________________
તોથના સ્થાપના
આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે તો પિતાના “અજ્ઞાનતિમિરભાસ્કર” પુસ્તકમાં (પૃ. ૧૭૬ ) આ અંગે સ્પષ્ટ લખ્યું છે કે “સે તાત્ર મદ્રેશ્વરગી મંડાર વિદ્યમાન હૈં जोसको शंका हे।वे सेा ताम्रपत्र देख ले."५
આ રીતે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે તો આ તામ્રપત્ર ભદ્રેશ્વરજીના ભંડારમાં હોવાની વાત ભારપૂર્વક લખી છે, પણ આ તીર્થની પેઢીમાં તપાસ કરતાં મૂળ તામ્રપત્ર,એની છાપ કે એ બીજે ક્યાંય હોવાની કોઈ પ્રકારની આછી-પાતળી માહિતી પણ મળી શકી નથી!
તામ્રપત્ર સાંપડ્યા પહેલાંની વાત આ પ્રકરણમાં અગાઉ સૂચવવામાં આવ્યું છે કે આ તીર્થના છેલા (વિ. સં. ૧૯૩૯ના) જીર્ણોદ્ધાર વખતે આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાંના સમયમાં પણ આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડાંક વર્ષ વીત્યા બાદ જ થઈ હોવાની કથા-અનુશ્રુતિ પ્રચલિત હતી. તે હવે એ અનુશ્રુતિ કેવી હતી, એની કેટલીક વિગતો જોઈએ,
આ તામ્રપત્ર મળ્યા પહેલાં આ તીર્થ સંબંધી જે કંઈ આછી-પાતળી અને કથા-અનુશ્રુતિરૂપ માહિતી એકત્ર થઈ હતી, તેનો યશ તે વખતના માંડવીના તપગચ્છના ગોરજી (યતિ) શ્રી ખાંતિવિજ્યજીને ઘટે છે–તેઓ ખંતવિજયજીના નામે પણ ઓળખાતા હતા.
લેફટનન્ટ પિટાસ ( Postans) નામના કચ્છના એક અંગ્રેજ અમલદારે ઈ. સ૧૮૩૭ની - સાલમાં ભદ્રેશ્વર-વસઈ તીર્થની મુલાકાત લીધી હતી. એમણે અંજારમાં તા. ૨૦ મી ઓગસ્ટ, ૧૮૩૭ના રોજ આ તીર્થનું વર્ણન લખ્યું હતું, અને તે જર્નલ ઓફ ધી એસિયાટીક સોસાયટી ઍફ બંગાલન વૉલ્યુમ છમાના સને ૧૮૩૮ના મે માસના અંકમાં (પૃ.૪૩૧-૪૩૪) છપાયું હતું. આ લેખમાં ગરજી અંતવિજયજીની આ તીર્થની સાચવણીને લગતી કામગીરીને પ્રશંસાભરી વાણીમાં આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે –
અત્યારથી પંદર વર્ષ પહેલાં, આ સુંદર ઇમારત ખંડેર અને ભગ્ન હાલતમાં પડી હતી; પણ ગોરજી (ગુરુજી) ખંતવિજય, જેઓ એક ધનવાન જૈન હતા એમણે, પ્રશંસાપાત્ર ઉત્સાહથી, એનું મોટા પાયા ઉપર સમારકામ કરાવરાવ્યું હતું; ધરતીકંપના લીધે જેને નુકસાન પહોંચ્યું હતું તે પ્રવેશદ્વાર નવેસરથી ચણું લેવામાં આવ્યું હતું, અને અત્યારે આખી ઈમારત સારી સ્થિતિમાં છે.
૫, “મારી કચ્છ યાત્રા”(પૃ૦૭૧) અને “જૈન તીર્થોને ઈતિહાસ” (પૃ ૧૪૯)માં આ તામ્રપત્ર ભુજમાં કઈ યતિ પાસે હોવાનું નોંધ્યું છે. અને “અંચળગછદિગ્દર્શન'માં (પૃ.૬૧૦) લખ્યું છે કે “ ઉક્ત પ્રાચીન તામ્રપત્ર હાલ કયાં છે તે સમજાતું નથી. એ વખતે ભુજપુરના યતિ સુંદરજી પાસે હતું.”
બની શકે તે આ માટે ઝીણવટથી તપાસ કરવી-કરાવવી જોઈએ.
$. Uutil some 15 years since, this beautiful building was allowed to remain in a state of ruins and decay, but Gorji (for Guruji) Kantwajeh, a wealthy Jain, with praise worthy zeal has caused it to be intensively repaired; the portico
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org