SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ વંશના શાસકેાનું... શાસન ચાલતું રહ્યું હતુ, તે છેક છેલ્લા રાજા કરણ વાઘેલા ( સુપ્રસિદ્ધ નામ કરણ ઘેલા ) ના વિક્રમની ચૌદમી સદ્ગીના ઉત્તરાર્ધના સમય સુધી. he ગુજરાતના ઇતિહાસના સુવર્ણયુગ સમા સેાલ'કી યુગનેા મૂળ પુરુષ મૂળરાજ સોલકી વિ॰ સ૦ ૧૦૧૭માં ગૂર્જરપતિ બન્યા. તે પછી અજમેરના તથા દક્ષિણના એમ અન્ને દેશના રાજાઓએ ગુજરાત ઉપર એકસાથે ચડાઈ કરી તે વખતે, પેાતાના રાજનીતિનિપુણ્, વિચક્ષણ પ્રધાનેાની સલાહથી, મૂળરાજ કચ્છમાં કંથકોટના કિલ્લામાં છુપઈ ગયા હતા. ૯ એ વખતે કે ખીજા કોઈ વખતે એણે ભદ્રેશ્વરમાં તળાવ બંધાવ્યુ` હતુ` અને આગળ જતાં મહારાજા કુમારપાળે પણ ત્યાં તળાવ બધાવ્યું હતું. આ જ વાતના નિર્દેશ “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ’· ભાગ ૧, પૃ॰ ૩૬૫માં આ પ્રમાણે કર્યાં છે— “ ‘ ભદ્રેશ્વર વેલાકુલ ' માં ભીમસિંહ નામના પ્રતિહાર હતા તે કાઈની આણુ માનતે નહીં'; એને રાણુા વીરધવલ સાથે અથડામણુ થઈ, જેમાં અંતે સંધિ કરી અને એમાં ભીમસિ'ને માટે ભદ્રેશ્વરના વહીવટ જ કરવાનું રહ્યું,” (પ્રબંધકાશ, પૃ૦ ૧૦૪૧૦૬ માંના વનને આધારે.) આ પ્રસ ંગના સાર આ પ્રમાણે છે પ્રબંધકાશમાં આ પ્રસંગનુ' જે વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યુ છે તે રસપ્રદ અને રામાંચકારી છે. અને સાર એ છે કે ભદ્રેશ્વર વેલાકુલમાં પ્રતિહાર વંશના ભીમસિંહ નામના માથાભારે શાસક રાજ્ય કરતા હતા. તે ગૂજરપતિની આજ્ઞાની પશુ ઉપેક્ષા કરતા હતા. ગૂજરપતિ ધાળકાના વીરધવલે એને પેાતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું તા સામેથી ભીમસ હું એને પડકાર આપ્યા કે તમારે મારી આજ્ઞા ઉઠાવવા તૈયાર રહેવું ! પરિણામે બન્ને વચ્ચે યુદ્ધના પ્રસ`ગ ઊભા થયા. એ પક્ષમાંથી એક પણ પક્ષ પાછા પડવા તૈયાર ન હતા. આ અરસામાં જ જાવાલિપુરના ચાહમાન વંશના રાજા ઉદયસિંહના ત્રણ ભાયાતા—સામંતપાલ, અનંતપાલ અને ત્રિલેાકસિંહ નામના—એ રાજાથી અસંતુષ્ટ થઈને નાકરીની શોધમાં ચાલી નીકળ્યા. ત્રણે સગા ભાઈ હતા અને એકે હજારા જેવા શૂરવીર મહાયાહ્યા હતા. એમણે ધેાળકામાં રાણા વીરધવલ પાસે જઈને કરીની માગણી કરી; અને એક એક જણને એક એક લાખ ક્રમ્સ જેટલા પગાર આપવાની વાત કરી. વીરધવલે એમની આ માગણી નકારી કાઢતાં કહ્યું કે એટલા ધનથી તો સે'કડા સુમટા રાખી શકાય. પછી રાણાએ ત્રણેને પાનનાં બીડાં આપીને વિદાય ક દીધા. એ વખતે વસ્તુપાલ-તેજપાલે રાણાને કહ્યું : આ ત્રણ પુરુષોને જવા ન દેશે. આવા પુરુષોને રાખવા કરતાં ધનને વધારે મહત્ત્વનું ગણવું ઉચિત નથી. પણ રાણાએ એમની આ સલાહ ન માની. પેલા ત્રણે યાહાએ ભદ્રેશ્વરમાં જઈને ભીમસિંહને મળ્યા. ભીમસિંહે એમને લાખ લાખ દ્રમના પગારથી રાખી લીધા. એક તા ભીમસિ'હું પેાતે જ મિજાજના ફાટેલા હતા, એમાં, અધૂરામાં પૂરું, આ ત્રણ મોટા સમરવીર યાહાએનું ખળ ઉમેરાયું. પછી તો પૂછવું જ શું ? પછી વીરધવલ અને ભીમસિ ંહનાં સૈન્ય વચ્ચે ભદ્રેશ્વરના રણમેદાનમાં યુદ્ધ શરૂ થયું. પેલા ત્રણ મહાયાહા વીરધવલના સૈન્યને વીંધતા વીંધતા છેક વીરધવલ પાસે પહેાંચી ગયા. અને પેાતાના ઉપરવટ નામના ધાડા પર બેઠેલા ૮. રા. ગાવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ૦ ૧૪૫. ૯. શ્રી જગડૂર્િત, સ ૬, શ્લાક ૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy