________________
ભદ્રાવતી નગરી :
વિરધવલના કપાળ સામે ત્રણે યોદ્ધાઓએ ત્રણ ભાલા ઉગામીને કહ્યું : તને હણતાં કેટલી વાર ? પણ તારા હાથનું એક એક બીડું અમે ખાધું છે એટલે તને જીવતો જવા દઈએ છીએ. અને એમ કહીને, એમણે રાણુની સાથેના સૈનિકેને પાડી દીધા અને રાણા વીરધવલને પણ એના ઘોડા પરથી પાડી દીધે.
આમ કરતાં એ ત્રણે દ્ધાઓ પણ ખૂબ ઘાયલ થઈ ગયા. પણ પિતાના વિજયની એંધાણી તરીકે ઉપરવટ નામના રાણાના ઘોડાને લઈને તેઓ ચાલતા થયા. એ ઘોડાને જોઈને ભીમસિંહને એમને મહાપરાક્રમની ખાતરી થઈ અને એ ખૂબ રાજી થયો. પણ સવાર થતાં ઘાયલ થયેલ વરધવલ સાબદો થઈ ગયો. ભીમસિંહને આ સમાચાર મળતાં એ હિંમત હારી ગયો; અને એને ખાતરી થઈ કે ગૂર્જરપતિના વિશાળ સૈન્ય સામે હવે ટકી શકાય એમ નથી; એટલે છેવટે એણે પોતાના મંત્રીઓની સલાહ માનીને, રાણું વિરધવલ સાથે સંધિ કરી. આ સંધિની મુખ્ય શરત “મોમસન મદ્રેશ્વરમાં છૂતર્ધરોઇr”– ભીમસિંહે હવે કેવળ ભદ્રેશ્વરથી જ સંતોષ માનવો– એ હતી. આ રીતે અંતે ગૂર્જરપતિ રાણું વિરધવલનું ગૌરવ સચવાઈ રહ્યું.
જાડેજાઓનું શાસન–સેલંકીઓ અને વાઘેલાઓના શાસન પછી, કેટલાક સમય વીત્યા બાદ, કચ્છમાં જાડેજા વંશનું શાસન સ્થિર થયું; અને મહારાઓ શ્રી ખેંગારજી બાવા પહેલા (વિ. સં. ૧૫૬ ૬-૧૬૪૨) એને દઢ પાયો નાખનાર આદિ પુરુષ લેખાયા.
ભદ્રેશ્વરને કિલ્લો— વિક્રમની અગિયારમી સદીની છેલી પચ્ચીશીમાં (વિ. સં. ૧૦૮૦ એટલે સને ૧૦૨૪માં) મહમદ ગિઝનીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં ભીમદેવ પહેલે, જે એનાં પરાક્રમોને લીધે ભીમ બાણાવલી તરીકે વિખ્યાત હતો, એનું રાજ્ય ચાલતું હતું. ગિઝનીના આક્રમણ સામે ટકી શકાય એમ ન લાગ્યું, એટલે એણે, પિતાના પૂર્વજ મૂળરાજ સોલંકીની જેમ, કચ્છના જાણીતા કથકેટના કિલ્લામાં આશ્રય લીધા હતા અને રાજકીય પરિસ્થિતિ થાળે પડતી લાગી ત્યારે, ગુજરાત પાછા ફરતાં, એણે ભદ્રેશ્વરમાં કિલ્લો બંધાવ્યો હતો.૧૦
કેટલાક શિલાલેખે–જે સ્થાનને કુદરતસર્જિત અને માનવસર્જિત અનેક આપત્તિઓના અવારનવાર ભંગ થતાં રહેવું પડ્યું હોય એના શિલાલેખ પૂરતી સંખ્યામાં સચવાઈ રહે એવું ભાગ્યે જ બને છે. ભદ્રેશ્વરના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડી શકે એવા શિલાલેખોની બાબતમાં આવું જ બન્યું છે, અને તેથી આવા ગણ્યાગાંડ્યા જ શિલાલેખે ઉપલબ્ધ થાય છે. આમાંના કેટલાક શિલાલેખો ભદ્રેશ્વરના દેરાસર સિવાયનાં અન્ય સ્થાનોનાં છે અને કેટલાક ભદ્રેશ્વરના દેરાસરમાંના છે.
અન્ય સ્થાનના શિલાલેખમાં સૌથી જૂનો શિલાલેખ વર્તમાન ભદ્રેશ્વર ગામમાંના આશાપુરી માતાને જીર્ણ મંદિરના એક થાંભલા ઉપર વિ. સં. ૧૧૫૮ની સાલને છે. એમાં સાલના અંક સિવાય બીજું કશું દેખાતું નથી. બીજે લગભગ અખંડ સચવાયેલો અને મહત્તવને
चौलुकयवंशैकविभूषणेन श्रीभीमदेवेन नरेश्वरेण । स कारित भद्रपुरस्य दुर्गमपातयकातरितारिवर्गः:॥
શ્રી જગડૂચરિત, સર્ગ પ, લેક , તથા સર્ગ ૫, શ્લોક ૨૮; તથા કરછનું સંસ્કૃતિદર્શન, પૃ૪૫,
૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org