________________
આપત્તિઓ અને કર્ણોદ્ધાશે ૧૪મી સદીમાં રચાયાનું સૂચવ્યું છે. અર્થાત જગડુશાના સ્વર્ગવાસ પછી થોડાક દાયકા પછી જ આ ગ્રંથ રચાયે હતે.
વળી, શિલાલેખ ઉલ્લેખ પણ પૂર્ણિમા પક્ષના સર્વાનંદસૂરિ વિક્રમની પંદરમી-સોળમી સદી દરમ્યાન થઈ ગયાની સાક્ષી આપે છે.૧૮ - આ તીર્થસંબધી કથા કે અનુશ્રુતિરૂપે જે કંઈ માહિતી મળે છે, તે ઉપરથી તે એમ જાણવા મળે છે કે જગદ્ગશાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો તે પછીના અરાજક્તાના તેમ જ મુસલમાનોના આક્રમણના સમયમાં આ તીર્થમાં ઘણી ભાંગફોડ થઈ હતી; અને આવી નધણિયાત જેવી સ્થિતિનો લાભ લઈને કેાઈ બાવો આ તીર્થના મૂળ મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઉઠાવી ગયે હત; આને પરિણામે વિસં. ૧૬૨૨માં શ્રીસંઘે આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ભગવાન પાર્શ્વનાથના સ્થાને ભગવાન મહાવીરસ્વામીને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા હતા.૧૯તો પછી, ઉપર સૂચવ્યું તેમ, શ્રી જગડૂચરિતના કર્તાએ “વીરસૂરિજીના ઉપદેશથી બનેલ
આ બાબતમાં વિશેષ નોંધપાત્ર અને લેખકના પિતાના જ ઉપર સુચવેલ વિધાનની વિરુદ્ધ જતી વાત તે એ છે કે એમણે પોતે જ એમના આ પુસ્તકમાં એ જ પાનામાં, આ પ્રમાણે પાદાંધ મૂકી છે–
“He was alive till the reign of Arjundeva Vaghela as Jagadusa's death was mourned by Arjundeva, i, e. he died before V.S. 1331 ( A. D.1274-75 ) the last year of Arjundeva's reign.”
અર્થ –એ જગડા અનદેવ વાઘેલાના રાજ્યકાળ દરમ્યાન જીવતા હતા, કારણ કે એમનું અવસાન થયું ત્યારે અર્જુનદેવે શોક પાળ્યો હતો. અર્થાત એ અર્જુનદેવના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. ૧૩૩૧ (સને ૧૨૭૪-૭૫) પહેલાં ગુજરી ગયા હતા.
આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રી સોમપુરાના એક જ પુસ્તકમાં (અને એક જ પાનામાં) જગડુશા જુદા જુદા સમયે થઈ ગયાની બે વાત નોંધવામાં આવી છે, જે વિસંગત છે. આ બે વાતોમાંની અર્જુનદેવના રાજ્યકાળમાં જગડુશા સ્વર્ગવાસ પામ્યાની વાત ઇતિહાસમાન્ય છે, એ સ્પષ્ટ છે.
૧૮. જુઓ, આ ગ્રંથનું પ્રકરણ ૫, પાદ નેધ નં.૧૬ તથા જેના ઉપર એ પાદનેધ લખી છે, તે મૂળ લખાણ (પૃ૦ ૮૨).
૧૯. શ્રી પાર્શ્વનાથના સ્થાને મહાવીર સ્વામીને મૂળનાયક તરીકે કજ્યારે બિરાજમાન કરવામાં આવ્યા તે અંગે આ સમયને (વિ. સં. ૧૬૨૨ની સાલને) નિર્વિવાદ માની શકાય એવી સ્થિતિ નથી; કારણ કે આ સમય આથી દી હોવાના ઉલ્લેખ પણ મળે છે, જે આ પ્રમાણે છે
આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી(શ્રી આત્મારામજી) મહારાજે, શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાંથી મળી આવેલ તામ્રપત્રસંબંધી વાત કરતાં, “અજ્ઞાનતિમિરભાસ્કર”માં (આવૃત્તિ બીજી, પૃ૦ ૧૭૬)માં લખ્યું છે કે “ઘાર્શ્વનાથ દેવહ્યું, ऐसा मूलनायकका नाम है, इस कालमें तो कितनेक वर्ष पहिला श्री महावीर भगवतका बिब क्षांतिविजय નામ પતિને થાઇન કરા હૈ” અર્થાત્ શ્રી પાર્શ્વનાથના સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની સ્થાપના વિકમના ૫૦મા સૈકાની શરૂઆતના જ ભાગમાં, યતિ શ્રી ખાંતિવિજયજીના અવિરત પ્રયત્નોથી થયેલ આ તીર્થના સમારકામ વખતે થઈ હોવી જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org