SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાવતી નગરી ભુજ નગરમાં) કરી હતી (સગ ૯, શ્લાક ૩૩-૩૬).૧૭ આ ચરિત્રના કર્તા આ બન્ને ભાઈ એના સમકાલીન તેમ જ એમણે કરેલ સંખ્યાબ`ધ ધમ કૃત્ચાના સાક્ષી હતા; અને આ કૃતિની રચના થઈ તેની ત્રણ વર્ષ પહેલાં જ વષૅમાન શાહના સ્વર્ગવાસ થયા હતા; અને પસિંહ શાહના સ્વર્ગવાસ આ ચરિત્રની રચના થઈ તે પછી ત્રણ વર્ષ થયા હતા, એટલે એમણે તે આ ચિરત્ર સાંભળ્યું પણ હતુ .૧૮ તેથી આ ચરિત્રમાં વધુ વવામાં આવેલી ઘટનાએની યથાર્થતામાં શકા કરવાને અવકાશ રહેતા નથી. આ ચિરત્ર નવ સ`માં વહે ચાયેલુ છે; અને એમાં જુટ્ઠા જુદા છઢના બધા મળીને પ૯૩ શ્લેાકેા છે. શ્રી વર્ધમાન અને પદ્મસિંહ એ ખાંધવ-એલડીનુ' મૂળ વતન કચ્છમાં સુથરી ગામ પાસે આરીખાણા ગામ હતું. વમાન શાહના સમય વિ॰સ૦ ૧૬૦૬થી ૧૬૮૮ સુધીના અને પદ્મસિંહ શાહના સમય વિ૰ સ૦ ૧૬૧૭થી ૧૬૯૪ સુધીના હતા; અને, દાનેશ્વરી જગડૂશાના પિતા સાલ શ્રેષ્ડીની જેમ, આ બન્ને ભાઈ એ પેાતાનુ' ભાગ્ય અજમાવવા આરીખાણાથી ભદ્રાવતીમાં આવીને વસ્યા હતા ( સ ૨, શ્લાક ૪૫). અને દરિયામાગે વેપાર ખેડીને એમણે અઢળક સ...પત્તિની કમાણી કરી હતી. આ બન્ને ભાઈ એની કાર્ય ભૂમિ ભદ્રાવતી નગરી હતી, એટલે આ ચિરત્રમાં એનુ' વન સારા પ્રમાણમાં હોય એમાં શી નવાઈ ? આ ચરિત્રની વિગતા ઉપરથી સ્પષ્ટ લાગે છે કે દુષ્કાળભંજક જગડૂશા પછી અઢીસેા વર્ષ' પણ ભદ્રાવતીનુ ખંદર ખૂબ જાહેાજલાલ અને દરિયાઈ આયાતનિકાસનુ તેમ જ કરિયાણા વગેરેના વેપારનુ` માટુ' મથક હતું. ( સ ૨, શ્લાક ૪૬-૪૮ ), <3 ભદ્રાવતીના વેપારીઓના ચીન સાથે પણ વેપાર ચાલતા હતા, અને એથી એમને તથા કચ્છ દેશને પણ ઘણી કમાણી થતી હતી, એ જોઈ ને એક વાર પદ્મસિંહ શાહને પણ ચીન જવાના ૧૭. વમાન શાહને વીરપાલ, વિજપાલ, ભારમલ અને જગડુ નામે ચાર પુત્રો હતા. (સ ૯, શ્લોક ૭), એમાં સૌથી નાના પુત્ર જગડુ એટલેા બધા ઉદાર હતા કે એની ઉદારતાને જોઈને દુકાળભ’જક જગડુશાનું સ્મરણુ થઈ આવતું હતું (સ ૯, શ્લાક ૩૮). આ જગડુશાનાં લગ્નમાં વમાન શાહે ત્રણ લાખ મુદ્રાઓનુ ખર્ચ કર્યું હતું અને ચાર હજાર ચારણાને દરેકને એક એક ઊંટ ભેટ આપ્યા હા. (સ ૮, શ્લોક ૬-૭). આ ચાર હજાર ઊટા લગ્નપ્રસંગે ભેટ આપ્યાની રમૂજભરી કથા “ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાલિ ” માં (પૃ૦ ૩૩૬ ) આ પ્રમાણે નોંધી છે : “ જગડુ શાહના વિવાહમાં કન્યાદાન આપતી વેળાએ તેની વિધિ કરાવવા માટે વધમાન શાહના મુનીમ ગારને (કુલગુરુને) બાલાવવા માટે જ્યારે તેને ઘેર ગયા, ત્યારે તે ગારે હાંસી કરી તે મુનીમને કહ્યું કે, શું તારા શેઠ અમાને ઉંટટ્યુટનુ દાન આપવાના છે? કે જેથી તું આટલી ઉતાવળ કરે છે ? તે હકીકત મુનીમે આવીને વધુ માન શાહ શેઠને કહેવાથી પાતાની કીતિ વધારવા માટે તેમણે તે પ્રસંગે એકડા થયેલા ચાર હજાર ગારાને (ભાજકાને–કુલગરુઓને) દરેકને એ કૈક ઉંટની કિ ંમત આપી ખુશી કર્યા. એવી દંતકથા પ્રસિદ્ધ છે.” ૧૮. જુએ ; અંચળગ૭ દિગ્દર્શીન. પૃ૦૩૯૬, ફકરા ૧૬૩૯ : “ સ૦૧૬૯૪માં પદ્મસિહ શાહની વિનંતિથી આચાર્ય' (કલ્યાણસાગરસૂરિ) માંડવીમાં ચાર્તુમાસ રહ્યા. પં. સુંદરસાગરજીએ શ્રેષ્ઠીને અમસાગરસૂરિવિરચિત એમનું ચરિત્ર ભાષાંતર સહિત સમજાવ્યું, જે સાંભળી પદ્મસિંહ શાહ પ્રસન્ન થયા. ’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy