________________
આપત્તિઓ અને જીર્ણોદ્ધાર
તિવાર પછી સંવત ૧૧૮૨માં શા જગડુ થયે, ગામધણી થયે. તેણે સદાવ્રત બાંધે, છરણુઉદ્ધાર કર્યું. સંધપતિ થયો. દેશદેશાવરમાં વેપાર ઘણ. ગુરૂદેવની ભક્તિ કરે ઘણું.”
ડે. બજેસે પિતાના “રિપિટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૭) આ જીર્ણોદ્ધારની નોંધ લેતાં લખ્યું છે કે
વિ. સં. ૧૧૮૨ (ઈ. સ. ૧૧૨૫)માં જગદેવ શાહ નામે એક ધનવાન વેપારીએ ભદ્રેશ્વરના પૂરાપૂરા હક્ક હમેશને માટે મેળવી લીધા અને વસઈના દેરાસરને મોટા પાયા ઉપર જીર્ણોદ્ધાર કરાવ્ય; એને લીધે આ તીર્થની પ્રાચીનતા દર્શાવતાં બધાં સ્થાપત્યો નાબૂદ થઈ ગયાં. ”
શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ પણ, ડો. બજેસની જેમ જ, જગડુશા વિસં. ૧૧૮૨માં થયાનું અને એણે દેરાસરને મોટા પાયા ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું છે. આમાં પણ જગડુશાના સમયમાં એક સૈકાને ફેર છે,
ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજીએ સંસ્કૃતમાં રચેલ છargશાહૃતિમાં આને ઉલ્લેખ બે સ્થાને મળે છે, જે આ પ્રમાણે છે –
(१) कच्छदेशीयपूर्व विभागे जगज्जेगीयमानकीर्तिकदम्बकं जगडूश्रेष्ठिकारित द्विपञ्चाशज्जिनालयविभूषितं सौधशिखरि जिनमन्दिरमधुनापि बरीभरीति चैतदबुदाचलीयदेलवाडास्यजिनमन्दिरસભ્યતામ (પત્ર ૧)
અર્થ-કચ્છ દેશના પૂર્વ વિભાગમાં, જેની કીતિને સમૂહ જગતમાં ગવાય છે તેવું, શ્રેણી જગડૂએ કરાવેલું, બાવન જિનાલથી શેભાયમાન, ઊંચા શિખરવાળું જિનમંદિર અત્યારે પણ, આબૂમાં દેલવાડામાં આવેલ જિનમંદિરના જેવું, શોભી રહ્યું છે.
(२) भद्राशयोऽसो जगडूशाहस्तत्र भद्रेश्वरनगरे श्रीवीरसूरिकारितवीरप्रभुचैत्योपरि महान्ती કવવાના સમારોથ મરિષ્ઠ સુષમાં ઉદિત 1 ” (પત્ર ૩૨)
અર્થ-કલ્યાણબુદ્ધિવાળા જગડૂ શાહે ત્યાં ભદ્રેશ્વર નગરમાં શ્રી વીરસૂરિએ કરાવેલ વીરપ્રભુના મંદિર ઉપર સોનાના મોટા કળશ અને દંડ ચડાવીને એની શોભા વધારી..
આ ચરિત્ર મોટે ભાગે શ્રી સર્વાનંદસૂરિવિરચિત “શ્રી જગડુચરિતને અનુસરીને રચવામાં આવ્યું છે, એટલે એમાં પણ ભદ્રેશ્વરના જિનાલયને “શ્રી વીરસૂરિએ કરાવેલ શ્રી વીરપ્રભુના મંદિર” તરીકે ઓળખાવ્યું હોય, તે સ્વાભાવિક છે, પણ એમાં જગડૂશાએ માટીભમતી કરાવ્યાનું નેપ્યું નથી, એ એમ સૂચવે છે કે આ વાત આ ચરિત્રના લેખકે “શ્રી જગડૂચરિત”ના અનુવાદને આધારે, અને મૂળ શ્લોક જોયા વગર, લખી છે; મૂળ શ્લોક જોયો હોત તો આવું બનવા ન પામત,૨૦
૨૦. ભાવનગરના “જૈન” સાપ્તાહિકના કાર્યાલય તરફથી પ્રગટ થયેલ “શ્રી શત્રુંજય પ્રકાશ' નામે પુસ્તકમાં (પૃ. ૭૯) પણ ભદ્રેશ્વરમાં વીરનાથનું મંદિર હોવાનું આ પ્રમાણે નેવું છેઃ “સંઘ ભદ્રેશ્વર આવ્યો એટલે ત્યાં પણ વીરનાથના મંદિરે જગડું શાહે સુવર્ણકળશ ચઢાવ્ય તથા અષ્ટાપદનું વિશાળ જિનાલય બંધાવી ત્રિખંડા પાર્શ્વનાથના બિંબને મુગટ કુંડલાદિ આભૂષણો ચઢાવ્યાં.” આમાં પણ જગડૂશાએ વિશાળ ભમતી કરાવ્યાની વાત નથી નાંધી, તેથી લાગે છે કે આમાં પણ “શ્રી જગડૂચરિત”ના અનુવાદને જ આશ્રય લેવામાં આવ્યો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org