SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિઓ અને છહાર “ભારતનાં જૈન તીર્થો”માં (પૃ. ૪૮) પણ ઉપર મુજબ જ લખ્યું છે કે – “કુમારપાલ મહારાજાએ અહિંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, અને વિ.સં. ૧૩૧૫માં દાનવીરે જગડુ શાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ હકીકતને લેખઆજે પણ ત્યાંના મંદિરના સ્તંભ પર કોતરે વિદ્યમાન છે.” છેલ્લાં ચારે પુસ્તકે (૧. “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા,” ૨. “મારી કરછ યાત્રા,” ૩. “જેન તીર્થોનો ઇતિહાસ” અને ૪. “ભારતનાં જૈન તીર્થો”)માં શ્રી જગડૂશાના જીર્ણોદ્ધારની જે વિગત આપી છે, તે ઉપરથી જોઈ શકાય છે કે એ બિલકુલ એકસરખી છે, અને તેના મુદ્દા આ પ્રમાણે છેઃ (૧) મહારાજા કુમારપાળના ઉદ્ધાર પછી જગડૂશાએ જીર્ણોદ્ધાર કરાવ્યું હતું; (૨) જગડૂશાનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૩૧૫ની સાલમાં થયે હતે; અને (૩) વિ.સં. ૧૩૧૫ની સાલમાં જીર્ણોદ્ધાર થયાને લેખ મંદિરના એક થાંભલા ઉપર કેરેલે છે. આમાં આ જીર્ણોદ્ધાર વિ. સં. ૧૩૧૫માં થયાની અને એ સંબંધી લેખ મંદિરના એક થાંભલા ઉપર હોવાની વાત વિચારણીય છે. છેલ્લાં ત્રણે પુસ્તકના કર્તાઓ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માંના ઉલ્લેખને જ અનુસર્યા છે, એ સ્પષ્ટ છે. અને “કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં જગડૂશાને ઉદ્ધાર વિ. સં. ૧૩૧૫ની સાલમાં થયાની અને એ સાલને લેખ મંદિરના એક સ્તંભ પર હેવાની વાત શાને આધારે લખવામાં આવી હશે તે વિશેષ શોધ માગી લે છે. એ ગમે તેમ હોય, પણ આ બધામાં મુખ્ય વાત એ છે કે આ તીર્થને ઉદ્ધાર જગડુશાએ કરાવ્યું હતું. જન તીર્થ સર્વ સંગ્રહ”માં (પૃ. ૧૪૧) આ ઉદ્ધાર અંગે લખ્યું છે કે“ જગડૂશાહે આ મંદિરને ઉદ્ધાર સં. ૧૩૧૨માં કરાવ્યો હશે એમ લાગે છે.” કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ. ૮૭, ૮૯) જગડુશાના જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ આ પ્રમાણે કરવામાં આવ્યું છે– “પણ તે પછી મહાન પરાકારી સાહસોદાગર જગડુના સમયથી ભદ્રેશ્વરના વસતિના મંદિરને જે ઈતિહાસ ઉપલબ્ધ છે તેને માટે બે મત નથી. સં. ૧૩૧પને જે ભયંકર દુકાળ પડયો ત્યારે રાજા તથા તેના સારાયે મુલકને અન્નવસ્ત્ર પૂરાં પાડી વાઘેલાઓ પાસેથી જગડુશાહે વોરાવટને લીધે ભદ્રેશ્વર પોતાને કબજે રાખ્યું. એ સમયે એણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્ય કહેવાય છે અને તે સમયથી “જગડૂશાહનાં વસતિનાં દહેરાં” નામે જાણતાં થયાં. એ જીર્ણોદ્ધાર થવાથી મંદિરની ખાસ પ્રાચીનતાને એકેએક અવશેષ લુપ્ત થયો છે.” શ્રી કચ્છ-ભદ્રેશ્વરવસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય”માં (પૃ. ૨) જગડૂશાના જીર્ણોદ્ધારને માત્ર નામે લેખ જ કરવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે– “નાના નાના અનેક ઉદ્ધાર થયા, પણ એમાં પરમશાસનપ્રભાવક સંપ્રતિ મહારાજા, મહાન દાનવીર અને કાળભજક શેઠ જગડશા અને પરમતપસ્વી જગતચંદ્રસૂરિ વગેરેના આજ લગી નવે મહાન જીર્ણોદ્ધારા થયા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy