________________
(૧૮
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આને આધારે જ “સ્વદેશ”ના વિ. સં. ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ એમના “કચ્છની સ્થાપત્યકળાના છેડાએક અવશેષો” નામે લેખમાં (પૃ. ૭૮), શ્રી રામસિંહ રાઠોડે એમના “કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ૦ ૯૨) તથા “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં (પૃ. ૧૩૯) આ ઉદ્ધાર સંબંધી લગભગ આ શબ્દોમાં જ ઉલ્લેખ કર્યો છે. વળી, વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજીએ રચેલ જાતમાપારમ શ્રોગાડૂarઢવરિત્રમ્ (પત્ર ૧૯)માં આ વાત લખી છે, તે ડે. બજેસના ઉલલેખને આધારે લખી હશે કે બીજા કેઈ આધારે, એ કહેવું મુશ્કેલ છે. આ ઉદ્ધારની વાતની આજે ચોકસાઈ થઈ શકે એવી સ્થિતિ રહેવા પામી નથી, કારણ કે, બીજા કેટલાક શિલાલેખોની જેમ, આ શિલાલેખ પણ ચિરુડના પ્લાસ્ટરની નીચે દબાઈ ગયો છે. એટલું સારું થયું કે ડૉ. બજે સે જ્યારે સને ૧૮૭૪ની સાલમાં (આજથી એક વર્ષ પહેલાં) આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે એમણે, રા. સ. દલપતરામ પ્રાણજીવનદાસ ખખરના સહકારથી, એ શિલાલેખને જાતે જોઈને એની ઉપર પ્રમાણે નેધ લીધી હતી. “શ્રી જગડુચરિત”ની પુરવણીમાં (પૃ. ૧૧૦) પણ આ શિલાલેખની નેધ લેવામાં આવી છે. ભદ્રેશ્વરના જે કંઈ શિલાલેખે ઉપલબ્ધ છે અથવા જે શિલાલેખ એક કાળે મેજૂદ હવાની નેંધ સચવાઈ રહી છે, એમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે.૧૨
(૬) મહારાજા કુમારપાળને ઉદ્ધાર–આ ઉદ્ધારનો ઉલ્લેખ (૧) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા (પૃ. ૧૧૯); (૨) જૈન તીર્થોને ઈતિહાસ (પૃ. ૧૪૧); (૩) ભારતનાં જૈન તીર્થો (પૃ. ૪૮) અને (૪) મારી કચ્છ યાત્રા (પૃ.૧૪૩)માં મળે છે.અને “કચ્છ ગિરનારની મહાયાત્રા” માં તથા “મારી કચ્છ યાત્રા”માં તો આ જીર્ણોદ્ધારને લગતો શિલાલેખ હેવાનું પણ લખ્યું છે, પણ આ શિલાલેખ સંબંધી કે એના સ્થાન કે સંવતને લગતી કશી વિગત એમાં આપી નથી. અને “જૈન તીર્થોનો ઇતિહાસ”માં એમ લખ્યું છે કે “પરમાતોપાસક મહારાજા કુમારપાલે અહીં ના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.” આની સાથે સાથે આ ઉલ્લેખ અથવા એના સ્થળની નોંધ કરવામાં આવી હતી તે આ વાત સુનિશ્ચિત રૂપે જાણી શકાઈ હોત. એટલે આનું મૂળ શું હશે તે શેધવાનું બાકી રહે છે. આમ છતાં, એક વાત સાચી છે કે, તે કાળે કચ્છ, મોટે ભાગે, પહેલાં પાટણના સોલંકી રાજાઓના અને પછીથી વાઘેલા રાજવીઓના આધિપત્યમાં હતું. વળી; કુમારપાળ તથા મૂળરાજે બંધાવેલ તળાવને જગડૂશાએ ખેદાવ્યાનું અને કર્ણ
૧૨. આ બાબતમાં કદાચ એક અપવાદ હોઈ શકે, તેની વિગત આ પ્રમાણે છે દેરાસરમાં પ્રવેશ કર્યા પછી વિશાળ અને ઊંચા થાંભલાવાળે જે પ્રવેશમંડપ આવે છે, તેમાં આપણું જમણે હાથ તરફના એક થાંભલા ઉપર લાલ રંગ ભરેલ એક શિલાલેખ છે. ઘણી ઘણી મહેનત કરવા છતાં, અને શિલાલેખ વાંચવામાં નિષ્ણુત ગણાય એવા વિદ્વાનોની સહાય લેવા છતાં, આ શિલાલેખમાંનું લખાણ ઉકેલી શકાયું નથી. આમ છતાં આની શરૂઆતમાં કંઈક ૧૧૦૦ના અંક જેવો જે અંક દેખાય છે, તે સાચે જ ૧૧૦૦ની સંવતનો હોય તો આ શિલાલેખ સૌથી પ્રાચીન ગણાય. પણ આ શિલાલેખમાંનું લખાણ એટલું બધું દુર્વાચ અને સંદિગ્ધ છે કે આ બાબતમાં નિશ્ચિત રૂપે કંઈ કહી શકાય એમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org