SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૧૯) જગડૂશાના ઉદ્ધારની વાત આ પ્રમાણે સેંધવામાં આવી છે– “ ત્યાર બાદ (મહારાજા કુમારપાળના જીર્ણોદ્ધાર બાદ) સંવત ૧૩૧૫માં ધનકુબેર જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવેલો એવો એક લેખ આજ પણ એક થંભ પર મળે છે.” ( આમાં જીર્ણોદ્ધારની સાલ અને એ સંબંધી લેખ એક થાંભલા પર હોવાનું લખ્યું છે તે વાત વિચારવા જેવી છે, કારણ કે આ સાલનો કઈલેખ અત્યારે છે નહીં અને એ સાલનો લેખ હોવાની કેઈએ નેધ પણ લીધી નથી. પણ અહીં તો મુખ્ય વાત એ જ છે કે શ્રેષ્ઠી જગડૂશાએ ભદ્રેશ્વર-વસઈ તીર્થના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.૨૧ - “મારી ક૭યાત્રા”માં (પૃ. ૧૪૩) પણ ઉપર મુજબ જ લખ્યું છે કે* “તે પછી (કુમારપાળના ઉદ્ધાર પછી) સં૦ ૧૩૧૫માં જગડુ શાહે જીર્ણોદ્ધાર કરાવ્યો, એ તે બિલકુલ ઈતિહાસપ્રસિદ્ધ વાત છે.” જૈન તીર્થને ઇતિહાસ”માં (પૃ૦ ૧૪૧) પણ, “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”ના ઉલ્લેખની જેમ, શ્રી જગડૂશાના ઉદ્ધારની બાબતમાં લખ્યું છે કે – “બાદ ( કુમારપાળના જીર્ણોદ્ધાર બાદ ) વિ.સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે એવો એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કોતરેલો વિદ્યમાન છે.” કે ૨૧. ભૂવડ ગામના મહાદેવના મંદિર અંગે આ “કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં (પૃ. ૧૧૨-૧૧૪) જે વાત લખવામાં આવી છે, તે જાણવા જેવી છે. એમાં લખ્યું છે કે “(ભુવડ) ગામ બહાર એક ભવ્ય દેવાલય છે. આ દેવાલય કુબેરભંડારી જગડુ શાહનું બંધાવેલ છે. આ દેરાસરને ભોગવટો એક બા ભેગવી રહેલ છે. આ ભવ્ય દેવાલય ઘણું જ વિશાળ છે. બાર બાર હાથ લાંબા વિશાળ પત્થરના ચોસલાંઓ તો થંભીઓ તરીકે વપરાયાં છે. આ મંદિરની રચના બાવન જિનાલયના આકારની છે. ગભારો, રંગમંડપ અને પ્રવેશદ્વાર જોતાં જ જૈન શિલ્પની પ્રતીતિ થયા વગર નથી રહેતી. એક વખતના આ ભવ્ય જિનાલયમાં આજે મહાદેવ અને નંદી પૂજાય છે....... લોકકથા એવી છે કે–જગડુશાહે મંદિર બંધાવ્યું.પ્રતિમાજી પધરાવવાં બાકી હતાં.પણ એ વખતે બ્રાહ્મણોનું ને બ્રાહ્મણોએ શિરજોરીથી મંદિરને કબજે લઈ લીધે. રાજ પાસે ફરિયાદ ગઈ. રાજ બ્રાહ્મણોથી દબાયેલા અને જગડુશાહની કીર્તિથી અંજાએલો હતો. તેથી કંઈ ન્યાય ન આપી શક્યો અને જગડુશાહને ભદ્રેશ્વરમાં પુષ્કળ જમીન આપી સંતોષ પમાડયો. જગડુશા ભદ્રેશ્વર ગયા અને ત્યાં એક મંદિરને જીર્ણોદ્ધાર કરી વિશાળ મંદિર બંધાવ્યું. પાછળથી ભુવડના ભવ્ય જિનપ્રાસાદ પર વીજળી પડી અને શિખર તથા ગભારાને ઘુમ્મટ પડી ગયો. (આજ પણ એ પડી ગયેલો ભાગ છે) આ પ્રમાણેની દંતકથા ચાલે છે.” આ દંતકથાને આધાર મળી શકે એ માટે શક્ય પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તકના લેખકે ભુવડ ગામનું મહાદેવનું મંદિર મૂળ જગડુશાએ બંધાવેલ જૈન મંદિર હતું એ પુરવાર કરવા માટે આ મંદિરમાંના એક થાંભલા ઉપરને શિલાલેખ જગડુશાને હોવાનું પણ લખ્યું છે, પણ આ લેખ જગડુશાનો નહીં હોવાનું અન્ય પુરાવાઓથી જાણી શકાય છે. જુઓ, “ કચ્છનું સંસ્કૃતિદર્શન', પૃ. ૯૭ તથા ૨૬૭ અને “રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઑફ કાઠ્યિાવાડ એન્ડ કચ્છ”, પૃ૦ ૨૧૦. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy