________________
આ ભચાર-વસઈ મહાતી તે, એમ જ લાગે કે આ પ્રતિમા કનક ચાવડાના જીર્ણોદ્ધાર વખતે પ્રતિષ્ઠિત થઈ હશે. પણ આમ માનવાની સામે બે મોટા અવરોધે છે: એક તે આ તીર્થના પ્રાચીન મૂળનાયક શામળિયા પાર્શ્વનાથ હતા; એમના સ્થાને ભગવાન મહાવીરની પ્રતિમા તો છેક સત્તરમી સદીમાં (વિ. સં. ૧૬૨૨માં) થયેલ જીર્ણોદ્ધાર વખતે (અથવા તે પછીના કેઈક સમયે) બિરાજમાન કરવામાં આવી હોવી જોઈએ. બીજો અવરોધ એ કે ૬૨૨ની સાલ દર્શાવતા અંકના અક્ષરોને મરોડ સાતમી સદીના અતિપ્રાચીન અક્ષરના મરોડ જેવું નહીં પણ સત્તરમી સદીની અને તે પછીના સમયની આધુનિક લિપિના જે છે અને છઠ્ઠી વિભકિતને સૂચક “ના” પ્રત્યય પણ પ્રાચીન નહીં પણ અર્વાચીન છે. એટલે કનક ચાવડાના જીર્ણોદ્ધારની ૬૨૨ની સાલ અને આ પ્રતિમા ઉપરની૬૨૨ની સાલને આકસ્મિક જોગાનુજોગ જ સમજવો જોઈએ. ડો. બજેસે આ સાલ દરરના બદલે ૧૬૨૨ હોવાનું સૂચવ્યું છે. અને શ્રીસંઘે આ તીર્થનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૨૨માં કરાવ્યો હતો, એ વાતને તેમ જ ભગવાન પાર્શ્વનાથના સ્થાને મૂળનાયક તરીકે ભગવાન મહાવીરને આ જીર્ણોદ્ધાર વખતે બિરાજમાન કરવામાં આવ્યા હતા એ માન્યતાને ખ્યાલ કરતાં ડો. બર્જેસનું સૂચન ધ્યાનમાં લેવા જેવું લાગે છે.
કનક ચાવડે કેઈ કથાનો નાયક હોય એમ એને નામે કેટલીક કથાઓ લેકજીભે સચવાઈ રહી છે. આવા બે પ્રસંગે આ પ્રમાણે છે –
(૧) “વસઈ (તા. ઓખામંડળ, જિ. જામનગર)નાં કનકસેન ચાવડાનાં મંદિરે નામે જાણીતાં થયેલાં જૂનાં મંદિરના શિખર પણ આ જ પ્રકારની રચના ધરાવે છે.”
–ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૩ મૈિત્રકકાલ અને અનુમૈત્રકકાલ. આ પુસ્તકમાં શ્રી જયેન્દ્રમુકુંદલાલ નાણાવટીને
“સ્થાપત્યકીય સ્મારકે” નામે લેખ, પ્ર૦ ૧૫, ૫૦ ૩૩૪. સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ શ્રી મધુસૂદન ઢાંકીએ દ્વારકા પાસે આવેલ વસઈ ગામનાં આ મંદિરે જાતે જોયાં છે; એની છબીઓ પણ એમણે લેવરાવી છે. એમના કહેવા પ્રમાણે કનકસેન ચાવડાનાં આ મંદિરો જૈનધર્મનાં છે; અને એ વસી કે વસઈનાં મંદિર તરીકે ઓળખાય છે.
(૨) “દંતકથા તો કહે છે કે મહુવા એ પ્રાચીન મધુમાવતી, અને મહુવાથી દેઢ કેશ પર દરિયા કાંઠે આવેલું ખારવાઓનું ગામડ' કતપર એ કતકાવતી હતી, કનકસેન ચાવડાની રાજધાની. હંસ ને વછની વાર્તામાં આવતી કનકાવતી ને કનકભ્રમ અને મનસાગરાની વાત
ને કનકભ્રમ અને મનસાગરાની વાર્તામાંની કનકાવતી, દંતકથાના જગતમાં એ નામની નગરીની કીર્તિ કેટલી હશે તેને ખ્યાલ આપે છે. મૂળ કેસલ દેશના કનકસેને આનર્તના સ્થાનિક પરમાર રાજાને હરાવી, આનંદપુર વસાવી રાજધાની સ્થાપી, સૌરાષ્ટ્ર છત્યુ, વાળાના મૂળ પુરુષોને હરાવી વાળાક ક્ષેત્ર જીત્યું–આવી દંતકથા છે. (કે. હ. ધ્રુવ, સાહિત્ય અને વિવેચના, ૨, ૩૨૭૮ ).
–શોધ અને સ્વાધ્યાય, પૃ. ૪૩૦-૩૧ (ડે. હરિવલ્લભ ભાયાણીકૃત) 6. 4. 20€ : "...and has carved uppo it the figures probably for $. 1622."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org