________________
૧૨૪
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
છે. શ્રી ભદ્રેશ્વર-વસઈ તીનું મંદિર શ્રી વીરસૂરિના ઉપદેશથી બન્યું હતુ' એવા ઉલ્લેખ આ કાવ્ય સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. અને, આથીય વિશેષ વિચારણીય વાત એ છે કે, જગડૂશાના સમયમાં એટલે કે વિક્રમની ચૌદમી સદ્ગીમાં તા આ તીના મૂળનાયક મહાવીરસ્વામી નહી પણુ ભગવાન પાર્શ્વનાથ હતા એવી વાત પણ પ્રચલિત છે; તેા પછી શ્રી સર્વાન'દસૂરિએ આ પ્રમાણે કેમ કહ્યુ' હશે, એવા પ્રશ્ન થાય છે.
“શ્રી જગઙૂચરિત”ના કર્તાએ દરેક સગને અ‘તે પેાતાનું નામ આપવાની સાથે સાથે પેાતાના ગુરુ શ્રી ધનપ્રભસૂરિનું નામ પણ આપ્યુ છે, એટલે આ કૃતિના કર્તાની ખાખતમાં કશે જ સંદેહુ રહેતા નથી. પણ શ્રી સર્વાનંદસૂરિએ આ ગ્રંથ પેાતે કયા સ્થાનમાં અને કયારે રમ્યા એને કશે જ ઉલ્લેખ કરેલા નહી' હાવાથી એના રચનાસમય નિશ્ચિતરૂપે જાણી શકાતા નથી. આમ છતાં ડૉ. ખુલૢરે, ડૉ. મારિસ વિન્ટરનિટ્સે તથા શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે૧૭આ ગ્રંથ વિક્રમની
૧૭, ડૅ. મેારીસ વિન્ટરનિલ્સ : “ Another Jain Poem, the Jagaducharita of Sarvanand (14th cent.), is of little poetical value, but has also some historical importance.”
—The Jains in the History of Indian Literature, p. 18. આમાં ડૉ. વિન્ટરનિટ્સે ડૉ. જીલરનો મત પાદટીપમાં નાંખે છે.
શ્રી મગનલાલ ખખ્ખર : “ ચરિતના ઐતિહાસિક વૃત્તાન્તા, વીસલદેવ ઇત્યાદિ રાજા, તથા દુષ્કાળની ચરિતમાં આપેલ સાલ સ’૦ ૧૩૧૨-૧૫ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે એ સર્વાનંદસૂરિ વિ॰ સ૦ ૧૪મા સૈકાની અન્તુ અથવા ૧૫માની શરૂઆતમાં થઈ ગયા હોવા જોઈએ. પણ નક્કી સાલ કહી શકાતી નથી, તેમ જ તેના ગુરુ ધનપ્રભસૂરિ વિષે શાધ કરતાં કંઈ માલમ પડતું નથી. ”
શ્રી જગડૂચરિત, પ્રસ્તાવના, પૃ૦ ર-૩
.
આ રીતે “ શ્રી જગસૂરત ” વિક્રમની ૧૪મી-૧૫મી સદીના અરસામાં રચાયાનુ નિશ્ચિત છે; અને, આ ચરિતકારે પાતે જ સૂચવ્યા પ્રમાણે, પનરાતરા દુષ્કાળ વિ॰ સ૦ ૧૩૧૩-૧૪-૧૫ના ત્રણ વર્ષોં સુધી લાગલાગઢ પડયો હતા એ પણ નિઃશંક છે. એટલે જગડૂા વિક્રમના તેરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને ચોકમા સૈકાના પૂર્વાધમાં થઈ ગયા, એમાં કાઈ શંકા નથી. આમ છતાં “ ધી સ્ટક્ચરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત ’'ના વિદ્વાન લેખક સ્વ॰ ડૉ. કાંતિલાલ ફૂલચંદ સામપુરાએ એમના પુસ્તકમાં (પૃ૦ ૧૬૨) લખ્યુ` છે કે—
..
"The name of Jagadeva shah popularly known as Jagadusa a merchant prince is connected with the famous temple of Bhadresvara (Kachha). The temple is said to have been erected by the said Jagadasa during the reign of Ajayapala (1173-1175) or of Mulraja II ( 1175-1178 A. D). ”
અર્થ (કચ્છના) ભદ્રેશ્વરના સુપ્રસિદ્ધ દેરાસર સાથે વેપારીઓના શિરામણ લેખાતા જગદેવ શાહ, જે જગડૂશાના નામથી લેાકેામાં જાણીતા હતા, એમનું નામ સંકળાયેલું છે. આ જગડૂશાએ આ દેરાસર અજયપાળ (સને ૧૧૭૩-૧૧૭૫) કે મૂલરાજ ખીજા (સને ૧૧૭૫–૧૧૭૮)ના સમયમાં ઊભું કર્યું હતું એમ કહેવાય છે
“ શ્રી જગડુચરિત ’’માંથી મળતા જગડૂશાના સમયના નિર્દેશ ઉપરથી એટલુ` સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્રી સામપુરાનું જગડુશાએ ભદ્રેશ્વરનું જિનમ ંદિર બંધાવ્યાના સમયનું સૂચન કરતું ઉપરનું વિધાન સાચું નથી,
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org