________________
આપત્તિએ અને જીર્ણોદ્ધારા
આ જીર્ણોદ્ધારના ઉલ્લેખ માંડવીની પ્રતમાં (પૃ૦ ૧) આ પ્રમાણે કરવામાં આવ્યા છે—
તિ વાર પછી કનક ચાવડા થયા. સંવત ૬૨૨ વરસે ઉધાર કરાયા, ”
ડા. ખજેસે પેાતાના “રિપાટ એન ધી એન્ટીકવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ” નામે પુસ્તકમાં આ વાત આ પ્રમાણે નાંધી છે—
"
“ પછી પાટણના કનક ચાવડાએ ( વિ॰ સ′૦ ૬૧૮ માં ) એ દેશ ઉપર કબજે કરી લીધા અને વિસ’૦ ૬૨૨માં એ મદિરને ફરી બંધાવીને એમાં એક પ્રતિમા પધરાવી,
*
શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ પશુ, ડા. ખજે સના ઉલ્લેખને અનુસરીને,કનક ચાવડાના વિજય વિ॰ સ`૦ ૬૧૮માં અને જીર્ણોદ્ધાર વિસ૦ ૬૨૨માં થયાનું અને એ પાટણનેા હોવાનું લખ્યુ છે. “ કચ્છનુ` સંસ્કૃતિદર્શન ” માં કનક ચાવડાના વિજય અને ઉદ્ધારની વાત પણ ડા. ખજેસના લખાણને આધારે જ નાંધવામાં આવી છે.
ડૉ. મજેસે તથા શ્રી વ્રજલાલભાઈ છાયાએ કનક ચાવડો પાટણના હોવાનું કહ્યું છે. પણ પાટણ તેા વનરાજ ચાવડાએ વિક્રમની નવમી સદીના પ્રારંભમાં (વિ॰ સ૦૮૦૨માં) વસાવ્યું હતુ' અને ઉપર નાંધેલી સાલે પ્રમાણે કનક ચાવડા વિક્રમના સાતમા સૈકામાં થઈ ગયા. એટલે પાટણની સ્થાપનાની ષ્ટિએ તેમ જ રાજાઓની સાલવારી પ્રમાણે કનક ચાવડા કયારે થયા એ નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ છે.
આ અનુસ ́ધાનમાં એક બીજી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે શ્રી ભદ્રેશ્વર વસઈના જિનમંદિરમાં મૂળનાયક તરીકે અત્યારે મહાવીરસ્વામીની જે પ્રતિમા બિરાજે છે, એની પલાંઠી (પમાસણ) ઉપર “સ, ૬૨૨ ના વર્ષે ’' એટલું સ’વતને લગતું લખાણ કોતરેલું સ્પષ્ટ વાંચી શકાય છે. એક તરફ કનક ચાવડાના જીર્ણોદ્ધારની સાલ વિ॰ સં૦ ૬૨૨ની જણાવવામાં આવી છે અને બીજી તરફ મૂળનાયક ભગવાન મહાવીરની પ્રતિમા ઉપર સં૦ ૬૨૨ની સાલ કાતરેલી મળે છે. આથી આ બાબતની વધારે વિચારણામાં ઊતર્યાં વગર, સામાન્ય રીતે વિચાર કરનારને, પહેલી દૃષ્ટિએ વિજય માટે વિ॰ સ૦ ૬૧૮ના બદલે ૬૦૮ અને ઉલ્હાર માટે વિ॰ સં૦ ૬૨૨ના સ્થાને ૬૧૨ના આંકડા મૂકી દેવામાં આવ્યા !
કેમ્પબેલે પાતાના ભદ્રેશ્વર તીર્થ સંબંધી લખાણમાં ડો.બન્ને `સના ગ્રંથનો ઉલ્લેખ કર્યાં જ છે. એટલે ગુજરાત સ્ટેટ ગેઝેટિયર-કચ્છ ડિસ્ટ્રીકટ”ના સંપાદકે પેાતાના મનથી સંવતના આંકડામાં ફેરફાર કરવાને બદલે ડૉ. બન્નેસનો ગ્રંથ જોયે। હ।ત તા આવી ભૂલ થતી અટકી જાત અને કેમ્પબેલે કરેલી ભૂલનું પણ નિવારણ થઈ જાત.
૭. પૃ. ૨૦૬: “Kanak Chavada of Pattan then subjugated the country (in Samrat 618), rebuilt the temple and installed an image in it in S. 622. '
૮. આ લેખમાં વિજયની સાલવિ॰ સ૦ ૭૯૮ નાંધી છે તે કેવળ સરતચૂક અથવા પ્રેસની ભૂલ હેવી જોઈએ. કારણ કે એ જ લેખમાં એમણે જૈન સેલંકી રજપૂતાએ એ દેશ જીતી લઈને વિ॰ સં૦ ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતીને બદલીને ભદ્રેશ્વર રાખ્યાનું લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org