________________
આપત્તિઓ અને જીર્ણોદ્ધારે
૧ર૩
અર્થ-ત્યાં એણે પોતાની પુત્રીના કલ્યાણ માટે આરસપહાણની ત્રણ દેરીઓ તથા સુંદર અષ્ટાપદ કરાવ્યાં. (૪૪). પોતાના ભાઈની પુત્રી હાંસીબાઈના કલ્યાણ માટે એણે ત્યાં ૧૭૦ જિનેશ્વરોની આરસપહાણની મોટી મૂતિ કરાવી (૪૫), તેમ જ ત્રિખંડા પાર્શ્વનાથની મૂર્તિ ઉપર સેનાનું પતરું બનાવરાવ્યું (સેનાની આંગી બનાવરાવી) (૪૬).૧૬
આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જગદ્ગશાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. આમાં ૪૩મા શ્લોકના પૂર્વાર્ધમાં “પ્રાણાયે વીરના શ્રી વીરસૂરિજારિતે” –શ્રી વીરસૂરિના ઉપદેશથી થયેલ મહાવીરસ્વામીના મંદિરમાં–એ જે ઉલ્લેખ છે તે વિચારણા માગી લે એવો
૧૬. શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે “શ્રી જગડૂચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ૦૪) લખ્યું છે કે “ભદ્રેશ્વરમાં વસઈનાં દેવળોમાં ઘણું લેખો છે, તેમાં જગડ્રનું નામ કયાંય જણાતું નથી, એટલે તે પણ જગડુએ બંધાવ્યાં હોય તે શક ભરેલું છે” તથા આ પુસ્તકની પુરવણમાં (પૃ. ૧૧૧).એમણે ફરી લખ્યું છે કે “એ દહેરૂં જગડુશાનું બંધાવ્યું નથી, એણે જે કરાવ્યું છે તે ચરિતમાં લખ્યું છે. ”
પણુ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનું જિનમંદિર ભલે જગડૂશાએ બંધાવ્યું ન હોય, પણ એમણે આ જિનમંદિરની સાચવણી કરવાની–એનો ઉદ્ધાર કરવાની–કામગીરી બજાવી હતી એ વાત તે આ શ્લોકમાંના ઉલ્લેખ ઉપરથી પશુ સ્પષ્ટપગે જાણવા મળે છે. તો પછી “શ્રી જગડુચરિત”નું સંપાદન તથા ભાષાંતર કરનાર ખુદ શ્રી મગનલાલ ખખરે આ પ્રમાણે કેમ લખ્યું હશે ? આને ડોક ખુલાસો એ છે કે છઠ્ઠા સર્ગના ૪૩માં શ્લોકના ઉત્તરાર્ધમાંના “નતી શબ્દને અર્થ “ભમતી' થતો હેવાનું એમને ખ્યાલબહાર ગયું લાગે છે. એટલે એમણે “ગત મુવી ને અર્થ
વિશાળ ભમતી” કરવાને બદલે વિશાળ જગ્યામાં એ કર્યો છે. પરિણામે જગડુશાએ આ મંદિરમાં વિશાળ ભમતી ' બનાવી હતી એ મહત્ત્વનો મુદ્દો જ એમના ધ્યાનમાં ન આવી શકપછી એ ભમતી મહાવીરસ્વામીને મંદિરની હતી કે શ્રી પાર્શ્વનાથના મંદિરની, એ વાત જુદી અને ગૌણ છે. મુખ્ય વાત જગડ્ડશાએ ભદ્રેશ્વરના જિનમંદિરમાં કંઈક ને કંઈક પણ સમારકામ–બાંધકામ અવશ્ય કરાવ્યું હતું એ જ છે; અને એ મુદ્દો શ્રી મગનલાલ ખખરના ધ્યાન બહાર રહી જવા પામ્યો હતો.
વળી, શ્રી મગનલાલ ખખ્ખરના પિતાશ્રી રાવસાહેબ શ્રી દલપતરામ ખખ્ખરે પોતે જ પોતાની “કચ્છની ભૂગોળવિદ્યા માં (આવૃત્તિ પહેલી, સને ૧૮૭૫, પૃ. ૫૭) તથા આવૃત્તિ ત્રીજમાં (સને ૧૮૮૭, પૃ. ૪૩-૪૫) જીર્ણોદ્ધારની વાત નોંધી છે; એમાં ત્રીજી આવૃત્તિમાં આ અંગે લખ્યું છે કે કંપનરોતર (૧૩૧૫)નામને મેટો દુકાળ પડ્યો હતો ત્યારે તેણે (જગડુશાએ)વાઘેલા પાસેથી વોરાવટને લીધે ભદ્રેસર પોતાના સ્વાધીનમાં લઈ રાજાને તથા આખા મુલકને અન્ન-વસ્ત્ર પૂરાં પાડી દેરાંનો જીર્ણોદ્ધાર કરાવ્યું તેથી જગડુશાનાં દેરાંને નામે ઓળખાય છે.”
કચ્છની ભૂગોળવિદ્યા "ની પહેલી આવૃત્તિમાં શ્રી દલપતરામ ખખ્ખરે, ડૉ બજેસના મતને અનુસરીને, જગડુશા વિ.સં. ૧૧૮૨માં થયાનું અને દુષ્કાળ વિસં. ૧૨૧૫માં પડ્યાનું લખ્યું હતું, પણ ત્રીજી આવૃત્તિમાં એમણે આ ભૂલ સુધારી લઈને, દુષ્કાળ વિ. સં. ૧૩૧૫માં પડવાનું લખ્યું હતું.
આમ છતાં “શ્રી જગડૂચરિત”માં શ્રી મગનલાલ ખખ્ખરે જગડુશાએ ભદ્રેશ્વરના દેરાસરમાં કંઈ નહીં કરાવ્યાનું લખ્યું એમાં એમનો કઈ ખોટે ઈરાદો છે એમ માનવાને બદલે સરતચૂકથી જ આમ બનવા પામ્યું છે એમ માનવું એ જ ઉચિત છે. કારણ કે, આ પિતા-પુત્ર બંનેની, ઇતિહાસકાર તરીકેની દૃષ્ટિ સ્વરછ હતી અને એમનો પ્રયત્ન સદા સત્યને શોધવાનો જ રહેતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org