________________
આપત્તિઓ અને કર્ણોદ્ધારે રાજાએ બંધાવેલ વાવનો ઉદ્ધાર કરાવ્યાનું “શ્રી જગડૂચરિત”માં લખ્યું છે તે ઉપરથી પણ સોલંકી વંશને ભદ્રેશ્વર સાથે સંબંધ હતું, એ જોઈ શકાય છે. તેથી મહારાજા કુમારપાળને આ તીર્થ સાથે, એને ઉદ્ધારક તરીકે, સંબંધ લેખવામાં આવ્યું હશે એમ લાગે છે.
(૭) શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ ઉદ્ધાર–શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી આ તીર્થનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ માત્ર ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં જ (પૃ.૨૩) મળે છે, જે આ પ્રમાણે છે –
આ પછી ( ચાવડાના-કનક ચાવડાના - ઉદ્ધાર પછી ) વરચે કેટલાક નાના ઉદ્ધાર થયાં ને લગભગ ૭ સદીઓ પછી પોતાના આકરા તપથી ભારતભરને મંત્રમુગ્ધ કરી દેનાર અને અનેક ભારતીય રાજાઓને ધમનુકુળ બનાવનાર અને તે વખતના મહારાજે તરફથી તપાનું મહાબિરૂદ મેળવનાર તપગચ્છશિરોમણિ મહાન તપસ્વી આચાર્ય દેવ શ્રી જગતચંદ્રસૂરિજી મહારાજે શ્રીસંઘને ઉપદેશ કરી સંવત ૧૨૦૮માં મેટ ચોથે ઉદ્ધાર કરાવ્યો.”
આ ઉપરાંત ભદ્રેશ્વર તીર્થની પેઢી તરફથી પ્રગટ થયેલ “શ્રી કચ્છ ભદ્રેશ્વર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય”માં (પૃ. ૨) પણ આનો ઉલ્લેખ છે. આ સિવાય આ ઉદ્ધાર સંબંધી બીજે કઈ ઉલલેખ હોય તો તે શોધવાનો રહે છે.
આમાં શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૨૦૮માં આ તીર્થને જીર્ણોદ્ધાર થયાનું લખ્યું છે, તે સમયની દષ્ટિએ બંધ બેસે એવું નથી. આ આચાર્યને તપાનું બિરુદ વિ. સં. ૧૨૮૫ની સાલમાં મળ્યું હતું, અને એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૯૭માં થયે હિતે.૧૪ એટલે આ જીર્ણોદ્ધારને સમય વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ હોઈ શકે.
(૮) વસ્તુપાળ-તેજપાળનો ઉદ્ધાર–આ ઉદ્ધારની વાત (૧) ભદ્રેશ્વરની જીણું પ્રતમાં (પૃ૦ ૨૩); (૨) માંડવીની પ્રતમાં (પૃ. ૩, ૭) તેમ જ (૩) ડૉ. બજેસના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ”માં(પૃ. ૨૦૭) એમ ત્રણ સ્થાનમાં સેંધાયેલી મળે છે. ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં લખ્યું છે કે
“તે પછી (જગતચંદ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૦૮માં થયેલ ઉદ્ધાર પછી) ૮૦ વર્ષ ગયા પછી વામનસ્થલી ( હાલ જુનાગઢ-વંથલી )ના મહારાજ વિરધવલ રાજના જૈન મંત્રીએ ખ્યાતનામ વસ્તુપાલ અને તેજપાલ મંત્રીઓએ સંવત ૧૨૮૮ ભદ્રેસર વસઈ તીર્થને પાંચમો ઉદ્ધાર કરાવ્યો.”
૧૩. તerઘત વાત કુમારભૂત ગયોઃ
વારસામાસ બાપૂ વાવિવાર . –સર્ગ ૬, શ્લેક ૪૭. આ તળાવ ફૂલસર'ના નામે ઓળખાય છે.
આ ઉલલેખના આધારે જૈન પરંપરાનો ઈતિહાસ,”ભાગ રમાં (પૃ. ૧૧૨)લખ્યું છે કે “રાજા કુમારપાળે કચ્છની ભદ્રાવતમાં મોટું તળાવ બંધાવ્યું હતું. જગડુશાહે ચૌદમી સદીના પ્રારંભમાં તેને સમજાવ્યું હતું.”
૧૪. પાવલી-સમુચ્ચય, પ્રથમ ભાગ, ૫૦ ૫૭; વીરવંશાવલી, ૫૦ ૨૦૬, ૨૦૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org