________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી
સંવતનું માનવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠામાં ભદ્રાવતીનાં કુમાર વિજયે અને કુમારી વિજયાએ ભાગ લીધો હતો અને એ બને એ અનુક્રમે કૃષ્ણ પક્ષમાં અને શુકલ પક્ષમાં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, અને પછી જોગાનુજોગ એવો બન્યો કે એ બન્નેનાં લગ્ન થયાં.૧૦
૧૦. કુમાર વિજય શ્રેષ્ઠી અહદાસ અને અર્હદાસીને પુત્ર હતા. કુમારી વિજયા શ્રેષ્ઠી ધનાવહ અને ધનશ્રીની પુત્રી હતી. આ બંને કુટુંબો કચ્છના એક શહેરના રહેવાસી હતાં. કુમાર વિજય અને કુમારી વિજયા એ બંનેએ મહિનામાં અજવાળિયા પક્ષ અને અંધારિયા પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવાને નિયમ લીધે હતો. અને ભાગ્યયોગે એ બંને લગ્નગ્રંથિથી જોડાવાનું બન્યું. વિજયકુમાર અને વિજયાકુમારીનાં લગ્ન થયા પછીની કથા આ પ્રમાણે છે –
લગ્નની પ્રથમ મિલનની રાત્રી હતી. યૌવનથો તરવરત વિજ્ય અને સોળે શણગાર સજેલી વિજયા એકબીજાને મળવા ઉત્સુક હતાં. અંતરમાં કંઈક ઊમિ અને અરમાને ઊભરાતાં હતાં – જાણે સાગર અને સરિતાને આજે સુભગ સંગમ થવાને હતો ! વાણી કરતાં જાણે અંતર વધારે વાત કરવા તલસી રહ્યાં હતાં. આજની આ ઘડી જાણે ભારે રળિયામણી અને યાદગાર બનવાની હતી–પણ કેવી અનોખી અને અજબ રીતે !
વાણી ઉપરને પડદે હટી ગયું અને પતિ-પત્નીનાં અંતર ઊઘડી ગયાં. બંનેએ એકબીજાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાની વાત જાણું–દિવસ, અઠવાડિયું, પક્ષ, મહિને કે એક-બે વર્ષ પૂરતી નહીં પણ જીવનભર પાળવાની પ્રતિજ્ઞાની ! ક્ષણભર તો બન્નેનાં અંતરમાં સ્તબ્ધતા છવાઈ ગઈઃ આવું લગ્નજીવન! આ ઘરસંસાર ! આવો ગૃહસ્થાશ્રમ ! પણ ડીક વારમાં જ ધર્મની ભાવના એમની સહાયે આવી પહોંચી; અને ધર્મનું શરણ સ્વીકારીને બંનેએ નક્કી કર્યું કે, દુનિયાની નજરે આપણે પતિ-પત્ની તરીકે રહેવું, પણ અંતરથી નિષ્ઠાપૂર્વક અણીશુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું, અસિ-ધારાની જેમ, પાલન કરવું; અને જ્યારે પણ આપણા આ વ્રતની વાત બહાર પડી જાય અને લોકેના જાણવામાં આવે ત્યારે આપણે બન્નેએ સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવી. આ રીતે કેટલાંક વર્ષ વીતી ગયાં.
એક વખતની વાત છે. વિમળ નામના કેવળજ્ઞાની ધરતીને પાવન કરતા વિચરી રહ્યા છે. વિચરતાં વિચરતાં તેઓ ચંપાનગરીમાં પધાર્યા. એ નગરીમાં જિનદાસ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. એમણે એક નિયમ કર્યો હતોઃ મારે એક વાર ચોરાશી હજાર સાધુઓને પારણું કરાવવું. કામ ભારે મોટું હતું અને એ કેવી રીતે પાર પડે એની જિનદાસ શેઠને સમજ પડતી ન હતી અને હમેશાં ચિંતા રહ્યા કરતી હતી. એમણે કેવળજ્ઞાની મુનિને પિતાના નિયમની વાત કરી, અને એ પૂરો કરવાને ઉપાય બતાવવા વિનંતી કરી.
વિમળ કેવળીએ કહ્યું : મહાનુભાવ ! મોક્ષના અભિલાષી હોય એવા આટલા બધા સાધુઓને યોગ થવો અતિ કરે છે. અને આ યોગ થાય તોપણ એમને વહોરાવી શકાય એટલો શુદ્ધ આહાર મળવો તે એથી પણ વધુ મુશ્કેલ છે. જ્ઞાની ભગવંતની વાત સાંભળી જિનદાસ શ્રેષ્ઠી વિમાસણમાં પડી ગયા.
એની મૂંઝવણ દૂર કરવા કેવળી ભગવાને એની પ્રતિજ્ઞા પૂરી કરવાનો માર્ગ બતાવતાં કહ્યું : શ્રાદ્ધ રત્ન ! આમાં તમારે નિરાશ થવાની જરૂર નથી; કચ્છ દેશમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી નામે દંપતી દેખાવે ઘરસંસારી છતાં સાધુઓની જેમ આજીવન બ્રહ્મચારી છે, અને તેઓ મન-વચન-કાયાની પૂર્ણ નિષ્ઠાથી, મહાન સંયમીની જેમ, બ્રહ્મચર્ય વ્રતનું અણીશુદ્ધ પાલન કરે છે. એ એક જ દંપતીની એક જ વાર આહારપાણીથી ભક્તિ કરો, એથી તમને ચોરાશી હજાર સાધુ-સંતોને પારણું કરાવ્યા જેટલો લાભ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org