________________
તથા સ્થાપના
જે અંગ્રેજ વિદ્ધાન સાથે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને આ ગાઢ સંબંધ હોય એમને તેઓએ આ તામ્રપત્ર વાંચવા માટે મોકલ્યું હોય તે તદ્દન બનવા જેગ,અને મનમાં ઊતરી જાય એવી વાત છે. આમ છતાં શ્રી આત્મારામજી મહારાજ કે ડો. હર્બલ-એ બેમાંથી કેઈએ, આ બાબતમાં એમની વચ્ચે કઈ પત્રવ્યવહાર થયો હતો, એ વાતનો ક્યાંય નિર્દેશ કર્યો હોય એવું, સારા પ્રમાણમાં શોધ કરવા છતાં, જાણવા મળ્યું નથી, એ કંઈક નવાઈ ઉપજાવે એવી વાત છે.
આ તામ્રપત્રનો જેટલે અંશ વાંચી શકાય છે, તે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે રચેલ અને ભાવનગરની શ્રી જૈનધર્મ હિતેચ્છુ સભા તરફથી વિ. સં. ૧૯૪૪ (સને ૧૮૮૮) માં પ્રગટ થયેલ “અજ્ઞાનતિમિરભાસ્કર”ની પહેલી આવૃત્તિમાં છપાયેલ છે. વિ. સં. ૧૯૪૪ની સાલ એટલે આ તામ્રપત્ર મળી આવ્યું, તે પછીનાં ૭-૮ વર્ષ જેટલો ટૂંક સમય. આ હકીકત પણ આ તામ્રપત્ર મળી આવ્યાની વાતને પ્રમાણભૂત માનવા પ્રેરે છે. આ તામ્રપત્રમાંનું જેટલું લખાણ ઉકેલી શકાયું હતું, તેટલું આ ગ્રંથમાં (આવૃત્તિ પહેલી, ખંડ ૨, પૃ૦૧૩; વિ.સં. ૧૯૬૨ ની આવૃત્તિ બીજી, પૃ. ૧૭૬) છપાયેલ છે, અને તે આ પ્રમાણે છે
१०. देवचंद्रीय श्रीपार्श्वनाथदेवस्यतो .f । २३ । આપતું રંગીન વંશવૃક્ષ બતાવ્યું હતું. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે એ બે વચ્ચે કેવો સારો સંબંધ પ્રવર્તતા હતા.
વળી, સને ૧૮૯૩ (વિ.સં. ૧૯૪૯) માં અમેરિકાના ચિકાગે શહેરમાં વર્લ્ડઝ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ (વિશ્વ ધર્મ પરિષદ) નું અધિવેશન મળ્યું હતું, તેમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ કેવળ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને જ મળ્યું હતું, તે એમની ડી વિદ્વત્તા તથા આવા વિદ્વાને સાથેના સંબંધના કારણે જ. પિતાના સાધુધર્મના આચારોને કારણે આચાર્ય મહારાજ પોતે તે અધિવેશનમાં રહેતા ગયા, પણ પોતાના પ્રતિનિધિ તરીકે, તે વખતના મુંબઈના જૈન એસોસીએશન ઓફ ઈન્ડીયાના મંત્રી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલ્યા હતા અને શ્રી વીરચંદભાઈએ ત્યાં કેવળ જૈનદર્શન ઉપર જ નહીં પણ ભારતનાં બધાં દર્શને ઉપર લોકભોગ્ય અને હૃદયંગમ ભાષણે આપીને ખૂબ નામના મેળવી હતી, તે સુવિદિત છે. શ્રી વીરચંદભાઈ ગાંધીનાં આ ભાષણો “Systems of Indian Philosophy" નામે પુસ્તકરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી પ્રગટ થયાં છે.
આ હકીકત એ વાતનું સૂચન કરે છે; એક તે આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી મહારાજની નામના સમર્થ જેન આચાર્ય તરીકે દેશ-વિદેશમાં ફેલાયેલી હતી; અને બીજું, ડે. હેનલ સાથે એમને નિકટને સંબંધ હતો.
૨. આ વર્ષો દરમ્યાન ડૉ. હેનલ કલકત્તાની એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલના માનદમંત્રી હતા, એટલે એ સંસ્થાનું “જર્નલ ઓફ ધી રોયલ એસિવાટિક સેસાયટી ઓફ બેંગાલ” નામે સામયિક એમના સંપાદકપણું નીચે જ પ્રકાશિત થતું હતું. આ જર્નલના સને ૧૮૭૮થી તે સને ૧૭૯ સુધીનાં-૪૭થી ૫૯ સુધીનાં–૧૩ વૉલ્યુમે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં તપાસવા છતાં આ તામ્રપત્ર સંબંધી કશી માહિતી એમાંથી મળી નથી.
આ ઉપરાંત “ઇન્ડિયન એન્ટીકરી” ત્રિમાસિકના સને ૧૮૭૨થી ૧૯૨૧ સુધીનાં ૫૦ વર્ષના અંકોની લેખકસચી તથા વિષયસચી અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જોઈ, તે એમાંથી પણ આ સંબંધી કશી વિગત મળી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org