________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ અને એની ચડતી-પડતીનાં દર્શન જેમ ઉપર આપેલી સવિસ્તર માહિતીમાંથી મળી રહે છે, તેમ આ ગામની અત્યારની સ્થિતિ પણ એને ભૂતકાળ ભવ્ય હોવાની સાક્ષી પૂરે છે.
ખોદકામની જરૂર જે સ્થાન ઉપર આ તીર્થ અને વર્તમાન ભદ્રેશ્વર ગામ વસેલું છે, તેને ફરતી એકાદ માઈલના ઘેરાવાની ધરતી જોઈએ તો, પ્રથમ નજરે જ એમ લાગે છે કે, એ ધરતી ઊંચાણમાં આસપાસની બીજી ધરતી કરતાં કંઈક જુદી પડે છે. ભવર-વસઈ તીર્થ ડાક ઊંચાણવાળી ટેકરી ઉપર વસેલું છે [ચિત્ર નં. પ ], એ જોઈને કોઈ પણ પુરાતત્તવના અભ્યાસીને એમ લાગ્યા વગર ન રહે કે આ ધરતીમાં કુદરતે સજેલ પરિવર્તનો અને માનવીએ સજોલ ઉથાન-પતન–એમ ભૂગોળ અને ઈતિહાસને આરે બનેલી માનવસંસ્કૃતિના આરોહ-અવરોહને સૂચવતી કેટલીયે ઘટનાઓ છુપાયેલી –દટાયેલી પડી હોવી જોઈએ. આ ટેકરાળ ભૂમિનું સામાન્ય ખોદકામ કરતાં પણ, અવારનવાર, કેટલીક એવી સામગ્રી મળી આવે છે કે જેથી એમ ચોક્કસ લાગે છે કે પુરાતત્વીય શેખેળ અને ખાસ કરીને ખોદકામ માટે આ સ્થાન ફળદ્રુપ જમીન જેવું છે; અને, આવો પ્રયાસ કરવામાં આવે તે, એમાંથી આ ભૂમિનાં (તેમ જ કચ્છ પ્રદેશના પણ) ઈતિહાસ અને પુરાતત્ત્વ ઉપર તેમ જ એની પ્રાચીન ભૌગોલિક સ્થિતિ ઉપર પણ પ્રકાશ પાડે એવી સામગ્રી સારા પ્રમાણમાં મળી આવવાની ઘણી સંભાવના છે.
વળી, વસઈ જૈન તીર્થના દેરાસરની ઊંચાણવાળી જમીનની આસપાસ નજર કરીએ તો, દૂરના તથા નજીકના ભાગમાં, જમીનદોસ્ત થયેલી કે જર્જરિત હાલતમાં અત્યારે પણ ટકી રહેલી બ્રાહ્મણ, ઈસ્લામ અને જૈન એમ જુદા જુદા ધર્મો સાથે સંબંધ ધરાવતી તેમ જ બીજા પ્રકારની પણ નાની-મોટી સંખ્યાબંધ ઈમારતો એવી ઊભી છે કે જે આ સ્થાનની એક સમયની ઉનત સ્થિતિની તથા પ્રાચીનતાની ગવાહી પૂરે છે. ભદ્રેશ્વર નગરીના પતનની સાથે સાથે, નગરીથી દૂર ખસી ગયેલે દરિયાકિનારે, વર્તમાન ભદ્રેશ્વર ગામથી દોઢેક માઈલની દૂરી પર આવેલ ચોખંડા મહાદેવના નામથી ઓળખાતું એકલસંગી મંદિર જેવું શાંત-સુંદર સ્થાન, અને દેરાસરથી બેએક ફર્લાગ જેટલે જ દૂર વસેલ નવા ભદ્રેસર ગામમાંની કેટલીય નાની-મોટી ઈમારતો, તથા તળાવ અને પાળિયા વગેરેનાં શિલ્પ ઉપરથી પણ આ સ્થાનની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે.
આ છે ભદ્રાવતી નગરીની થોડીક કહાની. હવે આ નગરીના વસઈ જૈન તીર્થની સ્થાપનાની કથા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org