________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ શિલાલેખ ભદ્રેશ્વર ગામથી દરિયા તરફ, દોઢેક માઈલની દૂરી પર આવેલ, ચાખડા (નાળેશ્વર ) મહાદેવ નામના સ્થાનમાં સચવાઈ રહ્યો છે તે છે. આ શિલાલેખ આ સ્થાનને નથી પણ બીજા કાઈ સ્થાનના છે.૧૧ ૭ લીટીના આ શિલાલેખ મહારાજા સિદ્ધરાજ જયસિહના વિ॰ સં ૧૧૯૫ના છે. એમાં મહારાજા સિદ્ધરાજનાં ત્રિભુવનગ’ડ, ખબરકજિષ્ણુ, અવ‘તિનાથ, ધારાવિડખક અને ત્રૈલોકયમલ્લ જેવાં૨ ખધાં વિશેષણા ઉપરાંત ભદ્રેશ્વર ( ભદ્રેશ્વરવેલાકુલ=ભદ્રેશ્વરના દરિયાકિનારા )નું નામ બે વાર મળે છે. એ જ રીતે વાઘેલા સારંગદેવના વિ॰ સ૦ ૧૩૩૨ના ભદ્રેશ્વરમાંથી મળેલા શિલાલેખ અત્યારે ખાખરા ગામમાં સચવાઈ રહ્યો છે. અને ભદ્રેશ્વરના ફૂલસર તળાવની પાળે આવેલા વિ॰ સ૦ ૧૩૩૯ની સાલના ઉલ્લેખવાળા સખ્યાખધ પાળિયા પણ કાઈ લડાઈ કે ધીંગાણાની સાક્ષી આપતા ખડા છે.
ભદ્રેશ્વરના દેરાસરની અંદરના શિલાલેખામાંના કેટલાકનું અસ્તિત્વ હાવાના પુરાવા મળે છે, પણ એ શિલાલેખા અત્યારે દેખાતા નથી. આવા શિલાલેખામાં સૌથી જૂના કહી શકાય એવા વિ॰ સ’૦ ૧૧૩૪ના વૈશાખ સુદ ૧૫ના હતા. અને એમાં કોઈ શ્રીમાળી જૈને મન્દિરને કંઈક ભેટ આપ્યાના કે કઈક સમારકામ કરાવ્યાના ઉલ્લેખ હતા આ ઉપરાંત દેરાસરની ભમતીમાંના કેટલાય થાંભલાઓ ઉપર વિ॰ સં૦ ૧૨૨૩ અને ૧૨૩૫ની સાલના લેખા હતા, પણ એ એવા ઘસાઈ ગયા હતા કે એમાંનુ' લખાણ ઉકેલી શકાયું ન હતું. પણ, એમ લાગે છે કે, એ લેખા ભક્તાએ દેરાસરને કઈક ભેટ આપી હાય એ સંબધી હતા. ૧૩
૧૧. આવા ઐતિહાસિક મહત્ત્વના શિલાલેખ એક આટલા ઉપર ચડેલા સાવ ખુલ્લા પડયો છે, તેથી એને વધારે ધસારા લાગ્યા વગર નહી રહે. આમ ન બને એટલા માટે એ સુરક્ષિત બને એવા પગલાં તરત લેવાની ખાસ જરૂર છે. શ્રી જગડૂચરિતના સંપાદક શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે એ પુસ્તકની પુરવણીમાં આ શિલાલેખના મૂળ સ્થાન અંગે (પૃ૦૧૧૪) સૂચવ્યું છે કે “ આ લેખનેા પથ્થર દુદીઆવાળા દહેરામાંથી અહીં લાવી બેસાડવામાં આવ્યા છે. ”
૧૨. અહી’ એ જાણવુ` રસપ્રદ થઈ પડશે કે, ગુજરાતના વિખ્યાત નવલકથાકાર સ્વ. શ્રી ધૂમકેતુએ ચૌલુકય નવલકથાવલી લખી છે, તેમાં સિદ્ધરાજ જયસિંહનાં ખબ કજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ એ ત્રણ વિશેષણાના આધારે ત્રણ નવલકથાઓ લખી છે.
૧૩. વિસ’૦ ૧૧૩૪, ૧૨૨૩ અને ૧૨૩૫ના શિલાલેખાની માહિતી સૌથી પહેલી ડૅ, બર્જેસના “ રિપોર્ટ ન ધી એન્ટીકવીટીઝ એક્ફ કાઠિયાવાડ એન્ડ કચ્છ’’માં (પૃ૦ ૨૦૭) મળે છે. શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે, એમણે સંપાદિત કરેલ “ શ્રી જગદૂરચિત ''ની પુરવણીમાં (પૃ૦ ૧૧૦), ભદ્રેશ્વવ જૈન તીર્થના જુદા જુદા થાંભલા ઉપર વિસ’૦ ૧૧૩૪,૧૨૨૩,૧૨૩૨, ૧૨૩૫, ૧૩૨૩ની અને ૧૩૫૮ સાલના લેખા હેાવાનુ' લખ્યું છે. તેમાંય વિસ ૧૩૨૩ અને ૧૩૫૮ના લેખા સંબંધમાં તા એમણે એમ લખ્યુ છે. કે “ એક સ્તંભ ઉપર સં૦૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ બર્જેસ તથા મારા પિતાએ જઈ જોયા હતા.'' પણ ડૉ.બજે`સના પુસ્તકમાં સ૦૧૩૨૩ અને સ’૦ ૧૩૫૮ના લેખા અંગે કાઈ નિર્દેશ મળતા નથી. તેા પછી શ્રી મગનલાલ ખખ્ખરે આ પ્રમાણે શાને આધારે નોંધ્યું હશે, તે શોધવાનું રહે છે, કારણ કે આધાર વગર કંઈ પણ ન લખવાની એમની ઇતિહાસકારની દૃષ્ટિ હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org