________________
તીની સ્થાપના
પિસ્ટાર્સે આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે યતિ શ્રી ખાંતિવિજયજી હયાત હતા
અને સને ૧૮૭૪માં (વિ. સં. ૧૯૩૦માં) ડ એસ બજેસે ભદ્રેશ્વરને પ્રવાસ કર્યો ત્યારે તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. અર્થાત્ વિ. સં. ૧૯૩૪-૩૯ વચ્ચે થયેલ ભદ્રેશ્વરના મોટા અને છેલા જીર્ણોદ્ધાર દરમ્યાન, ઉપર્યુક્ત તામ્રપત્ર મળી આવ્યું તે વખતે, યતિ શ્રી ખાંતિવિજયજી હયાત ન હતા. એટલે એમણે આ તીર્થ સંબંધી જે માહિતી એકત્ર કરી હતી તે, આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાની હતી, અને તેથી એ કેટલાક પ્રમાણમાં તામ્રપત્રમાંથી મળી આવતી માહિતીથી જુદી પડતી હતી; ખાસ કરીને એમાં આ તીર્થની સ્થાપના કરનાર શ્રેષ્ઠી દેવચંદ્રના નામનો કોઈ ઉલ્લેખ મળતો ન હતો; અને છતાં આ તીર્થની સ્થાપનાના સમય સાથે લગભગ પૂરેપૂરા કહી શકાય એટલા પ્રમાણમાં એ મળતી આવતી હતી. અર્થાત્ યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ માહિતી પ્રમાણે પણ આ તીર્થની સ્થાપના વીર નિર્વાણ સંવતની પહેલી સદીના પૂર્વાર્ધમાં જ થઈ હતી. આ વાત નીચેની વિગતથી વિશેષ સ્પષ્ટતાથી જાણી શકાશે–
માંડવીની પ્રત–આ પ્રતમાંથી આ તીર્થની સ્થાપનાને લગતી નીચે મુજબ માહિતી - મળે છે “શ્રી વસઈ જૈન ધર્મની જગ્યા અસલ દેવળ છે, તેની વિગત છે.
સંવત ૨૨ સમે રાજા ઈક્ષાવંશી સિદ્ધસેન રાજા થયે. શ્રી ભદ્રાવતી બંદર મણે રાજ્ય કરે છે. તે સમયે ધર્મ ઘોષસૂરિ આચાર આવ્યા. તેણે ધર્મઉપદેશ દીધે, ગુરુદેવની ભક્તિ કરવી. તે વારે રાજાએ દેવસેવાને વર્ણવ સાંભળે, જે દેવતામાં પણ ભગવંતની સેવા કહી છે, દેવતા ઘણી ભક્તિ કરે છે, તો મારે પણ જૈન પ્રાસાદ કરી શ્રી વીતરાગની મૂર્તિનું પૂજન કરવું અવશ્ય. તે વારે રૂડાં મુરત જોઈ, શ્રી ભદ્રાવતી મધ્યે પ્રાસાદ કરાવ્ય, શ્રી જિનબિંબની સ્થાપના કરી તેની વિધિ આમાં બતાવી તેની વિગત છે.”
આ પછી આ પ્રતમાં જિનબિંબની સ્થાપના કેટલાક વિધિ બતાવીને એમાં ભદ્રેશ્વર નગરના રહેવાસી કુમાર વિજય અને કુમારી વિજયાએ ભાગ લીધે, બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અને છેવટે એ બનેનાં લગ્ન થયાં—એ બધી વાત (પૃ. ૧) આ પ્રમાણે આપવામાં આવી છે–
રૂપવંત પુરુષ જણ ૬૪, તેહનાં શરીર અખંડ, ગડગુમડના દાગ નહીં, ડાંભ દીધેલ નહીં, પાંચે ઈદ્રી નીરોગી કાય, કુંવારા તે દેવકુમાર, તેહને ઇદ્રની સ્થાપનાને ઠેકાણે થાપે. હિમ જ છપન કુમારી અપછરા સરખી રૂપવંત, તેહને છપન કુમારિકાને ઠેકાણે થાય. ચોસઠ કુમાર, છપન કુમારી, તેહને શીલનાં વ્રત ઉચરાવે. કેણે ૮ દિનનાં, કેણે માસ ૧નાં, કોણે વધુ પણ જથાયોગ્ય ધારણા પ્રમાણે કરી છે. તેને વિષે વિજે કમરે અંધાર પખવાડામાં શીલ પાલ જાવજીવ લગે, એહવું મન નિશ્ચ કીધુ છે. અને એક વિજયા કુમારી, તેણે ઉજલા પખવાડામાં શીલનાં પરચકખાણ કર્યા, જાવજીવ લગે. તિહાં આઠ દિવસ છવ થયો-ભક્તિમુક્તિદાયક, પછે દેવના જોગથી વિજે કુમાર-વિજયા કુમારી પરસ્પર માંહમાંહે વિવાહ માંડચો, તેહને વરણવ ઘણું છે.'
માંડવીની પ્રતિમાંની આ માહિતી ઉપરથી જાણી શકાય છે કે ભદ્રેશ્વરના જિનમંદિરની સ્થાપના સંવત ૨૨મા થઈ હતી અને બીજા ઉલેખેને અનુસરીને, આ ૨૨મું વર્ષ વીર નિર્વાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org