SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આ પંક્તિનો અર્થ એવો કરવામાં આવે છે કે “ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મા વર્ષે, દેવચંદ્ર નામના શ્રાવકે, ભદ્રેશ્વરમાં, શ્રી પાર્શ્વનાથના જિનમંદિરની સ્થાપના કરી હતી.” ઉપરની ટૂંકી સરખી પંક્તિમાંથી આ ભાવ તારવવાનું કામ અઘરું છે અને એ અર્થ કરવા માટે બીજુ પણ કેટલુંક લખાણ મળી આવવું અથવા એ તામ્રપત્રમાંથી ઉકેલાવું જોઈતું હતું. પણ જ્યારે ખુદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે જ આ પંક્તિનો આવો અર્થ કરવાનું મુનાસિફ માન્યું છે, એટલે પછી આ અંગે બીજી રીતે વિશેષ વિચાર કરવાનો ભાગ્યે જ અવકાશ રહે છે. અને છતાં, વિશેષમાં, શ્રી આત્મારામજી મહારાજે પોતે જ આ લખાણના અર્થની બાબતમાં અજ્ઞાનતિમિરભાસ્કર”માં (બને આવૃત્તિઓ, અનુક્રમે પૃ૦ ૧૪, અને ૧૭૭) લખ્યું છે કે " इस चैत्यके ऐतिह्य रूप खरडेमें तथा कच्छ भूगोलमें लिखा हैं. श्रीवोरात् संवत २३ वर्षे यह जिन चैत्य जिन मदिर बनाया. इस वास्ते हमने ताम्रपत्रके लेखकी कल्पना भी इसके अनुसारही करी है. परंतु किसी गुरुगम्यतासे नहि करी है. इस वास्ते इसकी कल्पना कोई बुद्धि मान् यथार्थ अन्य तरें भी करके मेरेको लिखे तो बड़ा उपकार है " આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના આ ઉદ્દગારો ઉપરથી તો એમ પણ લાગે છે કે આ પંક્તિને વધારે નિશ્ચિત અર્થ જાણવા મળે એમ તેઓ પોતે પણ ઇચ્છતા હતા. વળી, આ લખાણ કે તામ્રપત્રની ઉપરોક્ત પંક્તિ અંગે તેઓએ આ પુસ્તકમાં (પૃ. ૧૭૬-૧૭૭) ભાષા અને લિપિની દષ્ટિએ જે અર્થવિચારણા કરી છે, તે ઉપરથી એમણે આ બાબતમાં ડૉ. હેલને કંઈ પુછાવ્યું હોય અથવા ડૉ. હાલે તેઓશ્રીને કંઈ સૂચવ્યું હોય, એ કેઈ અણસાર સરખો પણ મળતો નથી. અને છતાં આ વાત સાથે ડૉ. હર્નલનું નામ સંકળાયેલું મળે છે તે પણ એક હકીકત છે. મેં તપાસેલ સામગ્રીમાં આ પ્રકારનો સૌથી જૂનો (આશરે વિ. સં. ૧૯૮૫ન) નિર્દેશ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” માં (પૃ. ૧૧૯) મળે છે, તે આ પ્રમાણે છે સંવત ૧૯૩૯ની સાલમાં, જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર થતો હતો ત્યારે, મંદિરની પાછલી દીવાલમાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, અને જેની નકલ શ્રીમાન પૂ. પા. વિજયાનંદસૂરીશ્વરજી ત્થા રોયલ એશિયાટિક સોસાયટી કલકત્તાને ઍનરરી સેક્રેટરી એ. એફ. રૂડોલ્ફ હેનલ તરફ મોકલવામાં આવી હતી. અને તેઓએ શાસ્ત્રીય તપાસથી નિર્ણય કર્યો હતો કે-“ ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ્ર નામના વણકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે. ” આ પુસ્તકના લેખક શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ આ વાત શાના આધારે લખી એનું મૂળ શોધવા મેં યથાશક્ય પ્રયત્ન અને કેટલાક પત્રવ્યવહાર પણ કર્યો, પણ એ જાણી શકાયું નથી. પણ, આ તામ્રપત્ર મળી આવ્યા પછી પાંચ-સાત વર્ષે જ-વિ. સં. ૧૯૪૪માં જ-પ્રગટ થયેલ “અજ્ઞાનતિમિરભાસ્કર” ગ્રંથની પહેલી આવૃત્તિમાં જ્યારે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે જ એની નોંધ લીધી છે અને એની એક લીંટી જેટલો પાઠ પણ આપે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy