SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીથર વિચાર આવ્યો અને એ માટે એમણે પિતાના વડીલ ભાઈ વર્ધમાન શાહને પિતાને ચીન જવાની અનુમતિ આપવાની વિનતિ કરતાં કહ્યું કે अथ चेन्मे तवादेश-स्तदा लाभसमुत्सुकः। વાક્ય વાનપત્ર- શ્રીનલેશે પ્રવિંa: I –સર્ગ ૨, શ્લોક ૫૪. (એટલે જો આ૫ આજ્ઞા આપે તે, લાભ મેળવવા માટે ઉત્સુક એ હું ઉલ્લાસથી વહાણમાં બેસીને ચીન દેશમાં જાઉં.) આ પદ્ધસિંહ શાહનો દઢ નિશ્ચય જાણીને વર્ધમાન શાહ એની માગણને વધાવી લેતાં કહે अथ तन्निश्चयं ज्ञात्वा वर्धमानोऽपि तं जगौ। । વર્ષમાનઃ સવા વરઘો ! પwથા ૩ સમેઘર || -સર્ગ ૨, શ્લોક ૬૦. (હવે તેને નિશ્ચય જાણીને વર્ધમાન શાહે પણ એને કહ્યું કે હે ભાઈ લક્ષમીને વધારે કરીને, તું વહેલે વહેલો પાછો આવજે !) આ રીતે મોટા ભાઈની રજા લઈને ચીન દેશ માટે રવાના થયેલ શ્રેષ્ઠી પદ્ધસિંહ શાહ એ દેશના કયા બંદરે પહોંચ્યા એને ઉલ્લેખ પણ આ ચરિત્રમાંથી મળે છે, જે આ પ્રમાણે છે – मासत्रयमतिक्रम्य पाप्तं कन्तानबंदिरे । પ્રેરિત ઘwfહ્ય માનવઇટવ . -સર્ગ ૨, શ્લોક ૬૫. (જાણે પદ્ધસિંહ શાહની મનોકામના (મનની ઉત્કંઠા)થી પ્રેરાયું ન હોય એમ તે (વહાણ) ત્રણ મહિના પૂરા થયા એટલે (ચીન દેશના) કંતાન નામના બંદરે પહોંચી ગયું.) ચીનથી પાછા ફરતાં પદ્ધસિંહ શાહ ચીનમાં થયેલ પોતાના યુલનચંગ નામના મિત્રને પણ પિતાની સાથે ભારતમાં લેતા આવ્યા હતા, એવી મહત્વની વાતની નોંધ પણ આ ચરિત્રના કર્તાએ લીધી છે, જે જોઈને આનંદ થાય છે. એ નોંધ પ્રમાણે છે – सुहृदमेकमथो धनिन निज-ममृततुल्यवचःस्ववशीकृतम् । युलनचंग सुनामयुत वरं विविधदेशनिरीक्षणसोत्सुकम् ॥ __स स्वसाधं समादाय समागान्निजपोतके । હોવા સવને મૂરિ, વાણિ મધુર વરણ છે –સગ ૩, લેક ૪, ૫. (પછી પિતાની અમૃત જેવી વાણીથી પિતાને વશ કરેલા (અને) જુદા જુદા દેશે જેવાને ઉત્સુક એવા પિતાના યુલનચંગ નામના એક ઉત્તમ ઘનવાન મિત્રને પોતાની સાથે લઈને (તથા) ઘણી ખાધાખોરાકી અને ઉત્તમ મીઠું પાણું લઈને તે (પદ્ધસિંહ શાહ) પિતાના વહાણ પર આવ્યા.) - પછી તો એ યુલનચંગ કચ્છમાં ભદ્રાવતી નગરીમાં વર્ધમાન શાહને મહેમાન બને છે, બને ભાઈઓની પ્રામાણિક્તા અને ધર્મપરાયણતાને જોઈને ખૂબ રાજી થાય છે, એક મહિના સુધી એમની મહેમાનગતી માણે છે અને છેવટે એમને પિતાના આડતિયા (એજન્ટ) બનાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy