________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી ભાગ્યને ખીલવવા માટે તેઓ તે વખતના વેપાર અને વહાણવટામાં ધીક્તા લેખાતા બંદરી મથક ભદ્રેશ્વર નગરમાં આવીને વસ્યા હતા. એમણે અઢળક સંપત્તિ એકત્ર કરી હતી તે, મુખ્યત્વે, જગતપિતા જગડુશાની જેમ, દરિયાવાટે દેશ-વિદેશની સાથે બહોળો વેપાર ખેડીને. આ ઉપરાંત શ્રેષ્ઠ જગડુશા અને એમના સમયના ગુજરાતના બે સમર્થ મંત્રી-બંધુઓ મહામંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલની જેમ, એમની પાસે અઢળક સંપત્તિ કેવી રીતે એકત્ર થઈ હતી એની કેટલીક ચમત્કારિક કથાઓ પણ કહેવાય છે. મોટા શાહદાગર વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહે પોતાના ગુરુ કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી સંઘયાત્રા, જિનમંદિરે, જીર્ણોદ્ધાર, સાધર્મિક ભક્તિ વગેરે જે સંખ્યાબંધ ધર્મકાર્યો કર્યા હતાં, તેનું વર્ણન સાંભળતાં જગડૂશાનું તેમ જ વસ્તુપાલ-તેજપાલની બાંધવ-બેલડીનું સહેજે મરણ થઈ આવે છે; અને જૈન શાસનની વ્યાપક પ્રભાવના કરવા માટે એ બધાએ છૂટે હાથે પોતાની સંપત્તિને જે સદુપયોગ કર્યો હતો તે જોઈને એ ત્રણે વચ્ચે ભારે આહલાદકારી સરખાપણું પ્રવર્તતું હતું એમ લાગ્યા વગર રહેતું નથી.
આ બે ભાઈઓની દઢ ધર્મશ્રદ્ધા અને પિતા તરફની અવિહડ (દઢ) ભક્તિથી પ્રેરાઈને એ સમયના અંચળગચ્છના ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિજીએ અનેક વાર ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરી હતી, એટલું જ નહીં, વિ.સં. ૧૬૬૭, ૧૬૮૨, ૧૬૮૫ અને ૧૬૮૮ એમ ચાર તે ચતુમસ પણ કર્યા હતાં. અને વિસં. ૧૮૮૨માં, આ આચાર્યશ્રીના ઉપદેશથી, આ બે ભાઈઓએ ભદ્રેશ્વરમાં અનેક ધર્મકાર્યો કરવાની સાથે દેઢ લાખ કેરી ખરચીને ભદ્રેશ્વરના જિનમંદિરનો જીર્ણોદ્ધાર પણ
કરાવ્યો હતો.
શ્રેણી વર્ધમાન શાહ અને પવસિંહ શાહે કરાવેલ શ્રી ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ આ ગ્રંથોમાં મળે છેઃ (૧) શ્રીવર્ધમાનપદ્ધસિંહદ્રષિચરિત્રમ, પૃ. ૧૨૧; (૨) શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહટી પઢાવલી, પૃ. ૩૩૭; (૩) જૈન તીર્થ સર્વ સંગ્રહ, પૃ. ૧૪૦; (૪) જૈન પરંપરાને ઇતિહાસ પૃ૦ ૫૩૪૩; અને (૫) અચલગચ્છદિગ્દર્શન, પૃ. ૩૫.
અંચલગચ્છદિગ્દર્શન”માં વિ. સં. ૧૯૮૨માં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આ બનને ભાઈઓએ ધર્મ પ્રભાવનાનાં જે જે કાર્યો કર્યાં તેનું વિગતે વર્ણન આપવામાં આવ્યું છે. અને એમાં શ્રી ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ઉપર જણાવેલ બધાં પુસ્તકને ભાવ સમાઈ જાય છે. “અંચલગચ્છદિગ્દર્શન”માં (પૃ. ૩૫) આ વર્ષમાં આ બન્ને ભાઈઓએ કરેલ ધર્મકાર્યો અને જણાવવામાં આવ્યું છે કે
( આચાર્ય કલ્યાણસાગરસૂરિ) સં. ૧૯૮૨માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન પવસિંહ શાહે પાવાગઢની યાત્રા કરી ત્યાંને જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વર્ષ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધો અને તેમની ધર્મ પત્નીઓએ મહાહ પાષાણની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું
૩૨. આ પુસ્તકમાં આ બે બાંધવોએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નથી લખ્યું; માત્ર એમણે ભદ્રેશ્વરમાં માણેક અને નીલમની ચાર પ્રતિમાઓ ભરાવી” એટલું જ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org