SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી જગડુશાના જીર્ણોદ્ધારને સમય-જગડુશાએ આ જીર્ણોદ્ધાર ક્યારે કરાવ્યું હશે એને સમય નિશ્ચિત રીતે જાણવાનું કોઈ સાધન હજી સુધી ઉપલબ્ધ થયું નથી. વિ. સં. ૧૩૧૫ માં જીર્ણોદ્ધાર થયાનું કહેવામાં આવ્યું છે; પણ એ સાલ તો લાગલાગટ ત્રણ વર્ષ સુધી પડેલા વ્યાપક દુષ્કાળના છેલ્લા વર્ષનું સૂચન કરે છે. આ માટે કોઈ એવું અનુમાન કરી શકે ખરા કે આ દુષ્કાળનાં વર્ષો દરમ્યાન જ, લોકોને કામ આપવા માટે, જગડુશાએ આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવ્યું હોય અને તે વિ. સં. ૧૩૧૫ની સાલમાં પૂરું થયું હોય. પણ આ માટે વિશેષ આધારની અપેક્ષા રહે છે. પણ શ્રી સર્વાનંદસૂરિકૃત “શ્રી જગડુચરિત”માં (સગ૬, શ્લોક ૨૩ થી ૪૧) ઘટનાઓને જે કમ આપવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે: (૧) આચાર્ય શ્રી પરમદેવસૂરિના ઉપદેશથી જગÇશાએ શ્રી શંત્રુજય અને ગિરનાર તીર્થને સંઘ કાઢક્યો ; (૨) આ સંઘ સાથે ભદ્રેશ્વર પાછા આવ્યા પછી એમણે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્ય (લોક ૪૨થી ૪૬), અને બીજા પણ લેકપકારનાં અને ધર્મનાં અનેક કાર્યો (લોક ૪૭થી૭૬) કરાવીને જગતમાં શાંતિ ફેલાવી; અને (૩) તે પછી આચાર્ય પરમદેવસૂરિ પાસેથી વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫માં ત્રણ વર્ષ માટે પડનાર દુષ્કાળની વાત જાણીને એને સામનો કરવા માટે જગÇશાએ ઠેર ઠેર અન્નના કોઠારે ભરાવ્યા (શ્લોક ૬૭થી૭૨); અને દુષ્કાળના સંકટનું નિવારણ કરવામાં પ્રજાને તથા રાજાઓને પણ સહાય (શ્લોક ૭૩થી ૯૦ તથા ૧૨૫ થી ૧૩૨) કરી. શ્રી જગદ્ગતિ ”માં આપેલ આ ઘટનાક્રમ ઉપરથી તે એમ જ લાગે છે કે જગડુશાએ ભદ્રેશ્વરતીર્થને જીર્ણોદ્ધાર શ્રીશંત્રુજય-ગિરનાર તીર્થોની યાત્રા માટે કાઢેલ સંઘ પછી અને વિસંવે ૧૩૧૩-૧૫ના દુષ્કાળ પહેલાં કેઈ સમયે કરાવ્યો હોવો જોઈએ. આ દષ્ટિએ વિચારતાં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાંનું “જગડુશાહે આ મંદિરને ઉદ્ધાર સં૦ ૧૩૧૨માં કરાવ્યો હશે એમ લાગે છે”—એ કથન વજૂદવાળું ગણી શકાય એવું લાગે છે. જે આ સ્થાને આનો આધાર ટાંકવામાં આવ્યું હોત તો આ વાત સાવ નિર્વિવાદ થઈ જાત. શ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે “કચ્છની ભૂગોળવિદ્યા”ની ત્રીજી આવૃત્તિમાં (પૃ. '૪૩૪૫) લખ્યું છે કે તે દેરાંને ત્રણ ચાર વાર જીર્ણોદ્ધાર થયો લાગે છે. વચમાંનું દેવળ જૂનું છે અને તેની ઉપર તથા આસપાસ ત્રણ વાર જુદે જુદે વખતે ઉમેરો તથા મરામત થઈ. સંવતના લેખ નંખાયા છે. એ લેખ ખવાઈ ગયા છે, તે પણ એક બે થાંભલા ઉપર ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ જણાય છે. એ સંવત જગડુશા કરીને મોટો ધરમાત્મા વાણીએ. થઈ ગયો તેના વખતના લાગે છે. પનરોતરો (૧૩૧૫) નામને મોટો દુકાળ એ વખતે પડયો હતો. ત્યારે એણે વાઘેલા પાસેથી રાવટને લીધે ભદ્રેસર પોતાના સ્વાધીનમાં લઈ રાજાને તથા આખા મુલકને અન્ન વસ્ત્ર પૂરાં પાડી દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેથી જગડુશાનાં દેરાને નામે પણ ઓળખાય છે.” આ લખાણુમાં જણાવ્યા પ્રમાણે વિ.સં. ૧૩૨૩નો લેખ તે જગડૂશન હેઈ શકે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy