SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આ નેાંધમાં વસ્તુપાલ-તેજપાલના સમય તે સાચા લખ્યો છે, પણ વીરધવલને વંથલીના મહારાજા કહ્યા છે, તે ભૂલ છે; તેઓ તે વખતની ગુજરાતની રાજધાની ધેાળકાના રાજા હતા તે સુવિર્દિત છે. સરક માંડવીની પ્રતમાં આ વાત આ પ્રમાણે લખી છે— k • તિવાર પછી ( વિમળશાહે સંધ સાથે યાત્રા કરી તે પછી ) વસ્તુપાલ-તેજપાલ થયા. તે પશુ સંધ લાવ્યા શ્રી વસઈએ. મ’ડપ એ કીધા. ’’ ડૉ. મજેસે આ અંગે લખ્યુ છે કે— “ જગદેવ શાહના કારાબાર નવઘણ વાઘેલાના હાથમાં ગયા હતા. એના બે વકીલા અરામલ શાંતિદાસ અને નાગણુદાસ (નારણદાસ?) પાટણુની મુલાકાતે ગયા હતા અને વિ॰ સં૰૧૨૮૬માં દસા શ્રીમાલી વાણિયાભાઈઓ વસ્તુપાલ અને તેજપાલે કાઢેલ ભદ્રેશ્વરના સંઘ સાથે પા આવ્યા હતા. ૧૫ વસ્તુપાલ-તેજપાલ સબંધી સાહિત્યમાં તેમ જ એમનાં સુકૃતાની યાદીઓમાં તપાસ કરતાં એમણે ભદ્રેશ્વર-વસઈ તી ના જીર્ણોદ્ધાર કરાવ્યાની કે એમણે આ તીર્થની સંઘ સાથે યાત્રા કરીને ત્યાં એ મંડપ કરાવ્યાની વાતના ઉલ્લેખ નથી મળતા. પણુ, સમ્રાટ સંપ્રતિની જેમ, આ મંત્રીબધુઓએ પણ ચામેર એટલાં વિપુલ પ્રમાણમાં સત્કાર્યો કર્યાં હતાં કે જેથી એમણે કયાં કયું સત્કાર્ય કર્યુ” હતું એ નક્કી કરવુ' મુશ્કેલ છે. એટલે એમની ધર્મપ્રિયતા અને દાનશૂરતાના લાભ આ તીથ ને નહીં મળ્યા હાય એમ કેવી રીતે કહી શકાય ? વળી, ડૉ. ખરેસે તા એ એ ભાઈ આએ ભદ્રેશ્વરના સંઘ વિ॰ સ’૦ ૧૨૮૬માં કાથો હતા એમ ચાખ્ખું લખ્યું છે. એટલે પછી આમાં શકા કરવાને અવકાશ રહેતા નથી—ભલે પછી ડાઁ. મજેસે આ વાત શાના આધારે લખી હશે એ શેાધવાનું બાકી રહે. (સામાન્ય રીતે એમણે લખેલી ભદ્રેશ્વર તીને લગતી માટા ભાગની માહિતી યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તી સંબધી જે માહિતી એકત્ર કરી હતી એના આધારે જ લખી છે.) મહામંત્રી વસ્તુપાલના સમય વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ હતા. એમના સ્વર્ગવાસ વિ॰ સં૦ ૧૨૯૬ (બીજા મતે ૧૨૯૮ )માં થયા હતા. આચાર્યં જગતચંદ્રસૂરિને તપાનુ બિરુદ વિ. સ. ૧૨૮૫માં મળ્યું હતું. અને જગતૢ શાહ વિક્રમની તેરમી સદીની છેલ્લી વીશી અને ચૌદમા સૈકાની પહેલી ત્રીશીદરમ્યાન થઈ ગયા; એ ઉપરથી એમ કહી શકાય કે આ ત્રણે વ્યક્તિએ અમુક સમય સુધી સમકાલીન હતી. વળી, જગતૢ શાહે ભદ્રેશ્વરના કિલ્લા પાટણપતિ લવણુપ્રસાદની લશ્કરી સહાયથી ખંધાવ્યો હતા, એટલે કોઈક કાળે વસ્તુપાલ તથા તેજપાલ સાથે જગડૂશાને સંબંધ થયા ૧૫, પૃ૦ ૨૦૭ : ૬ Jagadeva-sah's affairs fell into the hands of Naughana Vaghela and his Vakils Ajjaramal Santidasa and Nagandas Tejpal, the letter of whom visited Anhilavada Pattan, and returned, in S. 1286, with a Sangh or Pilgrimage to Bhadreswar, led by the great Desa Shrimali Vania brothers Vastupala and Tejapala. " આમાં વસ્તુપાલ-તેજપાલને દશાશ્રીમાલી વાણિયા કથા છે, પણ તે પારવાડ જ્ઞાતિના હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy