SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભચર-વસઈ મહાતી લેફટન્ટ પોસ્ટન્સ પછી આશરે ૩૭ વર્ષ બાદ, સને ૧૮૭૪માં, ડો. જેમ્સ બજેસે ભદ્રેશ્વરવસઈ જૈન તીર્થની મુલાકાત લીધી હતી. ડે. બજેસ ભારતીય પુરાતત્વ સંશોધનના એક સમર્થ અને દેશ-વિદેશમાં જાણીતા વિદ્વાન હતા. એમણે પણ “આક્યોલોજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા-રિપોર્ટ એ ન ધી એન્ટીકવીટીઝ ઍફકાઠિયાવાડ ઍન્ડ કચ્છ ક” નામે પુસ્તકમાં(પૃ૦૨૦૬) છાપેલ પોતાના અહેવાલમાં જૈન ગુરુ અંતવિજ્યજીએ આ તીર્થની રક્ષા માટે તેમ જ તીર્થ સંબંધી માહિતી એકત્ર કરવા માટે બજાવેલ કામગીરીને ઉલલેખ આ પ્રમાણે કર્યો છે – “એના (ભદ્રેશ્વરના જૈન મંદિરના) ઈતિહાસ સાથે સંખ્યાબંધ પરંપરાગત વાતે-દંતકથાઓ સંકળાયેલી છે. અને તે આ સદીના પૂર્વના ભાગમાં એક ખંતવિજય નામના જૈન ગુરુએ એકત્ર કરી હતી. આ ગુરુએ આ મંદિરને રાજ્ય તરફથી જૂના વખતમાં ઈનામ તરીકે ભેટ મળેલ જમીન વગેરેની વસૂલાત કરવાને દરેક પ્રકારને પ્રયત્ન કર્યો હતો.”૭ ગોરજી શ્રી ખંતવિજયજીની કામગીરીની આ પ્રમાણે નોંધ લેવાની સાથે સાથે ડૉ. બજેસે એવી ટકોર પણ કરી હતી કે “કમનસીબે આ ગુરુએ, પોતે એકત્ર કરેલ (આ તીર્થ સંબંધી માહિતી આપતી) સામગ્રી સાથે પોતે નકકી કરેલી કાળગણના સાથે મેળ બેસારવા પ્રયત્ન કર્યો હતો, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. ” ડે. બજેસની આ ટકરનો ભાવ કંઈક એ છે કે આ તીર્થના જીર્ણોદ્ધારને લગતી તથા બીજી ઘટનાઓને, જુદા જુદા રાજવીઓ તેમ જ બીજી વ્યક્તિઓ સાથે, સમયની દષ્ટિએ, મેળ બેસારવાને યતિ શ્રી ખાંતિવિજયજીએ જે પ્રયત્ન કર્યો હતો, તે ઇતિહાસમાન્ય બની શકે એવો નથી. ઉપર આપેલા લેફટનન્ટ પિસ્ટાન્સલ તથા ડૉ. જેમ્સ બજેસના ઉલ્લેખો ઉપરથી જોઈ શકાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ, વિક્રમની ૧૯મી સદીના અંત ભાગમાં અને વીસમી સદીની પહેલી પચ્ચીશી દરમ્યાન, આ તીર્થની સાચવણી કરવા માટે, એ તીર્થ સંબંધી પરંપરાગત માહિતી એકત્ર કરવા માટે અને એ તીર્થને ઈનામરૂપે મળેલ રાજકીય ભેટોને ચાલુ કરાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી. વળી, જ્યારે સને ૧૮૩૭માં (વિસં. ૧૮૯૩માં ) લેફટનન્ટ which had suffered from the earthquake has been re-placed; and the whole is now in good order. 1. Connected with its history there are series of traditions collected early in the t century by a Jain Guru Khantvijaya, who seems to have used every endeavour to recover the old inams or royal gifts of land to the temple. C. Unfortunately the Guru has apparently tried to square his meterials with chronology. ૯. લેફટનન્ટ પોસ્ટાન્સનાં પત્ની એક ચિત્રકાર હતાં, અને એમણે કચ્છની પ્રજાના અમુક વર્ગનાં ચિત્રો દોર્યા હતાં. (જુઓ, કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૧૭,૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy