SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિઓ અને કર્ણોદ્ધાર આ તીર્થની પેઢી તરફથી તીર્થના સંક્ષિપ્ત પરિચયની જે નાની સરખી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, એમાં તો માત્ર સમ્રાટ સંપ્રતિએ ઉદ્ધાર કરાવ્યાનું જ લખ્યું છે. (૨) કાલકરિના ભાણેજને ઉદ્ધાર–આ તીર્થનો જીર્ણોદ્ધાર કાલિકાચાર્યના ભાણેજે કરાવ્યાની વાત માત્ર ભદ્રેશ્વરની પ્રત (૨૨)માં જ નેધાયેલી છે;૪ એ સિવાય બીજા કોઈ સ્થળે આ વાતનો ઉલ્લેખ મળતો નથી. જે આ કાલકસૂરિ તે ગર્દભિલઉછેદક કાલિકાચાર્ય હોય તે એમના બે ભાણેજે બલમિત્ર-ભાનુમિત્રમાંથી કેઈ કે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે, એમ કહેવું જોઈએ. આ બલમિત્ર-ભાનુમિત્ર એ જ છે કે જે ગર્દભિલ્લની ગાદીએ બેસનાર શક રાજા (શક શાહી)ને પરાજિત કરીને ઉજજયિનીના શાસક બન્યા હતા. આ બાબતમાં આથી વિશેષ કશું નથી કે વિચારી શકાય એવી સામગ્રી મળતી નથી, એટલે ભદ્રેશ્વર-વસઈ તીર્થના આ બીજા જીર્ણોદ્ધાર અંગે મળતી આટલી નેંધથી જ સંતોષ માનવાને રહે છે. (૩) વનરાજને જીર્ણોદ્ધાર–આ જીર્ણોદ્ધારની નોંધ કેવળ ડે. બજેસના “રિપેર્ટન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે ગ્રંથમાં (૨૦૬)જ જોવા મળે છે.(સંપ્રતિના સમકાલીન) ભેજની ગાદીએ એના ભાઈનો પુત્ર વનરાજ બેઠો હતો; અને એણે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું. વનરાજનો પુત્ર સારંગદેવ હતો. વળી, આ ગ્રંથમાં આગળ જતાં લખ્યું છે કે–વનરાજ વાઘેલો મુંજપુરને હતે; એણે વિ. સં. ૨૧૩માં એ પ્રદેશ પડાવી લીધો હતો એ જેન હતો અને એની ગાદીએ એને પુત્ર ગરાજ આવ્યો હતો.' (૪) કનક ચાવડાનો ઉદ્ધાર–કનક ચાવડાએ કરાવેલઉદ્ધારની વાતનાઉલ્લેખ આ પ્રમાણે મળે છે: (૧) ભદ્રેશ્વરની જીણું પ્રત, પૃ. ૨૨; (૨) માંડવીની પ્રત, પૃ૦ ૧; (૩) રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ પૃ૦ ૨૦૬; (૪) “સ્વદેશ”ના વિ. સં. ૧૮૮૦ના ૪. પૃ. ૨૨: “ત્યાર પછી પૂર્વધર પરમપ્રભાવક આચાર્ય દેવ શ્રી કાલકાચાર્યસૂરિ મહારાજના ભાણેજ રાજાએ આ તીર્થને બીજો જીર્ણોદ્ધાર કરાવ્યું, ને ત્યાં આક્રમણ લઈ આવવાની તૈયારી કરતા તે વખતના કેઈક યવન રાજાને આ દેશમાં આવતાં જ રોકી રાખ્યો. ” 4.40 204 : “ Bhoja was succeeded by his brother's son Vanaraja, who repaired the temple.”......" Vanaraja Vagela of Munjpur then seized on the country (S. 213): he was a Jain, and was succeeded by his son Yogaraj." આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે આમાં વનરાજ વાઘેલા અને વનરાજ ચાવડા વચ્ચે ભેદ ભુલાઈ ગયો છે, અને સમયની ગણતરીમાં પણ ઘણે ફરક છે. યોગરાજ એ વનરાજ વાઘેલાને નહીં પણ વનરાજ ચાવડાને પુત્ર હતા; અને વનરાજ ચાવડાને સમય વિક્રમના આઠમા અને નવમા સૈકાને નિશ્ચિત છે, એટલે આ જીર્ણોદ્ધારની વાતનો ઇતિહાસમાન્ય વ્યક્તિઓ તેમ જ કાળગણના સાથે મેળ બેસારવાનું કામ અશક્ય છે–સિવાય કે ચાવડા વનરાજની જેમ જ વાઘેલા વનરાજ પણ ઐતિહાસિક વ્યક્તિ હોય અને એને પણ ગરાજ નામે પુત્ર હોવાનો કોઈ પુરાવા મળી આવે. ડે. બજેસે પણ આ બાબતની નોંધ લીધી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy