________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય
દીપેાત્સવી અંકમાં (પૃ૦ ૭૭) શ્રી વ્રજલાલભગવાનલાલ છાયાના “ કચ્છની સ્થાપત્યકળાના ઘેાડાએક અવશેષા” નામે લેખ અને (૫) કચ્છનું સસ્કૃતિદર્શન, પૃ૦ ૮૬.
૧૪
ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર્ધ્વ સંબધી ઇતિહાસ જેવી કથાઓ, દંતકથાઓ અને અનુશ્રુતિ ઉપરથી લાગે છે કે કનક ચાવડા અને કનકસેનને નામે કેટલીક વાતા પ્રચલિત થયેલી છે. કનક ચાવડા અને કનકસેન એક જ વ્યક્તિ છે કે કેમ તેમ જ એમના સમય નિશ્ચિત છે કે કેમ તે હજી પણ શેાધના વિષય છે. પણ એના સ’અધી જે કઈ વાતા લાકામાં પ્રચલિત છે અને કર્ણોપક સચવાઈ રહી છે, તે ઉપરથી એટલુ તા લાગે છે કે આ નામની વ્યક્તિએ લેાકમાનસમાં સારુ એવું સ્થાન લીધું હશે.
ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં કનક ચાવડાનું' નામ નથી આપ્યું, છતાં એમાં આ ઉદ્ધારની વાત નેાંધી છે, જે આ પ્રમાણે છે—
.
આ પછી વિક્રમ સ ́વત ૬૨૧માં એ જમાનાના ચાવડા રાજા કે જે પાટણુપતિ વનરાજ ચાવડાના પૂર્વજ હતા, તે ચાવડા રાજાએ ૬૨૧માં આ તીર્થના દ્ધાર કરાવ્યા હતા. '' (પૃ૦ ૨૨-૨૩ )
આ લખાણમાં આ ઉદ્ધાર વિ॰ સ૦ ૬૨૧માં થયાનું લખ્યુ છે, જ્યારે ખાકીના બધા ઉલ્લેખામાં વિ૦ સ’૦ ૬૨૨ માં આ જીર્ણોદ્ધાર થયાનુ' નાંખ્યું છે. એટલે સરતચૂકથી ૬૨૨ના બદલે ૬૨૧ લખાયુ' હાય એમ લાગે છે; અને આ ફેર મહત્ત્વને નહીં પણ સામાન્ય અને નજીવા છે.
૬. કારેક સરતચૂક થઇ જાય અને એને સુધારવાને બદલે એની ઉપેક્ષા કરવામાં આવે તેા ભૂલ ઉપર ભૂલ કેવી થતી જાય છે, તે આ સંવત બાબત ત્રણુ જુદા જુદા ગ્રંથામાં થયેલ ઉલ્લેખે ઉપરથી પણુ સમજી શકાય છે; તેની વિગત આ પ્રમાણે છે—
(૧) ડૉ. બન્ને સે કનક ચાવડાએ એ દેશ ઉપર કબજો કરી લીધાની સાલ વિ૰ સં૰ ૬૧૮ની અને દેરાસરને સમું કરાવ્યાની સાલ ૬૨૨ની આપી છે. ડૉ. બન્ને સનું આ પુસ્તક ઈ॰ સ૦ ૧૮૭૪-૭૫માં પ્રગટ થયું હતું. (૨) આ પછી જેમ્સ એમ. કેમ્પબેલે તૈયાર કરેલ “ ગેઝેટિયર ઓફ ધી બામ્બે પ્રેસિડેન્સી 'તું પાંચમુ વાદ્યુમ ઈ॰ સ૦ ૧૮૮૦માં બહાર પડયું, તેમાં ભદ્રેશ્વરતી સંબધી માહિતી ડૉ. બન્ને સના લખાણ મુજબ (પૃ૦ ૨૧૪) આપવામાં આવી. એમાં પાદનોંધમાં કનક ચાવડાના વિજયની વિ॰ સ`૦ ૬૧૮ની સાલ સાથે ઈસ્વીસનનો ખ્યાલ આપવા માટે ૫૫૧ના અંક અને જીર્ણોદ્વારની વિ॰ સં૦ ૬૨૨ની સાલની સાથે ઈસ્વીસનનો અંક ૫૫૫ આપવામાં આવ્યા છે. વિક્રમ સંવત અને ઈસ્વીસન વચ્ચે ૫૭ (કચારેક પ૬) વર્ષીનો ફેર છે તે જોતાં આ ગ્રંથમાં આપવામાં આવેલ ઈસ્વીસનના આંકડામાં દસકા આપ્ટે લખવાની ભૂલ થઈ ગઈ, એટલે ખરી રીતે ૫૫૧ના બદલે ૫૬૧ અને ૫૫૫ના બદલે ૫૬૫ના આંકડા મુકાવા જોઈતા હતા.
(૩) પાંચ વર્ષ પહેલાં (સને ૧૯૭૧માં) ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત સ્ટેટ ગેઝેટિયર”નો “કચ્છ ડિસ્ટ્રીકટ’ નામે ગ્રંથ બહાર પડયો છે. એના મુખ્ય સંપાદક ડો. જી. ડી. પટેલ છે. આ ગ્રંથમાં (પૃ૦ ૫૮૬) કેમ્પબેલ તથા ડૉ. અને સના લખાણને આધારે ભદ્રેશ્વર તીર્થનો પરિચય ટૂંકમાં આપવામાં આવ્યા છે. એમાં મેટી ભૂલ એ થઈ છે કે કનક ચાવડાના વિજય અને ઉદ્દારની વિક્રમની સાલની સાથે કેમ્પબેલે ઈસ્વીસનના દસકાની ભૂલવાળા જે આંકડા પોતાના ગ્રંથમાં ઉમેર્યા હતા, એને સાચા માનીને તે મુજબ વિક્રમ સંવતમાં દસકાનો ઘટાડા કરીને કનક ચાવડાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org