________________
આ ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
પિતાનું નામ આપ્યું છે તેમ જ જે તે સમાં વર્ણવેલ વિષયને ઉલેખ કર્યો છે; પણ મહાકાવ્યને અંતે પ્રશસ્તિ આપી નથી, તેથી એમણે આની રચના ક્યાં અને ક્યારે કરી તે જાણી શકાતું નથી. પણ પૂર્ણિમા ગચ્છના સર્વાનંદસૂરિજીને લેખે વિસં. ૧૪૬૫થી ૧૫૧૧ સુધીના મળે છે, તે ઉપરથી એમ કહી શકાય કે વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સેળમી સદીના પ્રારંભની વચ્ચેના કેઈક સમયે આ કાવ્યની રચના થઈ હોવી જોઈએ. આ કૃતિ મહાકાવ્યના પ્રકારની હેવાથી એમાં ઘટનાઓ પ્રમાણમાં ઓછી અને વર્ણન વધારે છે.
આ કાવ્યમાં ભદ્રેશ્વરમાં વિક્રમની તેરમી સદીની અને ચૌદમી સદીની પહેલી પચીશીમાં થઈ ગયેલ અને પોતાના દુષ્કાળ-નિવારણના લોકપકારક કાર્યને લીધે જગપિતા,જગદેવ અને જગદાતાર તરીકે વિખ્યાત થયેલ શ્રીમાલ વંશના શ્રેડી જગડુશાના ચરિત્રનું વર્ણન કરેલ છે, એટલે એમાં ઠેર ઠેર ભદ્રેશ્વરનો ઉલ્લેખ હોય એ સ્વાભાવિક છે. આ કાવ્યમાં ભદ્રેશ્વરના કિલ્લાનું તથા સાગરનું વર્ણન પણ મળે છે. જગડુશાના પિતા સોલ શ્રેષ્ઠી પોતાના મૂળ વતન કંથકોટમાંથી ભદ્રેશ્વરમાં આવીને રહ્યા હતા (જુઓ, સગ૨, લોક ૨,૪,૨૮). પાંચમા સગમાં પારકર દેશના રાજા પીઠદેવે બાણાવલી ભીમે બંધાવેલો ભદ્રેશ્વરનો કિલ્લો તોડી પાડ્યો (શ્લોક ૧, ૪) અને જગડુશાએ ગૂર્જરપતિ લવણુપ્રસાદ પાસેથી લશ્કરી સહાય મેળવીને એ ફરી બંધાવ્યો અને એ કિલ્લો જોઈને પીઠદેવને એવો આઘાત લાગ્યો કે એ ત્યાં જ મરી ગયો (શ્લેક, ૭, ૧૬-૪૨ ), એ ઘટનાઓ વર્ણવી છે. અને છઠ્ઠા સગમાં જગડૂશાએ ભદ્રેશ્વરમાં શું શું કરાવ્યું તેની નોંધ આપી છે (લેક ૪૨-૪૮). આ કાવ્યને સમગ્ર રીતે જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે જગડુશાના વખતમાં ભદ્રેશ્વરનું બંદર ધીકતું હતું. આ પુસ્તકમાં ભદ્રાવતી નહીં પણ બધે ભદ્રેશ્વર નામ જ મળે છે.
શ્રી વર્ધમાન-પસિંહ શ્રેષ્ઠિચરિત્રમ-આ પણ સંસ્કૃત કાવ્યમય કૃતિ છે. આ કૃતિની પ્રશસ્તિ ૩૭ કલેક જેટલી લાંબી છે. એથી જાણી શકાય છે કે એની રચના વિ. સં. ૧૬૯૧માં, શ્રાવણ સુદિ સાતમના રોજ, અંચલગચ્છના મહાન પ્રતાપી આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ વર્ધમાનશાના પુત્ર જગડુની વિનતિથી (કચ્છની રાજધાની
૧૬. શ્રી સર્વાનંદસૂરિના સમયના નિદેશ માટે જુઓ, શ્રી અગરચંદ નાહટા સંપાદિત બિકાનેર જૈન લેખ સંગ્રહ, લેખાંક ૬૨૪, ૯૪૫; તથા ૬૫૯, ૬૭૫, ૭૦૪, ૭૭૦ વગેરે અંકના લેખો.
શ્રી જગચરિત” ને રચનાસમય આ રીતે વિક્રમની ૧૪મી-૧૫મી સદી વચ્ચેને નિશ્ચિત હોવા છતાં “ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” ભાગ ૨, પૃ. ૨૪માં આ ચરિતની રચનાની બાબતમાં લખ્યું છે કે “દરમ્યાન સર્વાનંદ સૂરિએ કરછના દાનવીર જગડુશાહ વિષે વરિત (ઈ.સ. ૧૨૬૦ના અરસામાં) નામે સંસ્કૃત પ્રબંધ રો”. આ લખાણમાં આ ચરિતને રચનાસમય ઈ.સ. ૧૨૬૦ એટલે કે વિ.સં. ૧૩૧૬ હોવાનું લખ્યું છે, તે બરાબર નથી. કારણ કે આ ચરિતના કર્તા શ્રી સર્વાનંદસૂરિએ પોતે જ (સર્ગ ૭, શ્લોક ૩૫) લખ્યું છે કે જગડુશાના સ્વર્ગવાસનો (ગૂજરપતિ) અર્જુનદેવ વાઘેલાએ પણ શોક પાળ્યો હતો. અને અર્જુનદેવ વાઘેલાને શાસનકાળ તો વિસં૦ ૧૩૧૮ થી ૧૩૪૧નો નિશ્ચિત જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org