SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થની સ્થાપના વિશાળ સાગરકિનારાથી શોભતા કચ્છ દેશને એક ભાગ અત્યારે મુંદ્રા તાલુકાના નામે ઓળખાય છે. આ તાલુકામાં ભદ્રેશ્વર નામે નાનું ગામ આવેલું છે; જૂના વખતમાં એ ભદ્રાવતી નામે માટી નગરી હતી. એ વેપારનું મોટું મથક હતું, એનું બંદર ધીકતું હતું, અને દૂર દૂરના દેશે સાથે એને ઘણો વેપાર ચાલતો હતો. ઇતિહાસપ્રસિદ્ધ આ પ્રાચીન નગરીની ચડતી-પડતીની કથા ગયા પ્રકરણમાં આપવામાં આવી છે. અને આ નગરી ઉપર અવારનવાર આવતી રહેલી જાત જાતની આપત્તિઓની વિશેષ વિગતે સાતમા પ્રકરણમાં નોંધવામાં આવી છે. આ ભદ્રાવતી જેમાં એક કાળે ખૂબ સમૃદ્ધિશાળી નગર હતું, તેમ એ ભૂતકાળમાં જૈન ધર્મનું મોટું તીર્થધામ હતું, અને અત્યારે પણ એક જાજરમાન જૈન તીર્થ તરીકે એની ગણના થાય છે. આ તીર્થની સ્થાપનાની કથા-વાર્તાનો છેડો તો છેક પચીસ વર્ષ જેટલો જૂના વખત સુધી પહોંચે છે. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના તરતના જ સમયથી આ વાત શરૂ થાય છે. પચીસસો વર્ષ પહેલાં ભદ્રાવતી નગરીમાં હરિવંશના રાજા સિદ્ધસેન રાજ્ય કરતા હતા. દેવચંદ્ર નામના ધર્માનુરાગી જૈન શ્રેષ્ઠી એ નગરમાં રહેતા હતા. વળી, જીવનભર નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ બહ્મચર્યનું પાલન કરીને જેઓ આદર્શ અને પવિત્ર ધર્માત્મા દંપતી તરીકેનું ગૌરવ પામ્યાં હતાં અને જેમને ગૃહસ્થાશ્રમ સંયમ અને તપની આરાધનાથી ખૂબ પ્રશંસાપાત્ર બન્યો હતો, તે વિજય શેઠ અને વિજયા શેઠાણ પણ આ નગરનાં જ નિવાસી હતાં. એક વાર ગુરુ મહારાજના મુખેથી તીર્થંકરદેવની પૂજા ભક્તિનો મહિમા સાંભળીને શ્રેષ્ઠી દેવચંદ્રના અંતરમાં જિનમંદિર બનાવીને એમાં ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના જાગી ઊઠી. એમણે તરત જ પોતાની ભાવનાનો અમલ કર્યો અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મા વર્ષે એક ભવ્ય જિનમંદિર ચણાવીને એમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની કપિલ કેવલીના હાથે પ્રતિષ્ઠા કરાવી અને એ રીતે પોતાના મનોરથ સફળ કર્યા. ત્યારથી ભદ્રાવતી-ભદ્રેશ્વર કચ્છની ભૂમિનું એક પ્રસિદ્ધ જૈન તીર્થ બન્યું છે અને જૈન શાસનની પ્રભાવના કરીને અનેક આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બનતું રહ્યું છે. પોતાની સ્થાપના પછી આ તીર્થધામે પણ, ભદ્રાવતી નગરીની જેમ, ઉદય-અસ્તના અનેક યુગો જોયા છે. એ બધું છતાં અત્યારે એના ઉદયને યુગ જાગી ઊઠયો હોય એમ એ વધુ ને વધુ પ્રભાવશાળી બનતું જાય છે, અને વધુ ને વધુ યાત્રિકે એને લાભ લેવા આવતા રહે છે. ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની સ્થાપનાની આ ટૂંકી કથા છે. આ કથામાંની કેટલીક વાતે વિચારવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy