SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શ્રી જગદ્ગશાએ કરાવેલ ઉદ્ધારની નોંધ સૌથી વધારે ગ્રંથમાં મળે છે, જે આ પ્રમાણે છેઃ (૧) શ્રી સર્વાનન્દસૂરિકત થીગડાQરતે મહાધ્યમ્, સગ ૬, શ્લોક ૪૨, ૪૩; (૨) ભદ્રેશ્વરની જીર્ણ પ્રત, પૃ. ૨૩ (૩) માંડવીની પ્રત, પૃ. ૨; (૪) રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ ક૭, પૃ. ૨૦૬; (૫) શ્રી દલપતરામ પ્રાણજીવન ખખર કૃત કચ્છની ભૂગોળવિદ્યા, આવૃત્તિ ત્રીજી, પૃ. ૪૩-૪૫; (૬) “વદેશ”ના વિસં. ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાને “કચ્છની સ્થાપત્યકળાના છેડાએક અવશેષો ” નામે લેખ, પૃ૦ ૭૭; (૭) ઉપાધ્યાય શ્રી ચેતીન્દ્રવિજયજીરચિત “નવસંતમાષFરમ કોનrફૂરણાહુરિત્રમ્ ” પત્ર ૧, ૩૨૮; (૮) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ. ૧૧૯; (૯) મારી કચ્છ યાત્રા, પૃ. ૧૪૩; (૧૦) જૈન તીર્થોને ઇતિહાસ, પૃ૦ ૧૪૧; (૧૧) ભારતનાં જૈન તીર્થો, પૃ. ૪૮; (૧૨) જેન તીર્થ સર્વસંગ્રહ, પૃ૦ ૧૪૧૬ (૧૩) કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૯૫; અને (૧૪) શ્રી કચ્છ-ભદ્રેસર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય, પૃ. ૨. આચાર્ય શ્રી સર્વાનન્દસૂરિસ્કૃત શોનrgવરિત મટ્ટાવાં એ જગડુશાના જીવન સંબંધી ઉપલબ્ધ આધારગ્રંથોમાં સૌથી પ્રાચીન કૃતિ છે. એમાં, પ્રાચીન કાવ્યોની ઢબે, પ્રસંગોના નિરૂપણ કરતાં વર્ણન વિશેષ હોવા છતાં, એમાંથી જગડૂશાના જીવનસંબંધી માહિતી ઠીક ઠીક પ્રમાણમાં મળે છે તેઓએ ભદ્રેશ્વરતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યાની વાત આ કાવ્યમાં આ પ્રમાણે નોંધવામાં આવી છે— प्रासादे वीरनाथस्य श्रीकीरसूरिकारिते । जात्यस्फाटिककोटीरे भद्रेश्वरपुरश्रियः ॥ स्वर्णकुम्भमतिस्फार स्वर्ण दण्ड' च सेलिभूः । परितो जगति गुर्वी चक्रे वक्रेतरायशः ॥ (युग्मम्) –સર્ગ ૬, શ્લેક ૪૨, ૪૩. અર્થ–સરળપરિણામી સેલ શ્રેણીના પુત્રે (જગડુશાએ) શ્રી વીરસૂરિએ કરાવેલા ભદ્રેશ્વર નગરની લક્ષ્મીના ઉત્તમ સ્ફટિક રત્નના મુગટ સમાન વીરનાથના મંદિરમાં માટે સેનાને કળશ, સોનાનો દંડ અને ચારેકોર વિશાળ ભમતી કરાવી હતી. - શ્રી ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરને આ રીતે જીર્ણોદ્ધાર કરાવવા ઉપરાંત જગડૂશાએ પોતાની પુત્રી(પ્રીતિમતી) અને પોતાની ભત્રીજી (પોતાના ભાઈ રાજની પુત્રી) હંસી (હાંસબાઈ)ના કલ્યાણ નિમિત્તે આ મંદિરમાં શું શું કરાવ્યું તે પણ “શ્રી જગડૂચરિત'ના છઠ્ઠા સર્ગના ૪૪, ૪૫ અને ૪૬ એ ત્રણ ગ્લૅકમાં સૂચવવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે तत्रैष देवकुलिकास्तिस्रचारासनाश्मभिः। स्वपुत्रीश्रेयसे चारुमष्टापदमचीकरत् ॥ ४४ ॥ जिनानां सप्ततिशत स तत्रारासनाश्मना । चक्रे स्वभ्रातृपुत्र्याश्च हस्याः श्रेयार्थमुच्चकैः ॥ ४५ ॥ तथा त्रिखण्डपाश्वस्य महातिशयशालिनः । मूत्तों सुवर्णपत्रं स स्वसुताश्रेयसेऽतनात् ॥ ४६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy