SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિએ અને છોદ્ધારા વિ॰સ’૦ ૧૩પ૮ના લેખ એમના ન જ કહેવાય; કારણ કે જગડૂંશા વિસ’૦ ૧૩૩૧ પહેલાં સ્વર્ગવાસી થયા હતા. આને પુરાવા “શ્રીજગડૂચરિત”માંથી જ (સ` ૭,લેાક ૩૫) મળે છે,તે એ કે જગપૂ. શાના સ્વવાસથી ગૂંજ રપતિ અજુ નદેવે ખૂબ રુદન ( ક્ષિત્તિયોનું નોઽવિ હોય વાઢ)કયુ· હતું. અને અજુ નદેવ વિ૦ સં૦ ૧૩૩૧માં સ્વર્ગ વાસી થયા હતા. એટલે જગડૂંશાનું અવસાન એની પહેલાં જ થયુ` હતુ` એ નિશ્ચિત છે. શ્રી દલપતરામ ખખ્ખરે દુષ્કાળના નિવારણ પછી ભદ્રેશ્વરના દેરાસરને જીર્ણોદ્ધાર કર્યાની વાત કાળક્રમને અનુસરીને લખી હશે એમ માનીએ તા ભદ્રેશ્વરના થાંભલા ઉપર વિ॰ સં૦ ૧૩૨૩ના જે લેખ હાવાનું એમણે નાંધ્યું છે, તે લેખ જગડૂશાએ કરાવેલ જીર્ણોદ્ધારને લગતા પણ કદાચ હાઈ શકે, વિ॰ સ’૦ ૧૩૨૩માં જગડૂશાએ ભદ્રેશ્વર તીર્થનો ઉદ્ધાર કરાવ્યેા હતા એ વાતની પુષ્ટિ, ભદ્રેશ્વરના જિનમ'દિરના રંગમંડપમાં મંદિરની જમણી બાજુ લગાડવામાં આવેલ અને ભદ્રેશ્વર તીની સ્થાપના અને એના જીર્ણોદ્ધાર વગેરે ખાખતા સંબધી સવિસ્તર માહિતી આપતા,સ‘સ્કૃત ભાષાના વિશાળ શિલાલેખમાંના ઉલ્લેખથી પણ થાય છે. એ શિલાલેખમાં જગડૂશાના ઉદ્ધારની વાત આ શબ્દોમાં લખવામાં આવી છેઃ “ .....મğિમોનિના સાક્ષાધનવાયમાનેન શ્રીમતા શ્રેષ્ઠિपुङ्गवेन श्रीजगडुशानाम्ना श्रावकशिरोमणिना विक्रम संवत् १३२३ वर्षे महता द्रव्यव्ययेनैतस्य चतस्य ગોળોદ્ધાર કૃતમિતિ ।’’ આ શિલાલેખ વિસ૦ ૧૯૩૯ની સાલના એટલે આધુનિક ગણાય, એટલે “ શ્રી જગદ્ગુચરિત ”માંના તથા આ શિલાલેખમાંના જીર્ણોદ્ધારના સમયમાં કોને વિશેષ વજૂદ આપવું તે નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. આમ છતાં વિ॰ સ’૦ ૧૩૨૩ના આ શિલાલેખી ઉલ્લેખની ઉપેક્ષા થઈ શકે નહીં. ૧૩૧. (૧૦) વાઘેલા સારંગદેવના ઉદ્દાર—પાટણપતિ અજુ નદેવના સ્વર્ગવાસ વિ॰ સં ૧૩૩૧માં થયા, તે પછી તેના પુત્ર સારંગદેવ પાટણની ગાદીએ આન્યા અને જગડૂંશા વિ॰ સં ૧૩૩૧ પહેલાં સ્વર્ગવાસી થયા હતા, એ હિસાબે જગડૂશા સાર`ગદેવના આલ્યકાળમાં સમકાલીન હતા તે નિર્વિવાદ છે. અને જગડૂશાના વખતમાં ભદ્રેશ્વર નગર પૂર્ણ જાહેાજલાલીવાળુ અને પીઠદેવે પડાવી નાખેલ જૂના કિલ્લાના સ્થાને એમણે નવેસરથી ચણાવેલ કિલ્લાથી સુરક્ષિત હતું તેમ જ ભદ્રેશ્વર તી પણ એમણે કરાવેલ છÍદ્વારને લીધે ખરાખર સુરક્ષિત અને પૂરું ઉદ્યોતવ'ત અન્યું હતું. અને સારંગદેવના સ્વર્ગવાસ વિ॰ સ’૦ ૧૩૫૨માં થયા હતા, એ પણ નિશ્ચત છે. એમણે ભદ્રેશ્વરના જીર્ણોદ્ધાર વિ॰ સ′૦૧૩૩૫માં કરાવ્યાની જે નાંધ મળે છે. એને અથ એ થાય કે જગતૂશાના સ્વર્ગવાસ પછી દસેક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જભદ્રેશ્વર તીથ નેાફરી જીર્ણોદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ હતી; પણ આ વાત માની શકાય એવી નથી. અને છતાં સારંગદેવના જીર્ણોદ્ધારના ઉલ્લેખ (૧) ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૩) અને (૨) માંડવીની પ્રતમાં (પૃ॰ ૪) મળે જ છે. ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં લખ્યું છે કે— “ સંવત ૧૩૩૫માં વાઘેલા રાજા સાર`ગદેવે પેાતાના ગુજરાત અને કચ્છ રાજ્યનાં બંદરા અને ગામાના કર અને જકાતરૂપે આવતા અઢારે હન્નુખના મોટા ફાળા આ તીર્થની સંભાળ અને વિકાસ માટે સમર્પણ કર્યો અને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy