવ્યું છે કે –
“આ સાતમા (જામ રાવળના) ઉદ્ધાર પછી સં૦ ૧૬૫૯માં, તે વખતના કચ્છભૂપાલ મહારાઓશ્રી ભારમલજીએ આ તીર્થની ચાલતી સદાવ્રતમાં મોટી સહાય કરી અને આઠમો ઉદ્ધાર કરાવ્યો.'
આ રીતે એક સંત અને એક રાજવીએ, ખરે વખતે, આ તીર્થને બચાવ કરીને, તીર્થ રક્ષાને યશ લીધે હતે.
(૧૪) વર્ધમાન શાહ તથા પવસિંહ શાહને ઉદાર–વિક્રમની સત્તરમી સદીના સમયને જૈન શાસનના વિશેષ ઉદ્યોતના સમય તરીકે ઓળખાવી શકાય એવા એવા શાસનપ્રભાવક આચાર્યો તથા શ્રાવક શ્રેણીઓ એ સમયમાં થઈ ગયા. એમના હાથે વિશિષ્ટ અને ચિરંજીવી પ્રભાવવાળાં કહી શકાય એવા શાસનપ્રભાવનાનાં અનેક સત્કાર્યો થયાં હતાં.
તપગચ્છમાં સમ્રાટ અકબરશાહની તપ ત્યાગ-સંયમમય જૈનધર્મને મહિમા સમજવાની જિજ્ઞાસાને સંતોષીને એની પાસે અહિંસા-અમારિપ્રવર્તનનાં તથા તીર્થરક્ષાનાં મહત્વનાં કાર્યો કરાવનાર તપગચ્છના નાયક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આ સમયમાં જ (વિ. સં. ૧૫૮૩૧૬૫૩ દરમ્યાન) થઈ ગયા. બાદશાહ અકબર પછીના મંગલ સમ્રાટ જહાંગીર અને શાહજહાં ઉપર પિતાને પ્રભાવ પાડીને એમની પાસે ધર્મકાર્યો કરાવનાર આચાર્ય શ્રી વિજયસેનસૂરિ વગેરે પણ આ સદીમાં જ થયા. આ આચાર્યો તેમ જ ઉપાધ્યાય શાંતિચંદ્ર, ઉપાધ્યાય ભાનુચંદ્ર તથા મુનિ સિદ્ધિચંદ્રના ઉપદેશથી પ્રભાવિત થયેલા મોગલ બાદશાહોએ શ્રી શંત્રુજય મહાતીર્થ, શ્રી ગિરનાર, શ્રી શંખેશ્વર, શ્રી સમેતશિખર વગેરે તીર્થોના માલિકી-હક્કો જેનોને આપ્યાનાં ફરમાને, એ તો આ સદીની અસાધારણ અને દૂરગામી પરિણામોવાળી ઘટનાઓ જ સમજવી જોઈએ. આખા ગુજરાત ઉપર તેમ જ દિલ્લીના મોગલ બાદશાહના દરબારમાં જેમને ઘણે પ્રભાવ હતો તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી (શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ સહસકરણ) આ યુગના ભારે શક્તિશાળી, કુનેહબાજ અને વગદાર શ્રાદ્ધરત્ન હતા. મોગલ સમ્રાટો તરફથી મળેલ જૈન તીર્થોની માલિકીનાં ફરમાનેની સાચવણી કરવાની અને એને અમલ થતો રહે એ જોવાની જવાબદારી
૩૦. આ પુસ્તક સને ૧૮૮૭માં એટલે વિસં. ૧૯૪૩માં પ્રગટ થયું હતું. આ ઉલેખ પ્રમાણે આ વાતને આશરે ચાર વર્ષ થયાં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org